Steam Facial:આ વસ્તુઓને પાણીમાં ઉમેરી 10 મિનિટ લો સ્ટીમ, ચહેરા પર તુરંત આવશે નિખાર
Steam Facial: ઘણી વખત એવું થાય છે કે અચાનક કોઈ ફંક્શનમાં જવાનું થાય ત્યારે ખૂબ ઓછા સમયમાં તૈયાર થવાનું હોય છે. આવી સ્થિતિમાં જો તમે સ્ટીમ ફેશિયલ કરો છો તો તેનાથી ત્વચા પર ઇન્સ્ટન્ટ ગ્લો આવે છે. સ્ટીમ ફેશિયલ માટે પાણીમાં કેટલીક વસ્તુઓ ઉમેરી સ્ટીમ લેવાની હોય છે.
Trending Photos
Steam Facial: ચેહરાને સુંદર અને ત્વચાને ગ્લોઈંગ બનાવવા માટે લોકો અલગ અલગ વસ્તુઓ અને ટ્રીટમેન્ટની મદદ લેતા હોય છે. ચહેરાની સુંદરતા વધારતી ટ્રીટમેન્ટમાંથી એક ફેશિયલ પણ છે. ફેશિયલ ત્વચાને ચમકદાર બનાવે છે અને નિખાર લાવે છે. પરંતુ શું તમે આજ સુધી ત્વચા પર સ્ટીમ ફેશિયલ કર્યું છે ? નોર્મલ ફેશિયલની જેમ સ્કીન પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા માટે સ્ટીમ ફેશિયલની મદદ લેવામાં આવે છે. ઘણી વખત એવું થાય છે કે અચાનક કોઈ ફંક્શનમાં જવાનું થાય ત્યારે ખૂબ ઓછા સમયમાં તૈયાર થવાનું હોય છે. આવી સ્થિતિમાં જો તમે સ્ટીમ ફેશિયલ કરો છો તો તેનાથી ત્વચા પર ઇન્સ્ટન્ટ ગ્લો આવે છે. સ્ટીમ ફેશિયલ માટે પાણીમાં કેટલીક વસ્તુઓ ઉમેરી સ્ટીમ લેવાની હોય છે.
સ્ટીમ લેવાની આ રીત ચહેરા પર નેચરલ ગ્લો વધારે છે. તો ચાલો તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ જેને પાણીમાં ઉમેરીને સ્ટીમ લેવાથી ત્વચાને તુરંત લાભ થાય છે.
કાકડી
સ્ટીમ લેવાના પાણીમાં કાકડીના ટુકડા કરી ઉમેરી તેમાં લવેન્ડર ઓઇલ અને ગ્રીન ટી બેગ ઉમેરી દો. હવે આ પાણી વડે સ્ટીમ લેશો તો ચહેરા પર ઇન્સ્ટન્ટ લો આવશે.
લીંબુ
લીંબુનો ઉપયોગ અલગ અલગ રીતે સ્કીન કેર રૂટિનમાં કરવામાં આવે છે. તેનો ઉપયોગ તમે સ્ટીમ લેવામાં પણ કરી શકો છો. ચહેરાની રંગત 10 મિનિટમાં જ વધારવી હોય તો સ્ટીમ લેવાના પાણીમાં લીંબુની છાલ, 1 ગ્રીન ટી બેગ અને ફુદીનાનું તેલ ઉમેરી દો. હવે આ પાણી વડે સ્ટીમ લેશો તો સ્કીન ડીટોક્સીફાય થઈ જશે અને ગ્લો વધી જશે.
વરીયાળી અને તમાલપત્ર
તમાલપત્ર અને વરિયાળી પણ સ્ટીમ લેવાના પાણીમાં ઉમેરી શકાય છે. તેના માટે તેજ પત્તાના ટુકડા કરી એક ચમચી વરિયાળી સાથે તેને પાણીમાં મિક્સ કરી દો. તેની સાથે તમે રોઝ એસેન્સિયલ ઓઇલ પણ ઉમેરી શકો છો. આ પાણીથી સ્ટીમ લેવાથી ડેડ સ્કીન દૂર થઈ જશે અને ત્વચા ચમકદાર દેખાશે.
લીમડો
સ્ટીમ લેવાના પાણીમાં કડવા લીમડાના પાંચ થી સાત પાન ઉમેરી બરાબર ઉકાળી તેના વડે સ્ટીમ લો. આ પાણીથી સ્ટીમ લેવાથી બંધ પોર્સ ખુલી જશે અને ત્વચાની ગંદકી બહાર નીકળી જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે