રોજ પીવાનું રાખો આ જ્યૂસ તો નહીં રહે કબજિયાતની તકલીફ, રોજ સવારે પેટ આવી જશે સાફ

Constipation:કબજિયાતથી રાહત મેળવવા માટે લોકો દવા પણ ખાતા હોય છે. પરંતુ દવા ખાતા પણ કબજિયાતથી કાયમી મુક્તિ મળતી નથી. પરંતુ આ જ્યુસ પીવાનું રાખશો તો આંતરડા સાફ થઈ જશે.

રોજ પીવાનું રાખો આ જ્યૂસ તો નહીં રહે કબજિયાતની તકલીફ, રોજ સવારે પેટ આવી જશે સાફ

Constipation:કબજિયાતની સમસ્યા ખૂબ જ ગંભીર હોય છે. જો નિયમિત રીતે બરાબર પેટ સાફ ન આવે તો તેને કબજિયાત કહે છે. અને જ્યારે પેટ સાફ આવતું નથી તો શરીરમાં ઘણી બધી બીમારીઓ પણ થવા લાગે છે. કબજીયાત નું કારણ ઘણી વખત બહારનું ભોજન પણ હોઈ શકે છે. કબજિયાતથી રાહત મેળવવા માટે લોકો દવા પણ ખાતા હોય છે. પરંતુ દવા ખાતા પણ કબજિયાતથી કાયમી મુક્તિ મળતી નથી. ત્યારે આજે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી કબજિયાતની તકલીફ કાયમ માટે દૂર થઈ જશે અને પેટ નિયમિત રીતે સાફ આવશે. 

આ પણ વાંચો:

સફરજનનું જ્યુસ

સફરજનનું જ્યુસ પીવાથી શરીરને ઘણા લાભ થાય છે. જે લોકો કબજિયાતની તકલીફથી પરેશાન હોય તેમણે રોજ સફરજનનું જ્યુસ પીવું જોઈએ તેનાથી પાચનતંત્ર મજબૂત રહે છે અને શરીરમાં આયરનની ખામી હોય તો તે પણ દૂર થાય છે.

નાશપતિનું જ્યુસ

કબજિયાત થઈ જાય તો નાસ્પતિનું સેવન કરવું અથવા તો તેનું જ્યુસ બનાવીને પીવું જોઈએ કારણકે તેમાં સોરબીટોસ હોય છે. જે કબજ છે આપને જળમૂળથી મટાડવામાં મદદ કરે છે.

સંતરાનું જ્યુસ

વિટામીન સી થી ભરપુર સંતરાનો જ્યુસ પીવાથી શરીરની ઘણી બધી બીમારીઓ દૂર થાય છે. જો તમને પાચન સુધારવું હોય તો નિયમિત રીતે એક ક્લાસ સંતરા નું જ્યુસ પીવો.

લીંબુનો રસ

લીંબુમાં પણ વિટામીન સી હોય છે. રોજ સવારે હુંફાળા ગરમ પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પીવાથી પાચન સુધરે છે અને આંતરડામાં જામેલો કચરો પણ બહાર નીકળી જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news