ડાયાબિટીસના દર્દી માટે ઘઉંના લોટની રોટલી છે ઝેર સમાન, ખાવી જોઈએ આ લોટની રોટલી
Diabetes Diet: ડાયાબિટીસના દર્દી ઘઉંની રોટલીનું સેવન વધારે કરે તો બ્લડ સુગર ઝડપથી વધી શકે છે. તેના બદલે ડાયાબિટીસના દર્દીએ પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર રોટીનું સેવન કરવું જોઈએ.
Trending Photos
Diabetes Diet: ડાયાબિટીસ એક લાઈફ સ્ટાઈલ સંબંધિત સમસ્યા છે જેના દર્દીની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. લગભગ દરેક ઘરમાં એક વ્યક્તિ તો એવું હોય જેને ડાયાબિટીસ હોય. આ સમસ્યા થાય ત્યારે વ્યક્તિએ વિશેષ રીતે પોતાના આહારનું ધ્યાન રાખવું જોઈએ. કારણકે ખોરાકમાં બેદરકારી બ્લડ સુગરને વધારી શકે છે. સાથે જ દવાનું સેવન પણ નિયમિત કરવું પડે છે. જો તમારે બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવું હોય તો એક ઉપાય કરી શકાય છે. ડાયાબિટીસના દર્દીએ હાઈ બ્લડ સુગરને કંટ્રોલમાં કરવું હોય તો ભોજનમાંથી ઘઉંના લોટમાંથી બનેલી રોટલી ને અલવિદા કહી દેવું જોઈએ. તેના બદલે આ લોટનો ઉપયોગ કરવાનું રાખો.
આ પણ વાંચો:
સામાન્ય રીતે દરેક ઘરમાં ઘઉંના લોટની રોટલી જ બને છે. પરંતુ તેમાં કાર્બોહાઈડ્રેટ વધારે હોય છે. જો ડાયાબિટીસના દર્દી ઘઉંની રોટલીનું સેવન વધારે કરે તો બ્લડ સુગર ઝડપથી વધી શકે છે. તેના બદલે ડાયાબિટીસના દર્દીએ પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર રોટીનું સેવન કરવું જોઈએ.
જુવારના લોટની રોટલી
જુવારના લોટમાં ડાયટરી ફાઇબર, પ્રોટીન જેવા ગુણ ભરપૂર પ્રમાણમાં હોય છે. સાથે જ તે ગ્લુટન ફ્રી હોય છે જેના સેવનથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.
ચણાનો લોટ
જે લોકોને ડાયાબિટીસ હોય તેમન ચણાના લોટની રોટલી ખાવી પણ લાભકારી છે. ચણાના લોટમાં પ્રોટીન અને ફાઇબર જેવા ગુણ હોય છે અને આ લોટ પણ ગ્લુટન ફ્રી હોય છે જેથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.
રાગીની રોટલી
રાગીમાં ફાઇબરનું પ્રમાણ સારું એવું હોય છે તેનું સેવન કરવાથી વજન પણ કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસના દર્દીનું સુગર પણ મેન્ટેન રહે છે.
દિવસ દરમિયાન ખાવી આટલી રોટલી
સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે એક વયસ્ક વ્યક્તિએ દિવસમાં બે રોટલી નું સેવન કરવું જોઈએ. જો તમને હાઈ બીપી છે તો દિવસમાં છ થી સાત રોટલી ખાઈ શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે