Tea Facts: શું ખરેખર ચા પીવાથી સ્કીન કાળી થઈ જાય ? જાણો આ વાત કેટલી સાચી
Tea Facts: જ્યારે બાળકો ચા પીવા માંગે ત્યારે તેને કહેવામાં આવે છે કે " ચા ન પીવાય દૂધ પીવાય, ચા પીવાથી કાળા થઈ જવાય..." કેટલાક મોટા લોકો પણ એવું માનતા હોય છે કે ચા પીવાથી સ્કીન ડાર્ક થાય છે. જો તમારા મનમાં પણ પ્રશ્ન થતો હોય કે શું ખરેખર ચા પીવાથી ત્વચાનો રંગ કાળો થઈ જાય છે? તો ચાલો તમને જણાવીએ આ વાતમાં કેટલું સત્ય છે.
Trending Photos
Tea Facts: દરેક ઘરમાં લોકોના દિવસની શરુઆત મસાલેદાર ચાની ચુસ્કીથી થાય છે. પાણી પછી કદાચ ચા જ હશે જે સૌથી વધુ પીવાતું પીણું હોય. જો કે જ્યારે બાળકો ચા પીવા માંગે ત્યારે તેને કહેવામાં આવે છે કે " ચા ન પીવાય દૂધ પીવાય, ચા પીવાથી કાળા થઈ જવાય..." કેટલાક મોટા લોકો પણ એવું માનતા હોય છે કે ચા પીવાથી સ્કીન ડાર્ક થાય છે. જો તમારા મનમાં પણ પ્રશ્ન થતો હોય કે શું ખરેખર ચા પીવાથી ત્વચાનો રંગ કાળો થઈ જાય છે? તો ચાલો તમને જણાવીએ આ વાતમાં કેટલું સત્ય છે.
ચા દૂધમાંથી જ બનેલી હોય છે છતાં વધુ પડતી ચા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. જો કે એ વાત સાવ ખોટી ગણાશે કે ચા પીવાથી ત્વચાનો રંગ કાળો થાય છે. નાનપણમાં નાના બાળકો ચા પીવાની જીદ કરે ત્યારે તેમને ડરાવવા માટે માતા અથવા વડીલો આ વાત કહેતા હોય છે. આમ કહેવાનું કારણ પણ એ હોય છે કે ચામાં કેફીન હોય છે જે બાળકો માટે યોગ્ય નથી.
આ પણ વાંચો:
આજના સમયમાં પણ પણ ઘણા ઘરોમાં બાળકોને ચા પીવાથી રોકવા માટે આ વાત કહેવામાં આવે છે. વર્ષોથી આ વાત કહેવાય છે તેથી તેને સાચી માની લેવામાં આવી છે. પરંતુ આ અંગે આજ સુધી કોઈ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી કે ચા પીવાથી ત્વચા કાળી થઈ શકે છે. વિજ્ઞાન અનુસાર ત્વચાનો રંગ તમારી જીવનશૈલી અને મેલાનિન પર આધાર રાખે છે.
ચા પીવાના ફાયદા
જો તમે દિવસ દરમિયાન બ્લેક ટી, ગ્રીન ટી અને હર્બલ ટી પીવાનું રાખો છો તો તેનાથી તમને ઘણા ફાયદા થાય છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે અને તમને બીમારીઓ સામે લડવાની શક્તિ આપે છે. ચામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરમાં ફ્રી રેડિકલની અસર ઘટાડે છે.
ચા પીવાથી થતા નુકસાન
જો તમે હર્બલ ટીને બદલે દૂધની ચા પીતા હોય તો તેનાથી તમને થોડું નુકસાન પણ થઈ શકે છે. કારણ કે પાચનતંત્રને નુકસાન થઈ શકે છે. એસિડિટી અને કબજિયાતની ફરિયાદ ચા પીવાથી થઈ શકે છે. જો તમે ચામાં વધુ પડતી ખાંડનો ઉપયોગ કરી રહ્યાં છો તો તમને ડાયાબિટીસ થવાનું જોખમ પણ વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે