Corona ના આવા લક્ષણો દેખાય તો સહેજ પણ વારના કરતા, તરત જ જજો હોસ્પિટલમાં


દેશ અને દુનિયાભરમાં હાલ જીવલેણ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. જેમાં કોરોના વાયરસનું સંક્રમણ પહેલાં કરતા વધારે ઝડપથી પ્રસરી રહ્યું છે. એટલું જ નહીં આ વાયરસ પહેલાં કરતા વધારે ઘાતક બની ગયો છે. ત્યારે કેટલીક સતર્કતા રાખવાની ખાસ જરૂર છે.

Corona ના આવા લક્ષણો દેખાય તો સહેજ પણ વારના કરતા, તરત જ જજો હોસ્પિટલમાં

નવી દિલ્લીઃ દેશ અને દુનિયાભરમાં હાલ જીવલેણ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. જેમાં કોરોના વાયરસનું સંક્રમણ પહેલાં કરતા વધારે ઝડપથી પ્રસરી રહ્યું છે. એટલું જ નહીં આ વાયરસ પહેલાં કરતા વધારે ઘાતક બની ગયો છે. ત્યારે કેટલીક સતર્કતા રાખવાની ખાસ જરૂર છે.

નિષ્ણાત ડોક્ટરોની માનીએ તો આ વખતે કોરોનાનો નવો સ્ટ્રેઈન પહેલાં કરતા વધારે ઘાતક છે. અને ખુબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે. જેને કારણે દરેક વ્યક્તિએ પુરતી સાવચેતી રાખવાની અને કોવિડની તમામ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાની જરૂર છે. ત્યારે હવે દરેકના મનમાં એક જ સવાલ થાય છેકે, એવું કંઈ રીતે ખબર પડશે કે, હવે હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર છેકે, નહીં. કેવા દર્દીઓ ઘરે હોમ કોરોન્ટાઈન થઈને સારવાર લઈ શકે છે. આ સવાલોના જવાબ જાણવા માટે તમારે આ આર્ટીકલ વાંચવો પડશે.

શ્વાસ લેવામાં તકલીફ થવીઃ
કોરોનાના દર્દીઓમાં ખાસ કરીને શ્વાસ લેવામાં તકલીફ થવી, છાતીમાં દુખાવો કે બળતરા થવી કે કોઈપણ પ્રકારનું ઈંફેક્શન એ ખતરાની ઘંટી સમાન છે. કોરોના વાયરસ એક રિસ્પરેટરી ઈંફેક્શન છે જે આપણાં અપર ટ્રેક્ટમાં હેલ્ધી સેલ્સ પર હુમલો કરે છે. જેના પરિણામે દર્દીને શ્વાસ લેવામાં ખુબ જ તકલીફ પડે છે. 

ઓક્સીજન લેવ ઘટી જવું:
કોરોનાથઈ સંક્રમિત થવાના કારણે વ્યક્તિના ફેફસાંની એયર બેગમાં ફ્લૂડ ભરાઈ જાય છે, જેને પગલે શરીરમાં ઓક્સીજનનું લેવ ઓછું થઈ જાય છે. આવી સ્થિતિમાં દર્દીએ તુરંત જ હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ.

બેભાન થવું અથવા ચક્કર આવવાઃ
કોવિડ-19નો વાયરસ માણસની નર્વસ સિસ્ટમ અને બ્રેન ફંક્શન પર સીધી અસર કરે છે. જેને કારણે ઘણીવાર પેશન્ટ બેભાન થઈ જાય છેકે, ઘણીવાર ચક્કર આવવાથી પડી જાય છે. આવી સ્થિતિ ખુબ જ ગંભીર સંકેત આપી રહી છે. એવું સમજીને તુરંત આવા પેશન્ટને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવું જોઈએ.

છાતીમાં અતિશય દુખાવો થવોઃ
કોરોના વાયરસની બીજી લહેરમાં ખુબ જ ઝડપથી વધુને વધું સંક્રમિત થઈ રહ્યાં છે. આ નવે સ્ટ્રેઈનમાં લોકોને ઘણીવાર છાતીમાં અતિશય દુખાવી સમસ્યા ઉભી થાય છે. એવામાં દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવો જોઈએ.

હોઠ અને ચહેરો લીલો પડી જવોઃ
કોરોનાના સંક્રમણને કારણે ઘણીવાર દર્દીના હોઠ અને ચહેરો લીલો પડી જાય છે. જો આવી સ્થિતિ ઉભી થાય તો તેવા દર્દીને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવો જોઈએ. કારણકે, આ લક્ષણો ખુબ જ ગંભીર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news