Rice Flour: ચોખાના લોટમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો ચહેરા પર, એક રાતમાં ચમકી જશે ચહેરો
Rice Flour: ચોખાના લોટથી બનતા કેટલાક ફેસપેકનો ઉપયોગ કરવાથી પણ ત્વચાની ચમક વધે છે અને ડાર્ક સ્પોટને દૂર કરી શકાય છે. તો ચાલો તમને જણાવીએ ચોખાના લોટમાં કઈ કઈ વસ્તુ ઉમેરીને ફેસપેક બનાવી શકાય છે.
Trending Photos
Rice Flour: ત્વચાને સુંદર અને હેલ્ધી બનાવી હોય તો મોંઘી ક્રીમનો જ ઉપયોગ કરવો પડે એવું જરૂરી નથી. દાદી-નાનીના સમયના કેટલાક નુસખા પણ ત્વચા માટે અસરકારક સાબિત થાય છે. કેટલીક પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ ચહેરા પર કરવામાં આવે તો ચહેરાની સુંદરતા રાતોરાત વધી શકે છે. આજે તમને આવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ જેના ફેસપેક બનાવીને ત્વચા પર લગાડશો તો એક દિવસમાં જ ત્વચામાં ફેરફાર દેખાવા લાગશે.
ચોખાનો ઉપયોગ અલગ અલગ રીતે સ્કીન કેરમાં કરવામાં આવે છે. જે રીતે ચોખાનું પાણી ત્વચા પર લગાડવાથી ફાયદો થાય છે તે રીતે જ ચોખાના લોટથી બનતા કેટલાક ફેસપેકનો ઉપયોગ કરવાથી પણ ત્વચાની ચમક વધે છે અને ડાર્ક સ્પોટને દૂર કરી શકાય છે. તો ચાલો તમને જણાવીએ ચોખાના લોટમાં કઈ કઈ વસ્તુ ઉમેરીને ફેસપેક બનાવી શકાય છે.
ચોખાનો લોટ અને ગુલાબજળ
એક વાટકીમાં જરૂર અનુસાર ચોખાનો લોટ લઈ તેમાં થોડું મધ અને ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવવો. આ પેસ્ટને ચહેરા પર 10 મિનિટ સુધી લગાડો. ત્યાર પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરી લો. આ ફેસપેકનો નિયમિત ઉપયોગ કરશો એટલે ટેનિંગની સમસ્યા દૂર થઈ જશે.
ચોખાનો લોટ અને એલોવેરા
ઉનાળાના દિવસોમાં આ ફેસપેક સૌથી બેસ્ટ સાબિત થાય છે. એક વાટકીમાં ચોખાનો લોટ લઈ તેમાં એલોવેરા જેલ અને કાકડીનો રસ મિક્સ કરો. હવે આ પેસ્ટને ચહેરા પર અને ગરદન પર સારી રીતે લગાડો. 15 મિનિટ સુધી તેને સુકાવા દો અને પછી ચહેરાને પાણીથી સાફ કરી લો.
ચોખાનો લોટ અને દૂધ
ચોખાના લોટમાં દૂધ ઉમેરીને ચહેરા પર લગાડવાથી ચહેરાનો રંગ સાફ થાય છે. તમે આ મિશ્રણમાં ચપટી હળદર પણ ઉમેરી શકો છો. હળદર થી ત્વચા એક્સફોલિયેટ થાય છે અને ત્વચા હેલ્ધી રહે છે.
ચોખાનો લોટ અને ટામેટાનો રસ
ચોખાના લોટમાં ટમેટાનો રસ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને 10 થી 15 મિનિટ માટે ચહેરા પર અને ગરદન પર લગાડો. ત્યાર પછી પાણીથી ચહેરો સાફ કરી લો. તેનાથી ચહેરાની સુંદરતા વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે