Stitch Marks: ચામડી પર ટાંકાના નિશાનથી પરેશાન છો? ફટાફટ આ ઉપાય અજમાવો, થશે દૂર!

બાળપણમાં અથવા ગમે ત્યારે ગંભીર ઈજાના કિસ્સામાં તેને ટાંકા લઈને સારવાર કરવામાં આવે છે. ઘા મટ્યા પછી ટાંકા પણ દૂર કરવામાં આવે છે પરંતુ તેના ડાઘના નિશાન વિસ્તારમાં રહે છે. આ નિશાન સ્કિન પર ખુબ જ ખરાબ લાગે છે. કેટલીકવાર લોકો આ નિશાનને દૂર કરવા માટે વિવિધ પ્રકારની ક્રીમ લગાવે છે, તેમ છતાં ડાઘ દૂર થતાં નથી. જો તમે પણ તમારી ઈજાને કારણે થતા ટાંકાના ડાઘ દૂર કરવા માંગો છો, તો વાંચો આ લેખ....

Stitch Marks: ચામડી પર ટાંકાના નિશાનથી પરેશાન છો? ફટાફટ આ ઉપાય અજમાવો, થશે દૂર!

બાળપણમાં અથવા ગમે ત્યારે ગંભીર ઈજાના કિસ્સામાં તેને ટાંકા લઈને સારવાર કરવામાં આવે છે. ઘા મટ્યા પછી ટાંકા પણ દૂર કરવામાં આવે છે પરંતુ તેના ડાઘના નિશાન વિસ્તારમાં રહે છે. આ નિશાન સ્કિન પર ખુબ જ ખરાબ લાગે છે. કેટલીકવાર લોકો આ નિશાનને દૂર કરવા માટે વિવિધ પ્રકારની ક્રીમ લગાવે છે, તેમ છતાં ડાઘ દૂર થતાં નથી. જો તમે પણ તમારી ઈજાને કારણે થતા ટાંકાના ડાઘ દૂર કરવા માંગો છો, તો આ નિશાનોને એલોવેરા અને લીંબુમાંથી દૂર કરો.

આ સરળ ઘરેલું ટિપ્સની મદદથી સ્કિન પરના ટાંકાના નિશાન એકદમ દૂર નથી કરી શકાતા. પરંતુ તેને હળવા કરી શકાય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે લીંબુ અને એલોવેરાથી ટાંકાના નિશાનને આછા કરી શકાય છે.

એલોવેરાથી ટાંકાના નિશાનની સારવાર

સામગ્રી-

એક ચમચી એલોવેરા જેલ

-કેવી રીતે કરશો ઉપયોગ
સૌથી પહેલાં ટાંકાના નિશાનની જગ્યાને પાણીથી સરખી રીતે સાફ કરી લો.
તે પછી તેના પર એલોવેરા જેલ લગાવો. એલોવેરાના રેગ્યુલર ઉપયોગથી નિશાન આછુ થવા લાગે છે. એલોવેરા એક શ્રેષ્ઠ મોઈશ્ચુરાઈઝ છે જે સ્કિનની નમી યથાવત રાખે છે. આ સાથે જ ટાંકાના નિશાનને હળવા કરી દે છે.

લીંબુનો રસ-

સામગ્રીઃ

એક અથવા બે ચમચી લીંબુનો રસ લો.
કોટન લઈ લો.

-કેવી રીતે કરશો ઉપયોગ
લીંબુના રસમાં કોટનના પેડનો ડુબાડો. પછી આ પેડને થોડી વાર માટે ટાંકાના નિશાન પર લગાવો.
તે પછી નિશાન વાળી જગ્યા પરના રસને સાફ કરી લો, પછી મોઈશ્ચુરાઈઝર લગાવો. આ પ્રક્રિયાને  દરરોજ બેથી ત્રણવાર કરી શકો છો.

ટાંકાના નિશાનને આછા કરવા માટે લીંબુનો રસ ખુબ જ ઉપયોગી છે. લીંબુમાં વિટામિન સી વધારે માત્રામાં હોય છે. જે ટાંકાના નિશાનને હળવા કરવામાં મદદ કરે છે. લીંબુનો રસ સતત લગાવવાથી એક મહિનાની અંદર સ્કિન પરથી ટાંકાના ડાઘ હળવા થઈ જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news