Jobs in Hotels: 5 સ્ટાર હોટલમાં શેફ કેવી રીતે બનવું, જાણો તે કેટલી કમાણી કરે છે?
Jobs in Hotels: ફાઈવ સ્ટાર હોટલમાં શેફ બનવા માટે ક્રીએટીવીટી, ઈમેજીનેશન અને બિઝનેસ સ્કિલ સાથે ખાવાનુ બનાવવાનો શોખ હોવો ખૂબ જ જરૂરી છે. શેફ બનવા માટે કોલેજ કે ઇન્સ્ટિટ્યૂટમાંથી ટ્રેનિંગ લેવી પણ ખુબ જ જરૂરી છે. આ માટે ઘણા પ્રકારના હોટેલ મેનેજમેન્ટ કોર્સ કરી શકાય છે.
Trending Photos
Jobs in Hotels: બધા શોખ વચ્ચે, રસોઈ એ પણ એક શોખ છે. જો તમને પણ ખાવાનુ બનાવવાનો શોખ છે તો તમે પણ શેફ બની શકો છો. જો કે શેફ માત્ર લઝીઝ ખાવાનુ જ નહીં આ સિવાય તે મેનુ તૈયાર કરવા, ફૂડ ટેસ્ટિંગ અને કિચન મેનેજમેન્ટ માટે પણ જવાબદાર હોય છે. જેમ જેમ હોટેલ અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી વધી રહી છે તેમ તેમ શેફ જેવા પ્રોફેશનલ્સની માંગ પણ વધી છે. શેફને જોરદાર સેલેરી પેકેજ પણ મળે છે. જો કે તે સંપૂર્ણપણે શેફના એક્સપીરીયન્સ અને ટેલેન્ટ પર આધારિત છે. આજે આપણે જાણીશું કે 5 સ્ટાર હોટલમાં શેફ કેવી રીતે બને છે અને તેમને કેટલો પગાર મળે છે.
શેફ બનવા માટે શું કરવું?
આજના સમયમાં શેફ બનવા માટે પ્રોફેશનલ લાયકાત જરૂરી છે. આ માટે, તમે હોટેલ મેનેજમેન્ટ અને હોસ્પિટાલિટીમાં સર્ટીફીકેટ, ડિપ્લોમા, અંડરગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ કરી શકો છો. આમાં હોસ્પિટાલિટી અને હોટેલ મેનેજમેન્ટમાં B.Sc, કેટરિંગ સાયન્સ અને હોટેલ મેનેજમેન્ટમાં B.Sc, ફૂડ પ્રોડક્શન અને પેટિસરીમાં સર્ટીફિકેટ કોર્સ વગેરેનો પણ સમાવેશ થાય છે. આ તમામ કોર્સ છ મહિનાથી ત્રણ-ચાર વર્ષ સુધી ચાલે છે.
હોટેલ મેનેજમેન્ટ કોર્સ માટે કેટલીક ટોચની સંસ્થાઓ
1. IHM (ઈન્સ્ટિટ્યુટ ઑફ હોટેલ મેનેજમેન્ટ), કેટરિંગ અને ન્યુટ્રિશન પુસા, નવી દિલ્હી.
2. ગવર્નમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોટેલ મેનેજમેન્ટ, કેટરિંગ ટેક્નોલોજી અને એપ્લાઇડ ન્યુટ્રિશન, દેહરાદૂન.
3. GIHMCT, નાગપુર.
4. ડૉ. આંબેડકર ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોટેલ મેનેજમેન્ટ, ચંદીગઢ.
5. ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ, જયપુર.
હોટલ મેનેજમેન્ટ કોલેજોમાં એડમિશન માટે માટે હોય છે એન્ટ્રેંસ
સરકારી હોટેલ મેનેજમેન્ટ કોલેજોમાં પ્રવેશ માટે દર વર્ષે એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. તે સંયુક્ત પ્રવેશ પરીક્ષા છે. જેનું નામ નેશનલ કાઉન્સિલ ફોર હોટેલ મેનેજમેન્ટ એક્ઝામ (NCHM) છે. આના દ્વારા નેશનલ કાઉન્સિલ ફોર હોટેલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેક્નોલોજી (NCHMCT) સાથે સંલગ્ન કોલેજોમાં B.Sc (હોસ્પિટાલિટી એન્ડ હોટેલ એડમિનિસ્ટ્રેશન) કોર્સમાં પ્રવેશ મળે છે. આ ત્રણ વર્ષનો કોર્સ છે. જેમાં છ સેમેસ્ટર હોય છે. તેની ડિગ્રી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી દ્વારા એનાયત કરવામાં આવે છે.
ફાઇવ સ્ટાર હોટેલમાં શેફની સેલેરી
અમેરિકન રિવ્યુ વેબસાઈટ Glassdoor અનુસાર, દિલ્હીની 5 સ્ટાર હોટલોમાં શેફનો સરેરાશ પગાર વાર્ષિક 40 લાખ રૂપિયા સુધી છે. જો કે તે સંપૂર્ણપણે શેફની કાબિલીયત અને અનુભવ પર આધારિત છે. જેમ જેમ સ્કીલ વધશે તેમ પગાર પણ વધશે.
આ પણ વાંચો:
હિંસાગ્રસ્ત મણિપુરની સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહે બોલાવી સર્વદળીય બેઠક
યુવતી સાથે હોટલમાં ઝડપાયા ગુજરાતના ધારાસભ્ય, પતિએ રંગમાં ભંગ પાડ્યો અને થઈ જોવા જેવી
Viral Video: રસ્તા પર યુવતિને બાઇકની ટાંકી પર ઊંધી બેસાડી દિલધડક રોમાન્સ,જોયો કે નહી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે