Railway Jobs: રેલવેમાં પડી બંપર ભરતી, 10 પાસ-ITI વાળા લોકો કરી શકશે અરજી
Railway Recruitment 2023: રસ ધરાવતા અને લાયક ઉમેદવારો રેલવે રિક્રુટમેન્ટ સેલ SERની અધિકૃત વેબસાઈટ rrcser.co.in પર ફોર્મ ભરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 2 ફેબ્રુઆરી 2023 સાંજે 5 વાગ્યા સુધીની છે.
Trending Photos
South Eastern Railway Recruitment 2023: જો તમે રેલવેની નોકરી માટે તૈયારી કરી રહ્યા છો, તો તમારી પાસે નોકરી મેળવવા માટેની એક સારી તક છે. સાઉથ ઈસ્ટર્ન રેલવેએ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, મશીનિસ્ટ, પેઇન્ટર, કેબલ જોઇનર અથવા ક્રેન ઓપરેટર અને રેફ્રિજરેટર અને એસી મિકેનિક સહિત વિવિધ ટ્રેડમાં કુલ 1,785 જગ્યાઓ ખાલી છે.
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો રેલવે રિક્રુટમેન્ટ સેલ SERની અધિકૃત વેબસાઈટ rrcser.co.in પર ફોર્મ ભરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 2 ફેબ્રુઆરી 2023 સાંજે 5 વાગ્યા સુધીની છે.
આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: Gautam Adani: પત્ની સાથે રમી રમવું પસંદ છે અદાણીને, ફ્રી હોય ત્યારે કરે છે આ કામ
આ પણ વાંચો: Gold Price: શું 60,000ને પાર થઈ શકે છે સોનાનો ભાવ? જાણો સોનાના ભાવ વધવાના કારણ
શૈક્ષણિક લાયકાતઃ
માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલા હોવા જોઈએ. આ સિવાય સંબંધિત ટ્રેડમાં ITI પાસ સર્ટિફિકેટ કોર્સ કરવો જોઈએ.
વયમર્યાદાઃ
1 જાન્યુઆરી 2023ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 15 વર્ષ અને મહત્તમ 24 વર્ષ હોવી જોઈએ. ભરતી સૂચનામાં કહેવાયું છે કે, મેટ્રિક્યુલેશન પ્રમાણપત્ર અથવા જન્મ પ્રમાણપત્રમાં નોંધાયેલી ઉંમર ફક્ત આ હેતુ માટે જ ગણવામાં આવશે. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના ધારાધોરણો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા વિશે સંપૂર્ણ માહિતી માટે તમે નોટિફિકેશન જોઈ શકો છો.
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો: ભારતના એવા માર્કેટ જ્યાં ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે ગરમ કપડાં
આ પણ વાંચો: સસ્તામાં સોનું મળતું હોય તો 2 વાર ખરીદતાં વિચારજો, આ રીતે થાય છે નકલી સોનાનું વેચાણ
પસંદગી પ્રક્રિયાઃ
પસંદગી સંબંધિત ટ્રેડમાં અરજી કરનાર તમામ ઉમેદવારોના સંબંધમાં તૈયાર કરેલા મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે. મેટ્રિકમાં મેળવેલા ઓછામાં ઓછા 50% ગુણના આધારે દરેક વેપાર માટે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. મેટ્રિકની પાસિંગ ટકાવારીની ગણતરી કરવાના હેતુથી ઉમેદવારોએ તમામ વિષયોમાં મેળવેલા ગુણની ગણતરી કરવામાં આવશે.
આ પણ વાંચો: ઉંમરની પહેલાં જ થઈ રહ્યા છે સફેદ વાળ? તો આ દેશી ઉપચારથી મળશે મદદ
આ પણ વાંચો: 4 લાખનો શર્ટ, 80 હજારના મોજા, કોટ ખરીદવા માટે તો આખા વર્ષનો પગાર નીકળી જાય
આ પણ વાંચો: અમદાવાદમાં રહો છો અને ખાવાના શોખિન છો તો આ ખાવાનો ટેસ્ટ કરી લેજો,આંગળીઓ ચાટતા થઈ જશો
કેવી રીતે અરજી કરવીઃ
ઉમેદવારોએ સાઉથ ઈસ્ટર્ન રેલવેની અધિકૃત વેબસાઈટ rrcser.co.inની iroams.com/RRCSER/ લિંક પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અરજી ફીઃ
SC, ST, PWD અને મહિલાઓ સિવાયના તમામ ઉમેદવારોએ 100 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. ફી ઓનલાઈન મોડમાં જમા કરાવવાની રહેશે.
આ પણ વાંચો: એક એવું ગીત જેને સાંભળીને 200 લોકોએ કરી હતી આત્મહત્યા, 63 વર્ષ માટે કર્યું બેન
આ પણ વાંચો: જાણો મહિલા નાગા સાધુઓના આ 6 રહસ્ય, જાણીને રહી જશો દંગ
આ પણ વાંચો: બજારમાં કેમ જવું જો ઘરે જ બની શકે છે પ્રોટીન પાવડર? જાણો સેવનનો Right Time
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે