SSB Recruitment 2024: એસએસબીમાં નોકરીની શાનદાર તક! પસંદગી થશે તો તમને 215000 રૂપિયા પગાર મળશે 

SSB Recruitment 2024: સશસ્ત્ર સીમા બળ (SSB) માં નોકરી શોધી રહેલા યુવાઓ માટે ઉત્તમ તક છે. જો તમે પણ આ જગ્યાઓ સંબંધિત યોગ્યતા ધરાવતા હોવ તો તમારા માટે અવસર છે. એસએસબીએ એડિશનલ જજ એટોર્ની જનરલ (કમાન્ડ) ના પદો માટે ભરતી કાઢી છે

SSB Recruitment 2024: એસએસબીમાં નોકરીની શાનદાર તક! પસંદગી થશે તો તમને 215000 રૂપિયા પગાર મળશે 

SSB Recruitment 2024: સશસ્ત્ર સીમા બળ (SSB) માં નોકરી શોધી રહેલા યુવાઓ માટે ઉત્તમ તક છે. જો તમે પણ આ જગ્યાઓ સંબંધિત યોગ્યતા ધરાવતા હોવ તો તમારા માટે અવસર છે. એસએસબીએ એડિશનલ જજ એટોર્ની જનરલ (કમાન્ડ) ના પદો માટે ભરતી કાઢી છે. જો તમારે આ જગ્યા માટે અરજી કરવી હોય તો તમે અધિકૃત વેબસાઈટ ssb.gov.in ના માધ્યમથી અરજી કરી શકો છો. આ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 

SSB ની આ ભરતીના માધ્યમથી એડિશનલ જજ એટોર્ની જનરલ (કમાન્ડ)ના પદો માટે જગ્યા ભરવાની છે. જે પણ આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતા હોય તેઓ રોજગાર સમાચાર માં પ્રકાશિત તારીખથી 30 દિવસની અંદર અરજી કરી શકે છે. જો તમે પણ આ પદો માટે અરજી કરવા ઈચ્છતા હોવ તો અહીં અપાયેલી વિગતો ધ્યાનપૂર્વક વાંચો. 

SSB માં પસદંગી પામાનારનો પગાર
જે કોઈ પણ ઉમેદવારની પસંદગી એડિશનલ જજ એટોર્ની જનરલ (કમાન્ડ)ના પદે થાય તેમને પગાર  તરીકે લેવલ-13 હેઠળ 123100 રૂપિયાથી લઈને 215900 રૂપિયાનો પગાર મળશે. 

યોગ્યતા
SSB માં જે પણ આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતા હોવ તેમની પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કે તેના સમકક્ષ લોની ડિગ્રી હોવી જરૂરી છે. 

ઉંમર મર્યાદા
જે ઉમેદવાર એસએસબીની આ  ભરતી માટે અરજી કરી રહ્યા હોય તેમની ઉંમરમર્યાદા 56 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તો જ અરજીલાયક ગણવામાં આવશે. 

આ રીતે થશે પસંદગી
જે પણ ઉમેદવાર આ પદો માટે અરજી કરી રહ્યા હોય તેમની પસંદગી ઈન્ટરવ્યુ કે મૂલ્યાંકનના આધારે કરવામાં આવશે. વધુ વિગતો માટે નીચે આપેલી નોટિફિકેશન લિંક અને અરજી લિંક ચેક કરો. 

અન્ય જાણકારી
એસએસબીની આ જગ્યાઓ માટે જે પણ ઉમેદવાર અરજી કરવા ઈચ્છતા હોય તેમણે પોતાના અરજીફોર્મ ભરીને સંબંધિત ડોક્યુમેન્ટ્સ સાથે અધિકૃત નોટિફિકેશનમાં અપાયેલા વિગતો પ્રમાણે તથા અપાયેલ સરનામાં પર નિર્ધારિત સમય પહેલા મોકલી દેવાનું રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news