Top Courses: દર મહિને લાખો રૂપિયા કમાવવા હોય તો આજે જ આ કોર્સ કરો, પૈસાનો વરસાદ થશે
Top Education Courses: આજે દરેક બાળકના માતા-પિતા એ ટેન્શનમાં હોય છે કે બાળકને શું કરાવશું તો એ જિંદગીમાં આગળ જઈ ઉજ્જવળ કારર્કિદી અને ભવિષ્ય બનાવે. જો તમને આ ચિંતા હોય તો બાળકોને આ કોર્ષ કરાવી લો..
Trending Photos
Top Education Courses: બદલતા સમયની સાથે ભણતર અને નોકરીને લઈને યુવાનના વિચારો પણ બદલી રહ્યા છે. હવે ધોરણ 10 અને 12 પછી યુવાનો ફક્ત એમબીએ કરવાનું સપનું નથી જોતા. યુવાનો એવા કોર્સ કરવાનું પસંદ કરે છે જેને કર્યા પછી તેમને તુરંત જ નોકરી મળે અથવા તો કામ મળે. સાથે જ આ કોર્સ થતી તેમને દર મહિને લાખો રુપિયાની કમાણી પણ થાય. માતા-પિતાને પણ આવી જ ચિંતા હોય છે. અને તેઓ પણ એવું ઈચ્છે છે કે બાળકો એવા કોર્સ પસંદ કરે જેમાં તેમનું ભવિષ્ય ઉજ્જવળ હોય અને તેઓ સારી કમાણી કરતા થાય. તો આજે તમને કેટલાક આવા જ નવા કોર્સ વિશે જણાવીએ.
વર્તમાન સમયમાં આ કોર્સ ખૂબ જ ડિમાન્ડમાં છે. જો તમારું બાળક આમાંથી કોઈ કોર્સને પસંદ કરે છે અને તેમાં આગળ વધે છે તો કોર્સ કર્યા પછી તેને મહિને લાખો રૂપિયા કમાવવાની તક મળે છે.
ડેટા સાયન્સ
તમે ડેટા સાયન્સ, ડિજિટલ માર્કેટિંગ વગેરે ક્ષેત્રોમાં કારકિર્દી બનાવીને દર મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો. ડેટા સાયન્સ એ સૌથી ઝડપથી વિકસતા ક્ષેત્રોમાંનું એક છે. ડેટા વૈજ્ઞાનિકો ડેટાનું કાર્યાત્મક વિશ્લેષણ કરીને વ્યવસાયોને વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરે છે. આમાં Machine Learning, Artificial Intelligence, Python, R, SQL, Statistics વગેરે વિષયોમાં તમે કોર્ષ કરી સારી કમાણી કરી શકો છો.
ડિજિટલ માર્કેટીંગ
ડિજિટલ ટેક્નોલોજી એ આજનો જમાનો છે એનો ટ્રેન્ડ પણ વધ્યો છે. વિશ્વનો દરેક વ્યવસાય તેની ઑનલાઇન હાજરી વધારવા માંગે છે. ડિજિટલ માર્કેટીંગ ક્ષેત્રે લોકોની ખુબ માંગ છે. SEO, SEM, SMM, PPC, Content Marketing, Email Marketing, Google Ads, Analytics વગેરે જેવા વિષયોમાં ડિજિટલ માર્કેટિંગમાં નિપુણતા પ્રાપ્ત કરીને તમે દર મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો.
સોફ્ટવેર ડેવલપમેન્ટ
સોફ્ટવેર ડેવલપમેન્ટનું ક્ષેત્ર પણ ઝડપથી વધી રહ્યું છે. જેઓ વેબસાઈટ, મોબાઈલ એપ્લિકેશન અને અન્ય સોફ્ટવેર પ્રોગ્રામ બનાવે છે.
હેલ્થકેર
આજના સમયમાં હેલ્થકેર પણ ખૂબ જ ઉભરતું ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં ડોક્ટર, નર્સ, ફાર્માસિસ્ટ, મેડિકલ લેબ ટેકનિશિયન, ડેન્ટિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ વગેરે કારકિર્દીના વિકલ્પો છે.
નાણાકીય ક્ષેત્ર
નાણાકીય ક્ષેત્રે પણ ઘણી તકો છે. આમાં તમે Investment Banking, Financial Planning, Wealth Management, Risk Management વગેરેમાં કારકિર્દી બનાવી શકો છો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે