નહાતા પહેલા 10 મિનિટ ચહેરા પર લગાડો આ વસ્તુ, ત્વચા પરના ડાઘ-ધબ્બા થઈ જશે દૂર

Summer Skin Care: આજે તમને એવા ઘરગથ્થુ નુસખા વિશે જણાવીએ જે તમારા ચહેરાની રંગત બદલી દેશે. આ નુસખા ઘરમાં રહેલી વસ્તુથી કરવામાં આવે છે અને તેનાથી ડેડ સ્કિન, ટેનિંગ, ખીલ, ડાઘ વગેરે ઝડપથી દૂર થાય છે. 

નહાતા પહેલા 10 મિનિટ ચહેરા પર લગાડો આ વસ્તુ, ત્વચા પરના ડાઘ-ધબ્બા થઈ જશે દૂર

Summer Skin Care: ઘણી વખત ચહેરાની સુંદરતા પર ખીલ અને ખીલના કારણે થયેલા ડાઘ ગ્રહણ લગાડી દેતા હોય છે. તેવામાં પ્રશ્ન એ થાય કે આ ખીલ અને તેના ડાઘથી છુટકારો કેવી રીતે મેળવવો. તો આજે તમને એવા ઘરગથ્થુ નુસખા વિશે જણાવીએ જે તમારા ચહેરાની રંગત બદલી દેશે. આ નુસખા ઘરમાં રહેલી વસ્તુથી કરવામાં આવે છે અને તેનાથી ડેડ સ્કિન, ટેનિંગ, ખીલ, ડાઘ વગેરે ઝડપથી દૂર થાય છે. અને ત્વચાની સુંદરતા વધે છે. આ ઘરગથ્થુ નુસખા મોંઘા બ્યુટી પ્રોડક્ટ કરતાં પણ વધારે અસરકારક સાબિત થશે. 

આ પણ વાંચો:

બટેટાનો રસ

ત્વચાની રંગત નિખારવા માટે બટેટા નો ઉપયોગ કરી શકાય છે તેના માટે બટેટાને ખમણી લેવું અને તેનો રસ કાઢી લેવો. આ રસને રૂ ની મદદ થી ચહેરા અને ગળા ઉપર બરાબર રીતે લગાડો અને હળવા હાથે મસાજ કરો. 15 મિનિટ તેને ચહેરા પર રહેવા દો અને પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં બે વખત કરશો તો તમારી ત્વચા ઉપર રંગત જોવા મળશે. કારણ કે બટેટામાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ અને બ્લીચિંગ એજન્ટ તમારી ડેડ સ્કીનને દૂર કરી દેશે અને નેચરલ ગ્લો વધારશે. 

આમળા અને એલોવેરા

સૌથી પહેલા એક ચમચી આમળાનો રસ લેવો અને તેમાં એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરવું. બંને વસ્તુને ચહેરા પર બરાબર રીતે લગાડો અને 20 મિનિટ પછી ચહેરો ધોઈ લેવો. આ બંને વસ્તુ પણ તમારા ચહેરા પરથી ટ્રેનિંગ હટાવશે અને સ્કીનમાં ગ્લો લાવશે.

સંતરા અને કાચું દૂધ

સૌથી પહેલા સંતરાની છાલનો પાવડર લેવો અને તેમાં કાચું દૂધ મિક્સ કરવું. આ બંને વસ્તુને ચહેરા પર લગાડો અને દસ મિનિટ પછી સરક્યુલર મોશનમાં તેને રબ કરો અને ચહેરો ઠંડા પાણીથી સાફ કરો. અઠવાડિયામાં બે વખત તેનો ઉપયોગ કરવાથી ત્વચા પરથી ડાઘ ધબ્બા દૂર થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news