Railway Jobs 2023: રેલ્વેમાં નોકરી કરવા માટે મોટી તક, 10 પાસ માટે બહાર પડી 3624 જેટલી ભરતી

Railway Jobs 2023: જો તમે રેલ્વેમાં નોકરી મેળવવાનું સપનું જોતા હોવ, તો પશ્ચિમ રેલ્વેમાં તમારા માટે એક મોટી તક છે. WR એ ટ્રેડ એપ્રેન્ટિસની ભરતી હાથ ધરી છે. ભરતી સંબંધિત સંપૂર્ણ વિગતો તપાસો અને શક્ય તેટલી વહેલી તકે અરજી સબમિટ કરો.

Railway Jobs 2023: રેલ્વેમાં નોકરી કરવા માટે મોટી તક, 10 પાસ માટે બહાર પડી 3624 જેટલી ભરતી

Railway Jobs 2023: રેલવે રિક્રૂટમેટ સેલ વેસ્ટર્ન રિજન (RRC WR) એ એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ માટે બમ્પર ભરતી હાથ ધરી છે. RRC પશ્ચિમ ક્ષેત્ર દ્વારા 3624 એપ્રેન્ટિસશીપ ખાલી જગ્યા માટે સૂચના જારી કરવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી 27 જૂન 2023 થી શરૂ થશે. અરજી કરવાની છેલ્લી તારીખ 26 જુલાઈ 2023 છે. વધુ વિગતો માટે, તમે સત્તાવાર વેબસાઇટ rrc-wr.com ની મુલાકાત લઈ શકો છો.

રેલવેમાં એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ માટે, સંબંધિત ટ્રેડમાં ITI સાથે 10મું પાસ હોવું જરૂરી છે અને વય મર્યાદા 15 થી 24 વર્ષ છે.

ITI એપ્રેન્ટિસશીપ માટે પસંદગી પ્રક્રિયા
ITI એપ્રેન્ટિસશિપ માટે ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. મેરિટ લિસ્ટ હાઈસ્કૂલ અને આઈટીઆઈમાં મેળવેલા માર્ક્સ પર આધારિત હશે. હાઇસ્કૂલ અને ITI માર્કસનું વેઇટેજ 50-50 ટકા રહેશે.

અરજી ફી
ITI એપ્રેન્ટિસશીપ માટેની અરજી ફી માત્ર રૂ.100 છે.

નોટીફીકેશન જોવા માટે અહીં કરો ક્લિક

આ પણ વાંચો:
12 કલાક સુધી મોસ્કોના ધબકારા વધેલા રહ્યા, 360 KM પહેલા જ વેગનર આર્મીનો યુટર્ન
શું પીએમ મોદીના યુએસ પ્રવાસથી નારાજ થશે મુસ્લિમ દેશ? સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
USમાં ઈન્ડિયનનો દબદબો: PMના નેતૃત્વમાં ભારત સૌથી ઝડપથી વિકસતું વૈશ્વિક અર્થતંત્ર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news