Ayurvedic Remedies: આ આયુર્વેદિક ઉપાયો કરશો તો ચહેરા પરથી તુરંત ગાયબ થશે ખીલ અને ખીલના ડાઘ

Ayurvedic Remedies: ઉનાળાના દિવસોમાં જેમની ઓઇલી સ્કિન હોય તેમણે સ્કીનની એક્સ્ટ્રા કેર કરવાની જરૂર પડે છે. આજે તમને આવા જ કેટલાક સ્કીન કેર ઉપાયો વિશે જણાવીયે. જેને કરવાથી ખીલથી ઝડપથી મુક્તિ મળે છે અને સાથે જ ત્વચા પરથી ડાઘ પણ દૂર થઈ જાય છે.

Ayurvedic Remedies: આ આયુર્વેદિક ઉપાયો કરશો તો ચહેરા પરથી તુરંત ગાયબ થશે ખીલ અને ખીલના ડાઘ

Ayurvedic Remedies: ખીલની સમસ્યા કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. ખીલનો જેન્ડર કે ઉંમર સાથે કોઈ સંબંધ હોતો નથી. ખીલ થવાનું મુખ્ય કારણ હોર્મોનલ ચેન્જીસ પણ હોઈ શકે છે અને સાથે જ જંક ફૂડ કે તળેલું ખાવાની આદત પણ હોઈ શકે છે. આ સિવાય જે લોકોની સ્કિન ઓઇલી હોય તેમને પણ ખીલની સમસ્યા વધારે રહેતી હોય છે..

સ્કીનમાંથી વધારે ઓઇલ નીકળવાના કારણે પોર્સ બ્લોક થઈ જાય છે અને તેના કારણે ખીલ થવા લાગે છે. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં જેમની ઓઇલી સ્કિન હોય તેમણે સ્કીનની એક્સ્ટ્રા કેર કરવાની જરૂર પડે છે. આજે તમને આવા જ કેટલાક સ્કીન કેર ઉપાયો વિશે જણાવીયે. જેને કરવાથી ખીલથી ઝડપથી મુક્તિ મળે છે અને સાથે જ ત્વચા પરથી ડાઘ પણ દૂર થઈ જાય છે.

આજના સમયમાં લોકોને જીવનશૈલી દોડધામ ભરેલી થઈ ગઈ છે. જેના કારણે લોકો પાસે સ્કીન કેરનો પણ સમય નથી. પરંતુ ઉનાળાના દિવસોમાં સ્કીન કેર પર ખાસ ધ્યાન આપવું જોઈએ. આજે તમને સૌથી સામાન્ય સ્કીન પ્રોબ્લેમ એટલે કે ખીલને દૂર કેવી રીતે કરવા તે જણાવીએ. 

સૂકા ધાણા

સૂકા ધાણાનો પાવડર બનાવી તેમાં દૂધ મિક્સ કરી ઘટ્ટ પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને જે આ પિમ્પલ થયા હોય ત્યાં લગાડો. 10 મિનિટ પછી પાણીથી તેને સાફ કરી લો. 

જાયફળ

જાયફળની મદદથી પણ ખીલને દૂર કરી શકાય છે.. તેના માટે જયફળનો પાવડર કરી તેમાં કાચું દૂધ મિક્સ કરો. ત્યાર પછી આ પેસ્ટને ચહેરા પર લગાડો. દસ મિનિટ પછી નોર્મલ પાણીથી ચહેરો સાફ કરી લો. 

કાળા મરી

કાળા મરીનો પાવડર બનાવી તેમાં પણ દૂધ મિક્સ કરી પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને ખીલ ઉપર લગાડી દસ મિનિટ રાખો. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો. મરીનો ઉપયોગ કરો તો આ પેસ્ટને ફક્ત એ જગ્યાએ જ લગાડો જ્યાં ખીલ છે આખા ચહેરા પર લગાડવું નહીં. 

અહીં દર્શાવેલા ફેસપેકને અઠવાડિયામાં બે થી ત્રણ વખત ચહેરા પર લગાડવાનું રાખશો તો ચહેરા પરથી ખીલ અને ખીલના કારણે પડેલા ડાઘા તુરંત જ દૂર થઈ જશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news