Beauty Tips: નખને ઝડપથી લાંબા કરવા આ 2 વસ્તુઓ રોજ રાત્રે લગાડો નખ પર, નેલ એક્સટેન્શનની નહીં પડે જરૂર

Beauty Tips: આજે તમને જણાવીએ કે તમે કેટલાક ઘરેલુ નુસખા કરીને કેવી રીતે તમારા નખને લાંબા કરી શકો છો. આ ઘરેલુ નુસખા અજમાવીને તમે નેલ એક્સટેન્શન વિના પણ નખને લાંબા કરી શકો છો. નખને લાંબા કરવાના આ ખૂબ જ અસરકારક ઉપાય છે. 

Beauty Tips: નખને ઝડપથી લાંબા કરવા આ 2 વસ્તુઓ રોજ રાત્રે લગાડો નખ પર, નેલ એક્સટેન્શનની નહીં પડે જરૂર

Beauty Tips: દરેક યુવતીની ઈચ્છા હોય કે તેના નખ લાંબા હોય. પરંતુ ધ્યાન રાખવા છતાં નખ થોડા લાંબા થાય એટલે તૂટી જાય છે તો કેટલીક યુવતીની સમસ્યા એ હોય છે કે તેના નખનો ગ્રોથ ખૂબ જ ઓછો થાય છે. આજે તમને જણાવીએ કે તમે કેટલાક ઘરેલુ નુસખા કરીને કેવી રીતે તમારા નખને લાંબા કરી શકો છો. આ ઘરેલુ નુસખા અજમાવીને તમે નેલ એક્સટેન્શન વિના પણ નખને લાંબા કરી શકો છો. નખને લાંબા કરવાના આ ખૂબ જ અસરકારક ઉપાય છે. 

લસણ

આ ખૂબ જ જૂનો નુસખો છે. લસણને નખ ઉપર ઘસવાથી નખ ઝડપથી લાંબા થાય છે. પરંતુ મોટા ભાગના લોકો આમ કરવાનું ટાળે છે કારણ કે લસણમાંથી તીવ્ર ગંધ આવે છે. દિવસ દરમિયાન તમે આ નુસખો અજમાવી ન શકો તો રાત્રે સૂતા પહેલા લસણની એક કળીને નખ ઉપર ઘસીને રાખી દો.

નખ રાખો શેપમાં

જો તમે નખને શેપમાં નથી રાખતા તો તેનાથી પણ નખનો ગ્રોથ ઘટી જાય છે. નખ લાંબા કરવા હોય તો તેના માટે નખ નાના હોય ત્યારથી જ તેનો યોગ્ય શેપમાં રાખવાનું રાખો. 

નાળિયેર તેલ

નાળિયેર તેલ પણ નખના ગ્રોથ માટે ફાયદાકારક છે. તેનાથી નખને મોઈશ્ચર મળે છે અને નખ સોફ્ટ તેમજ ચમકદાર બને છે. તેનાથી નખ લાંબા પણ ઝડપથી થશે. તમે રોજ રાત્રે નખ પર નાળિયેર તેલ લગાડી દેશો તો ઝડપથી રિઝલ્ટ જોવા મળશે.

આ સિવાય જો તમારે નખ લાંબા કરવા હોય તો કેટલીક વાતોનું ધ્યાન પણ રાખવું. જેમકે નખને ચોખા રાખવા માટે તેની સફાઈ પર વિશેષ ધ્યાન આપો. નખને શેપમાં રહે તે માટે થોડા થોડા દિવસે કટ કરતા રહો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news