Sarkari Naukri: ધોરણ 10 પાસ માટે સરકારી કંપનીમાં નોકરીની શાનદાર તક, 45000 રૂપિયા પગાર મળશે
Government Job: જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હોવ તો આ તક હાથમાંથી જવા ન દેતા. આ સરકારી કંપનીએ અનેક પદો પર ભરતી કાઢી છે. સિલેક્શન થતા 45 હજાર રૂપિયા મહિને પગાર મળી શકે છે.
Trending Photos
Sarkari Naukri: જો તમને સરકારી નોકરીની રાહ જોતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. હાલમાં જ સરકારી કંપની નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડ (NCL) એ એક ભરતી નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ NCL એ શોવેલ, ડંપર ઓપરેટર સહિત અનેક પદો માટે ભરતી બહાર પાડી છે. જે ઉમેદવારો આ પદો માટે અરજી કરવા માંગતા હોય તો અધિકૃત વેબસાઈટ www.nclcil.in પર જઈને અરજી કરી શકે છે. અત્રે જણાવવાનું કે આ પદો માટે ભરતી પ્રક્રિયા ચાલુ છે અને ભરતી માટેની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2023 છે.
ભરતી અંગે માહિતી
કુલ પદ 338
શોવેલ ઓપરેટર
ડંપર ઓપરેટર
સરફેસ માઈનર ઓપરેટર
ડોઝર ઓપરેટર
ગ્રેડર ઓપરેટર
પે લોડર ઓપરેટર
ક્રેન ઓપરેટર
ક્વોલિફિકેશન
આ પદો માટે અરજી કરવા ઉમેદવાર કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડથી ધોરણ 10 પાસ હોવો જરૂરી છે.
ઉંમર મર્યાદા
આ પદો માટે અરજી કરવા ઈચ્છનારા ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 30 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે.
અરજી માટે ફી
આ પદો માટે અરજી કરવા ઈચ્છતા GEN/OBC/EWS કેટેગરીના ઉમેદવારોએ 1180 રૂપિયા અરજી ફી તરીકે ચૂકવવાના રહેશે. જ્યારે એસસી/એસટી એ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.
સિલેક્શન પ્રોસેસ
આ પદો માટે સિલેક્ટર થનારા ઉમેદવારોનો પગાર તરીકે માસિક 45,180 રૂપિયા વેતન મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે