Honeymoon Destinations: ભારતની આ 4 જગ્યા છે બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન, ચોથી જગ્યા તો દરેક કપલની પહેલી પસંદ

Honeymoon Destinations: આ ટ્રીપ પર પહેલી વખત પતિ પત્ની એકબીજા સાથે ફરવા નીકળે છે. તેથી હનીમૂનની જગ્યા પણ ખૂબ જ મહત્વની થઈ જાય છે. હાલ જ્યારે લગ્નની સિઝન ચાલી રહી છે તો તમને ભારતના ચાર બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન વિશે જણાવીએ. ભારતની આ ચાર જગ્યા હનીમૂન કપલ માટે બેસ્ટ છે. 

Trending Photos

Honeymoon Destinations: ભારતની આ 4 જગ્યા છે બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન, ચોથી જગ્યા તો દરેક કપલની પહેલી પસંદ

Honeymoon Destinations: દરેક કપલ લગ્ન પછી હનીમૂન પર જવાને લઈને ઉત્સાહિત હોય છે. લગ્ન પછી પતિ પત્ની બેસ્ટ ડેસ્ટિનેશન પર હનીમૂન માટે જવાનું પસંદ કરે છે. લગ્ન માટેની તૈયારીઓ અને દોડધામ પછી કપલ એવી જગ્યાએ જવા માંગે છે જ્યાં તેઓ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે અને સાથે જ એક યાદગાર પ્રવાસનો અનુભવ કરે. 

હનીમૂન જીવનભર યાદ રહે છે કારણ કે આ ટ્રીપ પર પહેલી વખત પતિ પત્ની એકબીજા સાથે ફરવા નીકળે છે. તેથી હનીમૂનની જગ્યા પણ ખૂબ જ મહત્વની થઈ જાય છે. હાલ જ્યારે લગ્નની સિઝન ચાલી રહી છે તો તમને ભારતના ચાર બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન વિશે જણાવીએ. ભારતની આ ચાર જગ્યા હનીમૂન કપલ માટે બેસ્ટ છે. 

ગોવા

લગ્ન પછી તમે હનીમૂન માટે ગોવા જઈ શકો છો. ભારતમાં સૌથી બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન માંથી એક ગોવા છે. ગોવામાં દરિયાકિનારે તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક ક્ષણો માણી શકો છો. ગોવાની લેટ નાઈટ પાર્ટી અને ધમાલ તમારા હનીમૂન ને યાદગાર બનાવી દેશે. ગોવામાં ફરવા માટે અલગ અલગ બીચ છે. 

મનાલી

મનાલી પણ એક એવું ડેસ્ટિનેશન છે જ્યાં હનીમૂન માટે જવું કપલ પસંદ કરે છે.. લગ્ન પછી મનાલી ફરવા જવું યાદગાર અનુભવ સાબિત થશે. બરફથી ઢંકાયેલી ઘાટી, સુંદર ફૂલ ના બગીચા તમારું મન મોહી લેશે. અહીં તમે તમારા પાર્ટનર સાથે રિવર રાફ્ટિંગ, ટ્રેકિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટી પણ કરી શકો છો. 

દાર્જિલિંગ

ચાના બગીચા માટે પ્રખ્યાત દાર્જીલિંગ પણ બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન છે. દાર્જિલિંગને ક્વીન ઓફ હિલ્સ પણ કહેવાય છે. જો તમે હનીમૂન ને યાદગાર બનાવવા માંગો છો તો અહીં ટોય ટ્રેનમાં ફરી શકો છો. અહીંના ચાના બગીચા, દેવદારના જંગલ, નદીઓ અને સુંદર નજારા તમારા હનીમૂનને યાદગાર બનાવશે. 

શ્રીનગર

શ્રીનગર હનીમૂન માટે કપલની પહેલી પસંદ રહે છે. શ્રીનગરમાં હાઉસબોટ માં રહીને તમે હનીમૂનને યાદગાર બનાવી શકો છો. અહીં કુદરતના ખોળે તમે પાર્ટનર સાથે શાંતિથી સમય પસાર કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news