સાડા ચાર કરોડ રૂપિયાનો પગાર! રહેવા માટે શાનદાર ઘર, છતાં પણ કોઈ કરવા માગતું નથી આ નોકરી

Jobs in Australia: ડેલી સ્ટારના રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયાના એક અંતરિયાળ ગામ ક્વાઈરેડિંગમાં આ નોકરી છે. આ નાના ગામમાં જનરલ પ્રેક્ટિસ કરનારા ડોક્ટરની જરૂરિયાત છે. પશ્વિમી ઓસ્ટ્રેલિયામાં આવેલા આ ગામમાં ડોક્ટરને 4 કરોડ 60 હજારથી વધારે રૂપિયાની નોકરી ઓફર કરવામાં આવી રહી છે.

સાડા ચાર કરોડ રૂપિયાનો પગાર! રહેવા માટે શાનદાર ઘર, છતાં પણ કોઈ કરવા માગતું નથી આ નોકરી

Jobs: આપણા દેશમાં બેરોજગારી અને જનસંખ્યાની સ્થિતિ એવી છે કે લોકો નોકરી કરવા માટે દુનિયાના કોઈપણ ખૂણામાં પહોંચી જાય છે. આજે લગભગ દરેક જગ્યાએ ભારતીય લોકોની હાજરી તમને કોઈને કોઈ રીતે જોવા મળી જ જશે. જોકે કેટલીક એવી જગ્યા છે જ્યાં લોકો એક કર્મચારીની જેમ રહે છે. સારો પગાર અને રહેવાની જગ્યા હોવા છતાં પણ લોકો ત્યાં જતાં નથી. એક સારી નોકરીની શોધમાં લોકો ક્યાંય ના ક્યાંય જતા હોય છે. પરંતુ એક જગ્યા એવી છે જ્યાં નોકરી માટે ભારે-ભરખમ પગારની સાથે સાથે શાનદાર ઘર પણ ઓફર કરવામાં આવે છે. તેમ છતાં આ જોબ કરવા માટે કોઈ તૈયાર નથી. હકીકતમાં આ નોકરી એક ડોક્ટરની છે. એવામાં બેસિઝ ક્વોલિફિકેશન તો જરૂરી છે. જો કોઈની પાસે ડિગ્રી છે તો તેને ઓસ્ટ્રેલિયામાં આ નોકરી મળી શકે છે. 

4 કરોડનો પગાર છતાં કોઈ તૈયાર નહીં:
ડેલી સ્ટારના રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયાના એક અંતરિયાળ ગામ ક્વાઈરેડિંગમાં આ નોકરી છે. આ નાના ગામમાં જનરલ પ્રેક્ટિસ કરનારા ડોક્ટરની જરૂરિયાત છે. પશ્વિમી ઓસ્ટ્રેલિયામાં આવેલા આ ગામમાં ડોક્ટરને 4 કરોડ 60 હજારથી વધારે રૂપિયાની નોકરી ઓફર કરવામાં આવી રહી છે. તેની સાથે જ તેમના રહેવા માટે 4 બેડરૂમનું એક આલિશાન ઘર પણ આપવામાં આવશે. આ ગામ ઓસ્ટ્રેલિયાની રાજધાની પર્થથી 170 કિમી દૂર છે. અહીંયા વર્ષોથી જનરલ પ્રેક્ટીશનરની અછત છે. અહીંયા 600થી વધારે લોકો રહે છે. પરંતુ તેમની બીમારીઓની સારવાર માટે કોઈપણ ડોક્ટર કે મેડિકલ સ્ટોર નથી.

ડોક્ટર વિના પરેશાન છે લોકો:
અહીંયા જે મેડિકલ સાથે જોડાયેલી વસ્તુઓ હતી તે પણ ડોક્ટરની અછતના કારણે  બંધ થઈ રહી છે. ઓસ્ટ્રેલિયન સરકારે ગ્રામીણોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કહ્યું કે તે આ જગ્યા પર 2 વર્ષ રહેનારા ડોક્ટરોને 7 લાખ અને 5 વર્ષ સુધી રહેનારાને 13 લાખ રૂપિયા આપવા માટે તૈયાર છે. તેમ છતાં પણ આ ગામમાં કોઈ ડોક્ટર જવા માટે તૈયાર નથી. ઓસ્ટ્રેલિયન મેડિકલ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે વર્ષ 2031 સુધી ઓસ્ટ્રેલિયામાં આવી જ સ્થિતિ રહેશે તો 11,000 ડોક્ટરની અછત થઈ જશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news