Health Tips: જમ્યા પછી તુરંત ન કરવા આ 5 કામ, શરીરને થાય છે ગંભીર નુકસાન

Health Tips: આજે તમને એવા પાંચ કામ વિશે જણાવીએ જેને ભોજન કર્યા પછી ભૂલથી પણ ન કરવા. જો તમે જમ્યા પછી આ કામ કરો છો તો તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

Health Tips: જમ્યા પછી તુરંત ન કરવા આ 5 કામ, શરીરને થાય છે ગંભીર નુકસાન

Health Tips: જ્યારે બાળક થોડું સમજણું થાય તો માતા-પિતા તેને ભોજન સંબંધિત કેટલાક નિયમો શીખવાડે છે જે જીવનભર તેને કામ લાગે તેવા હોય છે. જેમાં નિયમિત રીતે સમયસર ભોજન કરવું જરૂરી હોય છે. આ સિવાય ભોજન કર્યા પછી પણ કેટલાક કામ ન કરવાની સલાહ માતા-પિતા આપતા હોય છે. ઘણા લોકો આ વાતને ધ્યાને લેતા નથી પરંતુ હકીકતમાં જમ્યા પછી કેટલીક ભૂલ કરવાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા પણ સર્જાઈ શકે છે. આજે તમને એવા પાંચ કામ વિશે જણાવીએ જેને ભોજન કર્યા પછી ભૂલથી પણ ન કરવા. જો તમે જમ્યા પછી આ કામ કરો છો તો તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

ચા કોફી પીવી

તમે ઘણા એવા લોકો જોયા હશે જો ભોજન કર્યા પછી તુરંત જ ચા કે કોફી પીતા હોય છે.. પરંતુ જમ્યા પછી ચા કે કોફી પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જો તમે જમ્યા પછી ચા કે કોફી પીવો છો તો અપચાની સમસ્યા થઈ શકે છે. જો તમને કોઈ વસ્તુ પીવાની ઈચ્છા થાય તો તમે હર્બલ ટી પી શકો છો.

મીઠાઈ

ઘણા લોકોને જમ્યા પછી કંઈક ગળ્યું ખાવાની આદત હોય છે. પરંતુ આ આદત તમારા બ્લડ સુગર લેવલને વધારી શકે છે. જમ્યા પછી ગળ્યું ખાવાથી બ્લડ સુગર લેવલ વધી જાય છે તેથી જમ્યા પછી ક્યારે ગળી વસ્તુ ખાવી જોઈએ નહીં. જો તમને આદત હોય તો તમે ડાર્ક ચોકલેટ ખાઈ શકો છો.

ફળ અને જ્યુસ

જમ્યા પછી તુરંત જ ફળ કે તેનું જ્યુસ પીવાનું પણ ટાળવું જોઈએ. જમ્યા પછી ફળ કે તેનું જ્યુસ પીવાથી ભોજન પચવામાં સમસ્યા થાય છે. તેથી જમ્યા પછી ક્યારેય ફળ પણ ખાવા નહીં.

ઊંઘ

ઘણા લોકોને આદત હોય છે કે જમ્યા પછી તુરંત જ તેઓ સુવા માટે જતા રહે છે. પરંતુ આ આદત સૌથી વધારે ખરાબ છે. જમ્યા પછી તુરંત સુઈ જવાથી પાચન થતું નથી અને પેટમાં એસિડ રિફ્લેક્શન ની સમસ્યા થાય છે, આ સિવાય અપચો પણ થઈ શકે છે તેથી જમ્યા પછી બે કલાક સુધી ઊંઘવું નહીં. 

પાણી

જો તમારે શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવું હોય તો દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું. પરંતુ જમ્યા પછી તુરંત જ પાણી પીવાની ભૂલ ન કરવી. જમ્યા પછી તુરંત પાણી પી લેવાથી ભોજનનું પાચન બરાબર રીતે થતું નથી.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news