White Hair: લીમડામાં આ વસ્તુ ઉમેરી 30 મિનિટ માટે લગાડો માથા પર, સફેદ વાળ મૂળથી થઈ જશે કાળા
White Hair: જો ઉંમર પહેલા જ વાળ સફેદ થવા લાગે તો તેના માટે મીઠા લીમડાના પાનનો આ નુસખો ખૂબ જ અસરકારક સાબિત થાય છે. મીઠા લીમડાના પાનને આ રીતે વાળમાં નિયમિત રીતે લગાડશો તો તમારા સફેદ વાળ કુદરતી રીતે કાળા થવા લાગશે.
Trending Photos
White Hair: વાળ સંબંધિત વિવિધ સમસ્યાઓમાં સફેદ વાળની સમસ્યા સૌથી વધુ લોકોને સતાવતી હોય છે. ઘણા એવા લોકો હોય છે જેમને નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જવાની સમસ્યા સતાવતી હોય છે. જો ઉંમર પહેલા જ વાળ સફેદ થવા લાગે તો તેના માટે મીઠા લીમડાના પાનનો આ નુસખો ખૂબ જ અસરકારક સાબિત થાય છે. મીઠા લીમડાના પાનને આ રીતે વાળમાં નિયમિત રીતે લગાડશો તો તમારા સફેદ વાળ કુદરતી રીતે કાળા થવા લાગશે.
સફેદ વાળ માટે ઘરેલુ ઉપાય
સફેદ વાળને કાળા કરવા માટે મીઠા લીમડાના પાન અને આમળાનો રસ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. લીમડાના પાનમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. આ પાનનો ઉપયોગ કરવાથી વાળને જરૂરી પોષણ મળે છે અને તેનો રંગ પણ બદલે છે. મીઠા લીમડાના પાન હેર ફોલિકલ્સને પણ ફાયદો કરે છે જેથી હેર મજબૂત થાય છે.
આમળા વિટામીન સીથી ભરપૂર હોય છે અને તે પણ ડેમેજવાળને રીપેર કરવામાં મદદ કરે છે. આમળા અને લીમડાનો સાથે ઉપયોગ કરવાથી સફેદ વાળ કાળા થવા લાગે છે સાથે જ ડેમેજ હેર ઓછા થઈ જાય છે અને વાળ મજબૂત બને છે.
સફેદ વાળની સમસ્યાને દૂર કરવા માટે મીઠા લીમડાના પાનને પીસી તેની પેસ્ટ બનાવો અને તેમાં આમળાનો રસ મિક્સ કરી વાળના મૂળમાં સારી રીતે લગાડો. આ પેસ્ટને વાળમાં અડધી કલાક સુધી લગાડો અને પછી સાદા પાણીથી તેને ધોઈ લો. અઠવાડિયામાં બે થી ત્રણ વખત આ નુસખો અજમાવશો એટલે તમારા સફેદ થતા વાળ મૂળમાંથી કાળા થવા લાગશે.
આ સિવાય તમે નાળિયેરના તેલમાં લીમડાના પાનને ઉકાળી લીમડાનું તેલ તૈયાર કરી શકો છો આ તેલથી અઠવાડિયામાં ત્રણ વખત માલિશ કરશો તો પણ સફેદ હેરનો ગ્રોથ અટકી જશે અને વાળ કાળા થવાની શરૂઆત થઈ જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે