દિવાળી વેકેશન માણવા ઘરે આવેલા કિશોરને આવ્યો હાર્ટ એટેક, પિતાની બાઈક પર આવ્યું મોત
Sudden cardiac arrest : રાજકોટમાં 15 વર્ષીય કિશોરને આવ્યો હાર્ટ એટેક..... શ્રદ્ધા સોસાયટીમાં રહેતા પૂજનને હાર્ટ એટેક આવતા મોત.... હૈદરાબાદમાં અભ્યાસ કરતો પૂજન દિવાળી વેકેશનમાં આવ્યો હતો ઘરે.... કિશોરનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ..
Trending Photos
Heart Attack Death In Gujarat રાજકોટ : ગુજરાતમાં હાર્ટ એટેક હવે જીવલેણ બની રહ્યો છે. હાર્ટ એટેકથી હવે યુવા વર્ગ અને કિશોર વર્ગ ભોગ બની રહ્યો છે. ગુજરાતના કિશોરોનો પ્રાણ ભરખી રહ્યો છે આ હાર્ટ એટેક. ત્યારે રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એક કિશોરનું મોત થયું છે. પિતાના બાઈક પાછળ બેઠક કિશોરનું ચાલુ બાઈકમાં મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના શ્રદ્ધા સોસાયટીમાં ઠુંમર પરિવાર રહે છે. તેમનો 15 વર્ષીય કિશોર પૂજન ઠુંમર હૈદરાબાદમાં રહીને અભ્યાસ કરે છે. તે દિવાળી વેકેશન હોવાથી દિવાળી કરવા રાજકોટ ઘરે આવ્યો હતો. 15 વર્ષીય પૂજન પિતા સાથે બાઈક પર બહાર જવા નીકળ્યો હતો અને તે પાછળ બેસ્યો હતો. ત્યારે અચાનક પૂજનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, અને તેનુ મોત નિપજ્યુ હતું. યુવા દીકરાના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો છે.
માતાજીના માંડવામાં ભુવાને આવ્યું મોત
ગત રાત્રીના ટંકારાના રામપર ગામે માતાજીના માંડવામાં ભુવાને ધૂણતા ધૂણતા હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતુ. નવાઈની વાત તો એ હતી કે ડાક-ડમરુ વાગતા હતા અને કોઈને ખબર પણ ન હતી કે ભુવાજીનું પ્રાણ પંખેરુ ઉડી ગયું છે. હાજર સૌને એવું જ હતું કે ભુવાજી ધ્યાનમાં બેઠા છે. આતો જ્યારે તેમને પાણી પીવડાવવા ગયા ત્યારે ખબર પડી કે ભુવાજીનું કરુણ મોત નિપજ્યું છે.
હાર્ટ એટેકની Warning Sign
જો તમને તમારા શરીરમાં નીચે લખેલી કોઈપણ સમસ્યા છે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો અને જરૂરી ટેસ્ટ કરાવો, કારણ કે તે હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.
એકદમ જ નથી આવતો Heart Attack, દેખાવા લાગે છે આ લક્ષણો
હૃદયરોગનો હુમલો વિશ્વભરમાં મૃત્યુનું મુખ્ય કારણ બની ગયું છે. આપણા દેશમાં તેલયુક્ત ખોરાક ખાવાનું ચલણ ઘણું વધી ગયું છે, જે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થવાનું મુખ્ય કારણ બને છે, જ્યારે ધમનીઓમાં બ્લોકેજ થાય છે હાર્ટ એટેક અને ટ્રિપલ વેસલ ડિસીઝનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં તેનાથી કેવી રીતે બચવું.
હાર્ટ એટેક અચાનક આવતો નથી, પરંતુ આ પહેલા આપણું હૃદય ઘણી સમસ્યાઓમાંથી પસાર થાય છે, જ્યારે સમસ્યા હાથમાંથી નીકળી જાય છે ત્યારે તે એક મોટો આંચકો મળે છે. હાર્ટ એટેક આવતા પહેલા આપણું શરીર ઘણા સંકેતો આપે છે, જેને ઈગ્નોર ન કરવુ જોઈએ. હાલમાં જ મહિલાઓ પર એક રિસર્ચ કરવામાં આવ્યું હતું, જે મુજબ આપણું શરીર હાર્ટ એટેકના 4 અઠવાડિયા પહેલા ખતરાના સંકેતો આપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે