આનંદો! અહીં 6 હજાર કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, 12મું પાસ કરી શકે છે અરજી, પગાર 69 હજાર

Haryana Police Bharti 2024: હરિયાણામાં પોલીસ કોન્સ્ટેબલની 6 હજાર જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. છેલ્લી તારીખ પહેલા નીચે આપેલ વેબસાઇટ પર જાઈને ફોર્મ ભરી શકો છો.

આનંદો! અહીં 6 હજાર કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, 12મું પાસ કરી શકે છે અરજી, પગાર 69 હજાર

HSSC Haryana Police Constable Recruitment 2024: હરિયાણા પોલીસે થોડા સમય પહેલા કોન્સ્ટેબલના 6000 પદો પર ભરતી નીકળી હતી. આ વેકેન્સી માટે એપ્લિકેન્શન લિંક ફરીથી ખોલી નાંખવામાં આવી છે. ઉમેદવારો ફરી એકવાર આ ભરતી પરીક્ષા માટે અરજી કરી શકે છે. હરિયાણા સ્ટાફ સિલેક્શન કમિશને આ ભરતીઓ માટે ફરીથી જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ્સ ગ્રુપ C માટે છે અને તેના માટે પુરૂષ અને સ્ત્રી બંને ઉમેદવારો અરજી કરી શકે છે.

વેકેન્સી ડિટેલ
આ ભરતી અભિયાન દ્વારા કુલ 6000 કોન્સ્ટેબલ પદો માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. જેમાં 5 હજાર પોસ્ટ પુરૂષો અને 1000 પોસ્ટ મહિલાઓ માટે છે. આ માટેની ઓનલાઈન અરજી ફરીથી ખોલવામાં આવી છે.

શું લખ્યું છે નોટિસમાં?
આ બાબલ જાહેર નોટિસમાં કમીશને કહ્યું છે કે, પોલીસ ડિપોર્ટમેન્ટમાં ડાયરેક્ટ રિક્રૂટમેન્ટના માધ્યમથી 6 હજાર પદ ભરવા માટે ઓનલાઈન અરજી કરી શકાય છે. આ જગ્યાઓ ગ્રુપ સીની કોમન એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરનાર ઉમેદવારોના માધ્યમથી ભરી શકાશે.

શું છે નવી તારીખ
હવે ખોલેલી એપ્લિકેશન લિંક દ્વારા ઉમેદવારો 29 જૂનથી 8 જુલાઈ 2024 સુધી અરજી કરી શકે છે. એટલે કે અરજીઓ શરૂ થઈ ગઈ છે અને 8મીએ રાત્રે 11.59 વાગ્યા સુધી અરજી કરી શકાશે. આ માટે તમારે હરિયાણા સ્ટાફ સિલેક્શન કમિશનની સત્તાવાર વેબસાઇટ hssc.gov.in પર જવું પડશે.

કોણ કરી શકે છે અરજી 
આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી 12મું પાસ કરેલ હોવું જરૂરી છે. વય મર્યાદા 18 થી 35 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગને નિયમો મુજબ છૂટછાટ મળશે.

પસંદગી પરીક્ષાના અનેક રાઉન્ડ દ્વારા કરવામાં આવશે. જેમ કે PET, CET, લેખિત પરીક્ષા, PMT અને મેડિકલ ટેસ્ટ. તમામ તબક્કામાં પાસ થનાર ઉમેદવારોની જ પસંદગી અંતિમ ગણાશે.

કેટલો પગાર મળશે?
જો આ પોસ્ટ્સ પર પસંદગી થશે તો ઉમેદવારોને 21,900 રૂપિયાથી 69,100 રૂપિયા સુધીનો માસિક પગાર મળશે. અગાઉ આ ભરતી માટેની લિંક 20મી ફેબ્રુઆરીએ ખોલવામાં આવી હતી અને 28મી માર્ચે બંધ કરવામાં આવી હતી. હવે ફરી એકવાર એપ્લિકેશન લિંક ખોલવામાં આવી છે.

કેવી રીતે અરજી કરવી
અરજી કરવા માટે વેબસાઇટ પર જાઓ અને હોમપેજ પર હરિયાણા પોલીસ કોન્સ્ટેબલ 2024 નામની લિંક શોધો અને તેના પર ક્લિક કરો. આવું કર્યા બાદ જે નવું પેજ ખુલશે તેના પર પોતાની ડિટેલ જેમ કે નામ, DOB, ઇમેઇલ ID વગેરે દાખલ કરો. હવે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફોર્મ સબમિટ કરો. તેની પ્રિન્ટ કાઢીને રાખો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news