IAS Success Story: નસીબ નહીં મહેનત પર ભરોસો કરો, રેલવે સ્ટેશન પર અભ્યાસ કરી આ વ્યક્તિ બન્યો IAS ઓફિસર
IAS Officer Sreenath K Success Story: જાણો સ્ટેશન પર કામ કરતા કુલીથી લઈને IAS ઓફિસર બનવાની કહાની... આકરી મહેનત કરવાનું ફળ આખરે તેમને મળ્યું
Trending Photos
IAS Officer Sreenath K Success Story : કહેવાય છે કે જો કોઈ વ્યક્તિનું મન મકક્મ હોય તો તે કોઈ પણ કામ કરી શકે છે. જીવનની દરેક સમસ્યાનો સામનો તે સરળતાથી કરી શકે છે. ઈમ્પોસિબલ શબ્દમાં જ આઈ એમ પોસિબલ શબ્દમાં છુપાયેલો છે. પોતાના સપનાને સાકાર કરવા માટે સખત મહેનત કરતા કેરલના યુવાન શ્રીનાથ વિશે જાણો. કેરળના એર્નાકુલમ રેલવે સ્ટેશન પર એક સમય પર કુલીનું કામ કરનાર શ્રીનાથ લાખો યુવાનોની પ્રેરણા બન્યો.
કુલી તરીકે કામ કરતા આ યુવકે દિવસ-રાત મહેનત કરીને પોતાનું નસીબ જાતે બનાવ્યું. રેલવે સ્ટેશન પર કુલી તરીકે કામ કરતાં આ યુવકે અહીં ઉપલબ્ધ ફ્રી વાઈફાઈનો યોગ્ય ઉપયોગ કર્યો અને પૈસા ભેગા કરીને મોબાઈલ ખરીદ્યો. ત્યારબાદ આ યુવકે ફાજલ સમયમાં ઈન્ટરનેટ પર અભ્યાસ કરવાનું શરૂ કર્યું. કૂલી તરીકે કામ કરતા આ વ્યક્તિએ થોડા વર્ષો પહેલા IAS ઓફિસર બનીને દુનિયા સામે એક નવું ઉદાહરણ રજૂ કર્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે પણ શ્રીનાથને 2018 માં તેની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેની Google India વાર્તા શેર કરી હતી.
આ પણ વાંચો :
જાણો કેવી રીતે બન્યો કુલીથી IAS
શ્રીનાથ જ્યારે કુલી તરીકે કામ કરતો હતો. ત્યારે તે બીજાને સૂટ-બૂટમાં જોતા ત્યારે વિચારતો કે એક દિવસ તે પણ એક અધિકારી બનશે. પરંતુ તેની પાસે રહેવા માટે ઘર નહોતું અને બીજા યુવાનોની જેમ વાંચવા માટે સારા પુસ્તકો પણ ન હતા. UPSC કોચિંગમાં જોડાવા માટે પૈસા ન હતા. પરંતુ તેમ છતાં શ્રીનાથે હાર ન માની અને અશક્યને શક્ય બનાવ્યું. પોતાની ગરીબી અને લાચારી સામે લડીને તેણે પોતાનો ઉત્સાહ જાળવી રાખ્યો. આ યુવકે રેલ્વેના ફ્રી વાઈફાઈનો ઉપયોગ શરૂ કર્યો અને દિવસભર મહેનત કરવાની સાથે સાથે અભ્યાસ કરીને યુપીએસસીની તૈયારી પણ શરૂ કરી. તેની મહેનત રંગ લાવી અને તેણે કેરલ પબ્લિક સર્વિસ કમિશનની IAS પરીક્ષા પાસ કરી.
શ્રીનાથ કામ અને અભ્યાસનું કરતો હતો મેનેજમેન્ટ
શ્રીનાથને જ્યારે પણ કુલીના કામમાંથી ફ્રી સમય મળતો હતો ત્યારે તે સ્ટેશન પરના વાઈફાઈનો ઉપયોગ કરીને લેક્ચરના વીડિયો અને ઓડિયો ડાઉનલોડ કરીને અભ્યાસ કરતો હતો. મુસાફરોનો સામાન લઈ જતી વખતે શ્રીનાથ ઓનલાઈન કોર્સનો ઓડિયો પણ સાંભળતો હતો. તેણે પ્રથમ બે વખત પરીક્ષા આપી, પણ સફળતા ન મળી, છતાં તે નિરાશ ન થયો. છેવટે, એક દિવસ તેની મહેનત રંગ લાવી અને વર્ષ 2018 માં તેણે કેરળ પબ્લિક સર્વિસ કમિશનની IAS પરીક્ષા પાસ કરીને વિશ્વને ચોંકાવી દીધું. આ રીતે, શ્રીનાથ અન્ય વિદ્યાર્થીઓ માટે એક વિશાળ પ્રેરણા તરીકે ઉભરી આવ્યા, જેમણે પૈસાની અછત અને કોઈપણ સંસાધન વિના IAS બનીને બતાવ્યું. શ્રીનાથે UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા પણ આપી અને UPSC CSEમાં ચોથા પ્રયાસ પછી IAS અધિકારી બન્યા.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે