'ભારતીય વિયાગ્રા' ગણાય છે આ શાક, નીરસ 'બેડરૂમ પળો'ને બનાવશે દમદાર, પુરુષો તો ખાસ જાણે
આજના જમાનામાં બદલાઈ રહેલી લાઈફસ્ટાઈલના કારણે ઈન્ફર્ટિલિટીની સમસ્યા ખુબ જોવા મળે છે. પુરુષ હોય કે સ્ત્રી ઈન્ફર્ટિલિટીના કારણે માતા પિતા બનવાનું સપનું અધૂરું રહી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી ખાણી પીણીમાં થોડા ફેરફાર કરવાથી તમે ઈન્ફર્ટિલિટીની સમસ્યાને દૂર કરવાની કોશિશ કરી શકો છો.
Trending Photos
Drumstick: આજના જમાનામાં બદલાઈ રહેલી લાઈફસ્ટાઈલના કારણે ઈન્ફર્ટિલિટીની સમસ્યા ખુબ જોવા મળે છે. પુરુષ હોય કે સ્ત્રી ઈન્ફર્ટિલિટીના કારણે માતા પિતા બનવાનું સપનું અધૂરું રહી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી ખાણી પીણીમાં થોડા ફેરફાર કરવાથી તમે ઈન્ફર્ટિલિટીની સમસ્યાને દૂર કરવાની કોશિશ કરી શકો છો. આજે અમે તમને જણાવીએ કે કેવી રીતે ખાવાની એક વસ્તુ તમારી આ ઈન્ફર્ટિલિટીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે.
પોષક તત્વોથી હોય છે ભરપૂર
સરગવાની સિંગ એક સુપરફૂડ તરીકે ઉપયોગમાં લેવાય છે જે જૂની બીમારીઓને દૂર કરી શકે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. અનેક પ્રકારના પોષક તત્વો હોય છે જેમ કે કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન, વિટામીન, ફોલેટ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, પોટેશિયમ, સોડિયમ અને ઝિંક.
ઈન્ફર્ટિલિટી માટે ઉપયોગી
સરગવાની સિંગમાં ભરપૂર પ્રમાણમાં ઝિંક હોય છે જે મહિલાઓની ઈન્ફર્ટિલિટીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત ડ્રમસ્ટિક એટલે કે સરગવાની સિંગમાં ટેરિગોસ્પર્મિન નામનું તત્વ હોય છે જે શુક્રાણુઓની સંખ્યા (Sperm Count) વધારવા અને તેની ગતિશિલતા જાળવી રાખવામાં મદદ કરે છે.
શું કહે છે રિસર્ચ
અમેરિકન જર્નલ ઓફ ન્યૂરોસાયન્સમાં પ્રકાશિત એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે સરગવાની સિંગ કામેચ્છા વધારવામાં અને પરફોર્મન્સ સુધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં સુધારો કરવા, મર્દાનગી વધારવામાં પણ મદદ કરે છે. એટલું જ નહીં, ડ્રમસ્ટિક 'ઈન્ડિયન વિયાગ્રા' તરીકે પણ ઓળખાય છે. તે ઈરેક્ટાઈલ ડિસફંક્શન અને ઈન્ફર્ટિલિટી જેવી સમસ્યાઓના ઉકેલ માટે ખુબ પ્રભાવી છે.
ગર્ભાવસ્થા અને સ્તનપાન માટે ડ્રમસ્ટિક
સરગવાની સિંગ ગર્ભવતી મહિલાઓના સમગ્ર સ્વાસ્થ્યને સારું બનાવવામાં ફાયદાકારક છે. તેને ડાયેટમાં સામેલ કરવાથી ગર્ભવતી મહિલાઓને મોર્નિંગ સિકનેસના લક્ષણોનો મુકાબલો કરવામાં અને પોતાને ઉર્જાવાન બનાવવામાં મદદ મળી શકે છે. આ ઉપરાંત સરગવાની સિંગમાં ફોલેટની પ્રચુર માત્રા સ્પાઈના બિફિડા (spina bifida) એક પ્રકારના neural tubal defect ના જોખમને ટાળી શકે છે. જેનાથી નવજાત શિશુમાં ગંભીર જન્મ દોષ થઈ શકે છે. આ ઉપરાંત સરગવાની સિંગના પાંદડાનો રસ ઘીમાં મેળવીને પ્રસવ બાદ મહિલાઓને અપાય છે જેનાથી સ્તનમાં દૂધનો સ્ત્રાવ સારો થાય છે.
(Disclaimer: અહીં અપાયેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે