Government Job: ધોરણ 10 પાસ માટે સરકારી કંપનીમાં નીકળી ભરતી, પગાર 72 હજારથી પણ વધુ
Sarkari Naukri: ઈચ્છુક ઉમેદવારો 30 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકે છે. વધુ વિગતો માટે અધિકૃત વેબસાઈટ પર જાઓ. ભરતી સંબંધિત તમામ વિગતો માટે વાંચો અહેવાલ....
Trending Photos
મેટ્રિક પાસ કરીને સરકારી નોકરી શોધી રહેલા યુવાઓ માટે મહત્વના સમાચાર છે. હિન્દુસ્તાન કોપર લિમિટેડે વિવિધ જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડી છે. આ પદો માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા 9 સપ્ટેમ્બર 2023થી ચાલુ છે. ઉમેદવારો 30 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકે છે. અરજી ફોર્મ અધિકૃત વેબસાઈટ hindustancopper.com દ્વારા સબમિટ કરવાનું રહેશે.
કુલ ખાલી જગ્યાઓમાં સહાયક ફોરમેન (ખનન), માઈનિંગ ગેટ ગ્રેડ1ના 16 પદ સામેલ છે. ઓનલાઈન અરજી બાદ ઉમેદવારોએ 14 ઓક્ટોબર સુધીમાં ફોર્મની હાર્ડ કોપી મોકલવાની રહેશે. છેલ્લી તારીખ બાદ આવનારી અરજી માન્ય ગણાશે નહીં.
અરજી માટે યોગ્યતા
સહાયક ફોરમેન (ખનન) પદો માટે ઉમેદવારો પાસે 3 વર્ષના અનુભવની સાથે ખનન એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કે મોટી ભૂમિગત ધાતુ ખાણોમાં 6 વર્ષના અનુભવની સાથે 10મું પાસ કરેલું હોવું જોઈએ. જ્યારે માઈનિંગ ગેટ ગ્રેડ માટે વધુમાં વધુ શૈક્ષણિક યોગ્યતા 10મું પાસ નક્કી કરવામાં આવી છે.
ઉમર મર્યાદા
અરજી કરનારા અભ્યર્થીની વધુમાં વધુ વયમર્યાદા 35 વર્ષ છે. એટલે કે તેનાથી વધુ ઉંમર હોવી જોઈએ નહીં. એસસી અને એસટી વર્ગના ઉમેદવારોને 5 વર્ષ અને ઓબીસી શ્રેણીને વધુમાં વધુ વયમર્યાદામાં 3 વર્ષની છૂટ અપાઈ છે. અરજીકર્તાની ઉંમરની ગણતરી 1 સપ્ટેમ્બર 2023થી કરવામાં આવશે.
અરજી ફી
સામાન્ય, ઓબીસી, અને EWS શ્રેણીના ઉમેદવારોએ 500 રૂપિયા અરજી ફી ચૂકવવી પડશે. જ્યારે અન્ય વર્ગના અભ્યર્થીને અરજી ફીમાં છૂટ આપવામાં આવી છે.
આ રીતે કરો અરજી
- એચસીએલની અધિકૃત વેબસાઈટ hindustancopper.com પર જાઓ.
- હોમ પેજ પર અપાયેલા કરિયર ટેબ પર ક્લિક કરો.
- હવે Mining Mate & Assistant Foreman નોટિફિકેશન પર ક્લિક કરો.
- નોટિફિકેશન મુજબ અરજી કરો.
પસંદગી પ્રક્રિયા
પસંદગી લેખિત પરીક્ષા અને ટ્રેડ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. પરીક્ષા માટે રજિસ્ટર્ડ અરજીકર્તાઓને એડમિટ કાર્ડ આપવામાં આવશે. આ ભરતી સંબંધિત વધુ જાણકારી માટે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનને ચેક કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે