Bank માં ઓફિસરના પદ પર ભરતી, મળશે તગડો પગાર, જાણો ડીટેલ્સ

ઉમેદવારની વય 18થી 35 વર્ષ સુધી માન્ય ગણાશે. OBC કેટેગરીના ઉમેદવાર માટે 3 વર્ષે અને SC અને ST ઉમેદવાર માટે 5 વર્ષની છૂટ આપવામાં આવી છે.

Bank માં ઓફિસરના પદ પર ભરતી, મળશે તગડો પગાર, જાણો ડીટેલ્સ

અમદાવાદ: બેન્કિંગ સેક્ટરમાં અવાર-નવાર સતત ભરતી આવતી હોય છે. અને બેન્કિંગ સેક્ટરમાં જે કોઈ પણ ભરતી આવતી હોય છે તે સારા પગાર ધોરણમાં કરવામાં આવતી હોય છે. બેન્કિંગમાં સેક્ટરમાં જોડાવવા માટે ઉમેદવાર સતત વર્ષો વર્ષ સુધી મહેનત કરતા હોય છે. IBPS સતત તે વર્ષમાં હજારોની સંખ્યામાં ભરતી કરતા રહેતા હોય છે. 

પંજાબ નેશનલ બેન્કમાં જોડાવવા માગતા યુવાનો માટે સારી અવસર કહી શકાય અને 100 જગ્યાઓ પર ઓફિસરના પદ માટે ભરતીમાં મહેનત કરનારા યુવાનો ખુબ ઓછા સમયમાં નોકરી મેળવી શકશે. 

શૈક્ષણિક લાયકાત
ઉમેદવારને પંજાબ નેશનલ બેંકમાં જોડાવવા માટે સ્નાતકની લાયકાત ધરાવતા હોવો જોઈએ. ઉમેદવાર જો સેનામાં સેવા ધરાવતો હોય તો સેવા છઠ્ઠા પગારપંચના અથવા 7માં CPC ના મેટ્રિક્સ સ્તર પર આપવામાં આવશે. ORA ગેઝેટેડ પોલીસ,પેરા સૈન્ય, કેન્દ્રીય પોલીસ સંગઠનો અધિકારી, સહાયક કમાન્ડન્ટ, નાયબ પોલીસ અધિક્ષકની કક્ષાથી નીચે ના હોય તેવા લોકો ઓછામાં ઓછી 05 વર્ષની સેવા કરેલી હોવી જોઈએ. 

વય મર્યાદા
ઉમેદવારની વય 18થી 35 વર્ષ સુધી માન્ય ગણાશે. OBC કેટેગરીના ઉમેદવાર માટે 3 વર્ષે અને SC અને ST ઉમેદવાર માટે 5 વર્ષની છૂટ આપવામાં આવી છે.

ઉમેદવારની પસંદગી પ્રકિયા
ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુથી કરવામાં આવશે. ઉમેદવારોની મુસદ્દાની કુશળતાનું મૂલ્યાંકન કરવા માટે એક નિબંધ અથવા લેટર ડ્રાફ્ટિંગ તે ઇન્ટરવ્યુના કટ અપ તરીકે લેવામાં આવશે. અરજદારને પસંદગી માટે બોલાવવા ન આવે તે પછી ફક્ત પાત્રતાના ધોરણોને જ લાભ આપવામાં આવે છે. ઉમેદવારને ફોર્મ ભરવા માટે www.pnbindia.in પરથી અરજી કરાવાની રહેશે. ઉમેદવારે નિયત ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.પરબિડીયામાં નોંધણી જમા કરાવવાની ચેકની નકલ અને અન્ય પાછળની ઓળખપત્રોની નકલો સાથે મોકલવી ફરજિયાત રહેશે. ઉમેદવારને 1 ફેબ્રુઆરીથી 13ફેબ્રુઆરી સુધી અરજી કરી શકશે.

પગાર ધોરણ 
 ઉમેદવારને 7માં પગારપંચના આધારે રૂ.48170 હજાર આપવામાં આવશે. ઉપરાંત અન્ય ભથ્થાઓ જેવા કે D.A.HRA વગેરે બેંકના નિયમો મુજબ આપવામાં આવશે.

પરીક્ષા ફી
ઉમેદવારને કોઈ પણ પ્રકારની પરીક્ષાની ફી ભરવાની રહેશે નહીં.

નોંધ 
ઉમેદવારને ફોર્મ ભરીને ચીફ મેનેજર (ભરતી વિભાગ), HRM વિભાગ, પંજાબ નેશનલ બેન્ક, કોર્પોરેટ Office ફિસ પ્લોટ નંબર 4 સેક્ટર10, દ્વારકા,  નવી દિલ્હી - 110075 મોકલવાનું રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news