Skin Care Tips:આ દેશી ઘરગથ્થુ ઉપાય તુરંત દુર કરે છે ચહેરાના ડાઘ, Kiara Advani ની જેમ ચમકી જશે ચહેરો
Skin Care Tips:દુલ્હન બનેલી કિયારા અડવાણીના ચહેરા પર જેવો ગ્લો છે તેવો ગ્લો તમારા ચહેરા પર પણ આવી શકે છે. ઘરના રસોડામાં રહેલી આ વસ્તુઓ ચહેરો તુરંત ચમકાવશે અને ડાઘ પણ કરશે દુર.
Trending Photos
Skin Care Tips: ચહેરાની સુંદરતા વધારવા માટે યુવતિઓ ખૂબ જ ચિંતા કરતી હોય છે. તેના માટે નિયમિત પાર્લર જોવું અને ક્લીન અપ, ફેશિયલ વગેરે ટ્રીટમેન્ટ પણ કરાવવામાં આવે છે. આ બધું કરવા પાછળ હજાર રૂપિયા નો ખર્ચ પણ થાય છે. સાથે જ ત્વચા ઉપર કેમિકલ યુક્ત પ્રોડક્ટ નો ઉપયોગ પણ કરવામાં આવે છે. તેમ છતાં તેનાથી ઘણા લોકોને ફાયદો થતો નથી અને નુકસાન થવા લાગે છે.
ચહેરા પર ડાઘ, ખીલ અને કરચલીઓથી તમે પણ પરેશાન હોય અને ટ્રીટમેન્ટ કરાવ્યા પછી પણ તેનું ઈલાજ મળતો ન હોય તો તમે ત્વચાની સંભાળ આ કુદરતી વસ્તુઓથી કરી શકો છો. કેટલાક ઘરગથ્થુ ઉપાય એવા છે જેને કરવાથી ચહેરો તુરંત જ ચમકી જાય છે. આ ઉપાય કરવાથી તમારા ચહેરા ઉપર પણ કિયારા અડવાણી ના ચહેરા ઉપર જોવા મળે છે તેવો ગ્લો જોવા મળશે.
1. લીંબુ
જ્યારે ચહેરા ઉપર ડાઘ દેખાવા લાગે તો લીંબુનો ઉપયોગ કરી શકાય છે. સામાન્ય રીતે લીંબુનો ઉપયોગ રસોઈમાં વધારે કરવામાં આવે છે તેનો ઉપયોગ સ્વાસ્થ્ય લાભ માટે પણ થાય છે. લીંબુ વિટામિન c થી ભરપૂર હોય છે તેથી તેનો ઉપયોગ ત્વચાની સંભાળ માટે પણ કરી શકાય છે. તેના માટે લીંબુ ને અડધું કાપી લેવું અને પછી ચહેરા ઉપર મસાજ કરવી. આમ કરવાથી ચહેરા પર ના ડાઘ ઝડપથી દૂર થાય છે.
2. એલોવેરા
દરેક ઘરમાં એલોવેરા તો લગાડવામાં આવેલું જ હોય છે. તો બસ આ એલોવેરા નું એક પાંદડું કાપી તેની અંદરથી જેલ કાઢી લેવું. હવે આ જલને નિયમિત રીતે ચહેરા પર લગાડવાથી થોડા જ દિવસોમાં ચહેરા પર દેખાતા ડાઘ દૂર થવા લાગશે.
3. દહીં
દહીંનું સેવન નિયમિત રીતે કરવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે અને તેનાથી ત્વચાની સુંદરતા પણ વધી શકે છે. દહીંમાં ઇલેક્ટ્રિક એસિડ હોય છે. તેને ચહેરા પર લગાડવાથી ત્વચા ગ્લો કરે છે.
4. મધ
ત્વચા માટે મધ પણ ઔષધી સમાન છે. મધમા એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે જેનો ઉપયોગ કરવાથી ત્વચામાં ચમક આવે છે અને ડાઘ દૂર થાય છે. મદની પણ ત્વચા ઉપર લગાડવાથી ખીલ અને ડાઘથી મુક્તિ મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે