પીળા દાંતના કારણે આવે છે શરમ ? તો અજમાવો આ ચારમાંથી કોઈ એક નુસખો, પીળા દાંત થઈ જશે મોતી જેવા સફેદ
Home Remedies for Yellow Teeth: દાંત પીળા થઈ ગયા હોય તો સ્માઈલ કરવામાં પણ વિચારવું પડે છે કે કોઈ પીળા દાંત પર કોમેન્ટ ન કરે. તો આજે તમને પીળા દાંતથી મુક્તિ મેળવવાની ચાર ટીપ્સ જણાવીએ. જેને અજમાવશો એટલે તમે કાયમ માટે પીળા દાંતથી મુક્તિ મેળવી શકો છો.
Trending Photos
Home Remedies for Yellow Teeth: દાંતની સફાઈ કરવા માટે રોજ લોકો બ્રશ કરે છે પરંતુ તેમ છતાં કેટલાક લોકોના દાંત પીળા થવા લાગે છે. પીળા દાતના કારણે જાહેરમાં શરમ જનક સ્થિતિમાં મુકાવું પડે છે. સ્માઈલ કરવામાં પણ વિચારવું પડે છે કે કોઈ પીળા દાંત પર કોમેન્ટ ન કરે. તો આજે તમને પીળા દાંતથી મુક્તિ મેળવવાની ચાર ટીપ્સ જણાવીએ. જેને અજમાવશો એટલે તમે કાયમ માટે પીળા દાંતથી મુક્તિ મેળવી શકો છો.
સ્ટ્રોબેરી અને મીઠું
દાંત પીળા થઈ ગયા હોય તો તેને સફેદ કરવા માટે તમે સ્ટ્રોબેરી અને મીઠાને મિક્સ કરીને તેનાથી બ્રશ કરી શકો છો. નિયમિત રીતે તેનો ઉપયોગ કરશો એટલે દાંત સફેદ થવા લાગશે.
આ પણ વાંચો:
સફેદ વિનેગર
દાંત પીળા થઈ ગયા હોય તો તેને ચમકાવવાનું કામ વિનેગર પણ કરી શકે છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં બે ચમચી વિનેગર ઉમેરી અને તેનાથી કોગળા કરવાનું રાખો. તેનાથી દાંત પીડા થશે અને સાથે જ દુર્ગંધ પણ દૂર થશે
આદુનું પાણી
પીળા થયેલા દાંત ની સમસ્યાને દૂર કરવા આદુ અને મીઠાનું હૂંફાળું પાણી લઈને તેનાથી કોગળા કરવા જોઈએ. તેનાથી દાંતમાં રહેલા બેક્ટેરિયા પણ દૂર થાય છે અને પીડા થયેલા દાંત પણ સફેદ થઈ જાય છે.
બેકિંગ સોડા
બેકિંગ સોડા નો ઉપયોગ કરીને પણ તમે દાંતને મોતી જેવા સફેદ કરી શકો છો. તેના માટે એક ચપટી નમકમાં થોડું બેકિંગ સોડા ઉમેરીને બ્રશ કરવાનું રાખો. તેનાથી દાંત સફેદ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે