Health Tips: ખાવાની આ 4 વસ્તુઓમાં ક્યારેય ન ઉમેરવું લીંબુ, ભોજન બની જાશે ઝેર સમાન
Bad Food Combination: વાનગીઓનો સ્વાદ વધારતું લીંબુ કેટલીક વસ્તુઓ સાથે મળીને હાનિકારક બની જાય છે. આયુર્વેદ અનુસાર ભોજન ની કેટલીક એવી વસ્તુઓ છે જેમાં લીંબુનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આજે તમને જણાવ્યું કે લીંબુનો ઉપયોગ કઈ વસ્તુઓ સાથે કરવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે.
Trending Photos
Bad Food Combination: લીંબુ એક સુપર ફુડ છે જેનો ઉપયોગ લગભગ દરેક પ્રકારની વાનગીમાં થાય છે. ભારતીય રસોઈમાં લીંબુનો ઉપયોગ નિયમિત રીતે થાય છે. ટૂંકમાં કહીએ તો ભારતીય રસોડાનું અભિન્ન અંગ લીંબુ છે. પરંતુ આ લીંબુ કેટલીક વસ્તુઓ સાથે ઉમેરવામાં આવે તો તે જોખમી બની જાય છે. વાનગીઓનો સ્વાદ વધારતું લીંબુ કેટલીક વસ્તુઓ સાથે મળીને હાનિકારક બની જાય છે. આયુર્વેદ અનુસાર ભોજન ની કેટલીક એવી વસ્તુઓ છે જેમાં લીંબુનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આજે તમને જણાવ્યું કે લીંબુનો ઉપયોગ કઈ વસ્તુઓ સાથે કરવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે.
ડેરી પ્રોડક્ટ
કોઈપણ પ્રકારના ડેરી પ્રોડક્ટ સાથે લીંબુનો ઉપયોગ કરવો નહીં. તેનાથી રિએક્શન થઈ શકે છે. ખાસ કરીને દૂધ અને લીંબુ ને એક સાથે લેવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. તેના કારણે છાતીમાં બળતરા અપોચો ઉલટી જેવી તકલીફ થઈ શકે છે.
આ પણ વાંચો:
મસાલેદાર ભોજન
જો તમે મસાલેદાર ભોજન કરી રહ્યા છો તો તેની સાથે લીંબુનો ઉપયોગ ટાળવો. લીંબુનો ઉપયોગ કરવાથી એસીડીટી ની તકલીફ ભયંકર રીતે વધી શકે છે. કારણકે લીંબુ ને પણ તીખાશ વધારતા તત્વો તરીકે ઓળખવામાં આવે છે. જો મસાલોદાર ભોજનમાં તમે લીંબુ ઉમેરો છો તો તે તમારા માટે અસહનીય બની શકે છે.
રેડ વાઇન
કેટલાક ખાદ્ય પદાર્થોની જેમ રેડ વાઈન સાથે પણ લીંબુ લેવું યોગ્ય નથી. લીંબુ વાઇન ના સ્વાદ અને ફ્લેવર ને ખરાબ કરી શકે છે અને સાથે જ તમારી તબિયત પણ બગાડી શકે છે.
દહીં અને છાશ
દહીં કે છાશ સાથે પણ લીંબુ મિક્સ કરવું યોગ્ય નથી. આયુર્વેદ અનુસાર દૂધથી બનેલી આ વસ્તુઓમાં લીંબુ ઉમેરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. તેનાથી દહીં અને છાશનો સ્વાદ બગડે છે અને તે શરીરમાં જઈને એસિડિટી નું કારણ બને છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે