ડાયાબિટીસના દર્દીએ રાત્રે દૂધ સાથે પીવો જોઈએ આ પાવડર, હાઈ બ્લડ સુગર થઈ જશે ભૂતકાળ
How To Control High Blood Sugar: રસોડામાં રહેલા કેટલાક મસાલા તમારા વધેલા બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરી શકે છે. આ મસાલા ડાયાબિટીસના દર્દીઓ માટે ચમત્કાર જેવું કામ કરે છે. જે લોકોને ડાયાબિટીસ હોય તેવો રાત્રે એક ગ્લાસ દૂધમાં આ મસાલાનું સેવન કરે તો બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
Trending Photos
How To Control High Blood Sugar: ડાયાબિટીસના દર્દીઓએ પોતાની દવાઓ અને આહારનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. જો સમય પર આહાર અને દવા લેવામાં ન આવે તો બ્લડ સુગર લેવલ વધી જાય છે અને પછી તેને કંટ્રોલ કરવું મુશ્કેલ થાય છે. રસોડામાં રહેલા કેટલાક મસાલા તમારા વધેલા બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરી શકે છે. આ મસાલા ડાયાબિટીસના દર્દીઓ માટે ચમત્કાર જેવું કામ કરે છે. જે લોકોને ડાયાબિટીસ હોય તેવો રાત્રે એક ગ્લાસ દૂધમાં આ મસાલાનું સેવન કરે તો બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તો ચાલો તમને જણાવીએ કે ડાયાબિટીસના દર્દીઓએ દૂધ સાથે કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ.
આ પણ વાંચો:
તજ
તો જ શરીરમાં ઇન્સ્યુલિન સેન્સિટીવીટી વધારે છે. તેને ખાવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેથી ડાયાબિટીસના દર્દીએ રાતના સમયે દૂધમાં તજ ઉમેરીને તેનું સેવન કરવું જોઈએ.
હળદર
ડાયાબિટીસના દર્દીઓ માટે હળદર પણ ખૂબ જ ઉપયોગી છે. રિસર્ચ અનુસાર હળદરનું સેવન દૂધ સાથે કરવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. હળદર પણ શરીરની ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે.
જાયફળ
જાયફળ ઇન્સ્યુલિન મેટાબોલિઝમ વધારે છે. જે લોકોને ટાઈપ ટુ ડાયાબિટીસ હોય તે લોકો જાયફળનું સેવન કરે તો સ્ટ્રેસ ઓછો થાય છે સાથે જ બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. તેથી દૂધમાં જાયફળ ઉમેરીને પીવાથી ડાયાબિટીસના દર્દીને ફાયદો થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે