કટોકટીમાં દેશ હેરાન હતો ત્યાં ગબ્બરને મોજ પડી ગઈ! ઠાકુરના માથે પડ્યો ખિલ્લાવાળા બુટનો ખર્ચો

Emergency in India: કટોકટીનો ભોગ બની શોલે! જાણો કેમ શોલે ફિલ્મમાંથી કાઢી નાંખવો પડ્યો હતો ખિલ્લાવાળા બુટથી ગબ્બરને મારવાનો સીન. 

કટોકટીમાં દેશ હેરાન હતો ત્યાં ગબ્બરને મોજ પડી ગઈ! ઠાકુરના માથે પડ્યો ખિલ્લાવાળા બુટનો ખર્ચો

Emergency in India/ઝી બ્યૂરો, અમદાવાદઃ  આજે કટોકટીની વરસી છે. આજથી 48 વર્ષ પહેલાં આજના જ દિવસે એટલેકે, 25 જૂન 1975ના દિવસે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી લાગૂ કરી દીધી હતી. એ સમયે આખા દેશમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. ચારેય તરફ અફરાતફરીનો દૌર હતો ત્યારે નિયમો પણ આકરા બનાવવામાં આવ્યાં હતાં. જોકે, આ કટોકટીને લીધો શોલેનો ગબ્બર બચી ગયો. રમેશ સીપ્પીની શોલે ફિલ્મ તો તમે જોઈ હશે. તમને જાણીને નવાઈ લાગશે પણ શોલેના ગબ્બરને કટોકટાના લીધે મળી ગયું હતું જીવનદાન.

જીહાં, આ કિસ્સો કટોકટીનો કાળ, રાજનીતિ અને ફિલ્મની કહાની સાથે જોડાયેલો છે. કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે પહેલાં ખિલ્લાવાળા બુટથી ઠાકુર ગબ્બર સિંઘને મારવાનો હતો. ફિલ્મમાં એવો સીન એન્ડીંગ માટે નક્કી કરાયો હતો. કારણકે, ગબ્બરે ઠાકુરના હાથ કાપી નાંખ્યા હતા તેના કારણે ઠાકુરે ગબ્બરને મારવા માટે સ્પેશિયલ ખિલ્લાવાળા બુટ બનાવ્યાં હતાં. એ બુટથી ઠાકુર ગબ્બર સિંઘને મારવાનો હતો. પણ ગબ્બરનું નસીબ જાણે જોર કરતું હોય એમ ખુદ એ પ્રશાસન તરફથી જ એવો નિર્ણય લેવામાં આવ્યો કે, આ પ્રકારે ખિલ્લાવાળા બુટથી કોઈને કચડીને મારવો અને એવા દ્રશ્યો ફિલ્મમાં બતાવવા હાલના સમયમાં હિતાવહ નથી. એના કારણે લોકો આવી હિંસક પ્રવૃત્તિથી પ્રોત્સાહિત થઈ શકે છે. તેથી પોલીસ ગબ્બર સિંઘને પકડી જાય એવું છેલ્લે બતાવી દેવું એવું નક્કી કરવામાં આવ્યું. આમ કટોકટીના લીધે જ્યાં આખો દેશ હેરાન હતો ત્યાં ગબ્બરને મોજ પડી ગઈ! અને ઠાકુરના માથે પડ્યો ખિલ્લાવાળા બુટનો ખર્ચો.

ઉલ્લેખનીય છેકે, ફિલ્મ શોલેના છેલ્લા સીનમાં રમેશ સિપ્પીએ દર્શાવ્યું હતું કે ખીલા જડેલાં જૂતાં પહેરીને ઠાકુર ગબ્બર સિંહને કચડી નાખે છે. અને આ રીતે પોતાનો બદલો લે છે અને ગબ્બરને મારી નાંખી છે એવું પણ બચાવવા માંગતા હતા. જોકે, એવું થઈ શક્યું નહીં. કારણકે, તે સમયે કટોકટીકાળ હોવાથી સેન્સર બોર્ડ બહુ કડક થઈ ગયું હતું. સેન્સર બોર્ડને લાગ્યું કે એવું કશું બતાવવું જોઈએ નહીં કે જે જોઈને લોકોને એમ લાગે કે કાયદો પોતાના હાથમાં લઈ શકાય છે. તેથી સેન્સર બોર્ડે આદેશ આપ્યો કે છેલ્લે ગબ્બર સિંહને પોલીસને હવાલે કરી દેવાય છે તેવું દેખાડો. અને બસ ગબ્બર સિંઘને મોજ પડી ગઈ. 

ફિલ્મના નિર્દેશક રમેશ સિપ્પી નમવા માટે તૈયાર નહોતા. તેમને ફિલ્મના કોઈપણ સીનમાં ફેરફાર મંજૂર નહોતો. પણ આખરે તેમને નમવું પડ્યું. અનુપમા ચોપરાએ પોતાના પુસ્તક 'શોલે-ધ મેકિંગ ઑફ એ ક્લાસિક'માં લખ્યું છે, "કેટલાક વગદાર પરિચિતોનો સંપર્ક કરવામાં આવ્યો." "આ મુદ્દે બાપ-દીકરો સામસામે આવી ગયા હતા. એક તબક્કે રમેશ સિપ્પીએ ફિલ્માંથી પોતાનું નામ હટાવી દેવાનું પણ નક્કી કરી લીધું હતું." વકીલ તરીકે રહેલા જી. પી. સિપ્પીએ પુત્રને સમજાવ્યું કે કટોકટી વખતે કોર્ટમાં જવાનો કોઈ ફાયદો નથી. જો તે સમયે કટોકટી ના હોત તો શોલે કંઈક જુદી જ બની હોત.

સંજીવકુમાર સોવિયેટ સંઘમાં હતા. તેઓ તરત ભારત પર ફર્યા. છેલ્લો સીન ફરીથી શૂટ કરવામાં આવ્યો અને ડબિંગ તથા મિક્સિંગ કરી લેવામાં આવ્યું. ગબ્બરને મારવા માટે જૂતાંમાં જોરજોરથી ખીલા લગાડી રહેલા રામલાલનો સીન પણ સેન્સરે કાપી નાખ્યો હતો. ખીલા મારતી વખતે રામલાલની આંખોમાં વિદ્રોહ દેખાતો હતો એટલે તે દૃશ્ય પણ હટાવી દેવાયું હતું.આ રીતે કટોકટીના કારણે શોલે ફિલ્મમાં ફેરફારો કરવા પડ્યા હતા. ફિલ્મ એવી નહોતી રહી જેવી રમેશ સિપ્પી ઇચ્છતા હતા. આ ઉપરાંત કિસ્સા કુર્સી કા, ગુલઝારની ફિલ્મ આંધી, સહિત અનેક ફિલ્મો પર પણ કટોકટીની અસર જોવા મળી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news