શું તમે પણ તાંબાની બોટલ ફ્રીજમાં રાખો છો? આ વાત જાણી લેજો, નહીંતર વધી શકે છે આરોગ્યનું જોખમ
તાંબાના વાસણમાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે. પરંતુ શું તાંબાની બોટલમાં પાણી ફ્રીજમાં આખી રાત રાખવું યોગ્ય છે? ચાલો જાણીએ કે સ્વાસ્થ્ય પર તેની શું અસર થશે.
Trending Photos
ઘરોમાં મોટાભાગે વડીલોના મોઢેથી સાંભળવા મળે છે કે તાંબાની બોટલમાં પાણી પીવાથી સ્વાસ્થ્ય અને પેટ બંને સારું રહે છે. આયુર્વેદ અનુસાર તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. દરરોજ પાણી પીવાથી શરીર ખૂબ જ ઉર્જાવાન બને છે. આ સાથે તે શરીરમાંથી ઝેરી તત્વોને પણ દૂર કરે છે. તાંબાના વાસણમાં સંગ્રહિત પાણી એ નેચરલ ડિટોક્સ ડ્રીન્ક છે.
તાંબાનું પાણી ઉનાળામાં નહીં પણ શિયાળામાં પીવું જોઈએ
જો તમે આખી રાત તાંબાના વાસણમાં પાણી રાખો તો તેમાં રહેલા બેક્ટેરિયા નાશ પામે છે અને આ પાણી શુદ્ધ બને છે. પછી તમે આ પાણીને સવારે ખાલી પેટ અથવા જમ્યા પછી પી શકો છો. પરંતુ તાંબાના વાસણમાં રાખેલ પાણી પીતા પહેલા એક વાતનું ધ્યાન રાખો કે આખા દિવસમાં માત્ર 2-3 ગ્લાસ જ પીવો. નહિંતર, વધુ પડતુ તાંબાનું પાણી પીવું તમારા શરીર માટે નુકસાનકારક બની શકે છે. કારણ કે અત્યારે ઉનાળાની ઋતુ છે, ઘણી વખત તમે વિચારતા હશો કે શું ફ્રીજમાં તાંબાની બોટલમાં પાણી રાખવું યોગ્ય છે?
આ પણ વાંચો:
હર હર મહાદેવના જયકાર સાથે ખુલ્યા કેદારનાથ મંદિરના કપાટ, ફૂલોથી સુશોભિત પરિસર
સંકટમાં ગુજરાત! આગામી સમયમાં ખતરો બની શકે છે દરિયો, તમે પણ વાંચો આ રિપોર્ટ
કારના એન્જીનમાં 48 KM સુધી ફસાયો નાનકડો જીવ, પછી જે થયું તે જોઇ તમે પણ...
તાંબાના વાસણમાં રાખેલ પાણી ગરમ થઈ જાય છે
તાંબાનું પાણી ગરમ હોય છે અને તેમાં પુષ્કળ એન્ટિસેપ્ટિક ગુણ હોય છે. એટલા માટે તાંબાનું પાણી ઉનાળામાં નહીં પણ શિયાળામાં પીવું જોઈએ. જરા કલ્પના કરો કે જો તમે તાંબાની બોટલને ફ્રીજમાં રાખો છો તો તે વધુ ગરમ થવાને બદલે ઠંડી પડે છે. જે તમારા માટે ખૂબ જ નુકસાનકારક થઈ શકે છે.
વધુ પડતુ તાંબાનું પાણી ન પીવો
ફ્રીજમાં તાંબાનું પાણી ક્યારેય ન રાખો. કારણ કે તાંબામા પાણી સ્ટોર કરવા માટે રૂમનું સામાન્ય તાપમાન શ્રેષ્ઠ છે. સાથે જ એક વાતનું હંમેશા ધ્યાન રાખો કે દિવસમાં બેથી ત્રણ ગ્લાસથી વધુ પાણી ન પીવો. કારણ કે તે ખૂબ જ ગરમ હોય છે. તે વધુ પ્રમાણમાં પીવાથી ત્વચાની સમસ્યા થઈ શકે છે.
તાંબાની બોટલ ફ્રિજમાં કેમ ન રાખવી જોઈએ
જ્યારે તમે આ પાણીને વધારે માત્રામાં અથવા ખોટી રીતે લાંબા સમય સુધી સેવન કરો છો, તો શરીરમાં કોપરની માત્રા વધી જવાથી નુકસાન થાય છે. જ્યારે આવું થાય, ત્યારે તમને ઉબકા, ઉલટી, પેટમાં દુખાવો અથવા ઝાડા જેવી સમસ્યા થઇ શકે છે.. જો તમે માટીના ઘડામાં લાંબા સમય સુધી પાણીનો સંગ્રહ કરો છો, તો તેમાં કીટાણુઓ અને બેક્ટેરિયા આપોઆપ વિકાસ પામે છે. આયુર્વેદ અનુસાર, પાણી હંમેશા સામાન્ય ઓરડાના તાપમાને સંગ્રહિત કરવું જોઈએ. રેફ્રિજરેટરમાં સ્ટીલ, કોપર અથવા પ્લાસ્ટિકની બોટલમાં સંગ્રહિત ઠંડુ પાણી પીવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.
આ પણ વાંચો:
મે મહિનામાં આ રાશિની બમ્પર શરૂઆત, શુક્ર ગોચરથી માન-સન્માન અને પૈસા બધુ મળશે
ગુજરાતને પાણીદાર બનાવવાના સરકારના દાવા પોકળ, નળ પહોંચી ગયા પણ હજુ પાણી નથી પહોંચ્યું
રાશિફળ 25 એપ્રિલ: મિથુન સહિત આ રાશિના જાતકો માટે અત્યંત લાભકારી દિવસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે