આ 5 નેચરલ વસ્તુઓ ત્વચાને ક્લીન કરવા માટે છે બેસ્ટ, ફેસવોશ કરતાં પણ સારી રીતે કરે છે કામ

Natural Cleansers: દૈનિક ઉપયોગમાં આવતી આ વસ્તુઓ ચહેરા માટે કુદરતી રીતે ક્લિઝરનું કામ કરે છે. તેના ઉપયોગથી ત્વચાને સારી રીતે ક્લીન કરી શકાય છે. તો ચાલો તમને જણાવીએ એવી પાંચ વસ્તુઓ વિશે જેનો ઉપયોગ તમે ત્વચાને ક્લિન કરવા માટે કરી શકો છો.

આ 5 નેચરલ વસ્તુઓ ત્વચાને ક્લીન કરવા માટે છે બેસ્ટ, ફેસવોશ કરતાં પણ સારી રીતે કરે છે કામ

Natural Cleansers: સામાન્ય રીતે આપણે ચહેરો સાફ કરવા માટે ફેસવોશ કે સાબુનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ જરૂરી એ પણ હોય છે કે ત્વચાને અંદરથી સાફ કરવામાં આવે. એટલે કે ત્વચાની અંદર રહેલું ઓઈલ, ગંદકી અને મેલ દૂર કરવો પણ જરૂરી છે. આ કામ સામાન્ય ફેસવોશ કે સાબુ કરતો નથી. જો તમારી ત્વચાને અંદરથી સાફ કરવી હોય તો રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓને તમે ઉપયોગમાં લઈ શકો છો. 

દૈનિક ઉપયોગમાં આવતી આ વસ્તુઓ ચહેરા માટે કુદરતી રીતે ક્લિઝરનું કામ કરે છે. તેના ઉપયોગથી ત્વચા ને સારી રીતે ક્લીન કરી શકાય છે. તો ચાલો તમને જણાવીએ એવી પાંચ વસ્તુઓ વિશે જેનો ઉપયોગ તમે ત્વચાને ક્લિન કરવા માટે કરી શકો છો.

દલિયા

દલિયાનો ઉપયોગ આજ સુધી તમે નાસ્તામાં કર્યો હશે પરંતુ શું તમે જાણો છો કે તે એક નેચરલ ક્લિઝર છે ? દરિયાના ઉપયોગથી ત્વચાને મુલાયમ અને સુંદર બનાવી શકાય છે. તેનાથી ત્વચા પર રહેલી ડેટ સ્કીન સરળતાથી દૂર થાય છે. તેનો ઉપયોગ કરવા માટે બે ચમચી દલીયાને પાણીમાં પલાળી પછી તેની પેસ્ટ કરી લો. તમે તેનો પાવડર બનાવીને પણ ઉપયોગમાં લઈ શકો છો. પાવડરને પાણી સાથે મિક્સ કરી પેસ્ટ બનાવી ચહેરા પર તેના વડે માલીશ કરો. દસ મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો.

આ પણ વાંચો:

લીંબુ

લીંબુ તમારી ત્વચાને ખુબ જ સારી રીતે ક્લીન કરી શકે છે. જોકે લીંબુનો ઉપયોગ કરતા પહેલા તે તમારી ત્વચાને શૂટ કરે છે કે નહીં તે ચેક કરી લેવું. જો લીંબુ તમારી ત્વચાને માફક આવતું હોય તો દૂધ કે દહીંની સાથે લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાડો. 10 થી 15 મિનિટ પછી ચહેરાને હુંફાળા પાણીથી સાફ કરો અને પછી મોસ્ચરાઈઝર લગાડી લો.

મધ

મધ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને તે શ્રેષ્ઠ મોશ્ચુરાઈઝર છે. તેનો ઉપયોગ કરીને તમે ખીલથી મુક્તિ મેળવી શકો છો. તેના માટે એક ચમચી મધ લઈને તેને ચહેરા પર લગાડો અને દસ મિનિટ માલિશ કરો. ત્યાર પછી ગરમ પાણીથી ચહેરો સાફ કરી લેવો.

કાકડી

કાકડી પણ તમારા ચહેરાને સુંદર બનાવી શકે છે. તેના માટે કાકડીની પેસ્ટ બનાવીને તેને ચહેરા પર લગાડો. 15 થી 20 મિનિટ સુધી તેને રહેવા દો અને પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો. 

દૂધ

દૂધ પણ નેચરલ ક્લીંઝર તરીકે અદભુત કામ કરે છે. દૂધનો ઉપયોગ કરવાથી ત્વચા સુંદર અને મુલાયમ રહે છે. તેમાં રહેલું લેક્ટિક એસિડ ડેડ સ્કિનને દૂર કરવાનું કામ કરે છે. તેના માટે કાચા દૂધને રૂની મદદથી ચહેરા પર લગાડો અને દસ મિનિટ સુધી રહેવા દો. ત્યાર પછી ચેહરા પર હળવા હાથે માલીશ કરો અને ચહેરો સાફ કરો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news