મેટ્રોમાં પરીક્ષા વગર નોકરીની સુવર્ણ તક, 72600 રૂપિયા સુધી મળશે સેલેરી

DMRC Delhi Metro Recruitment 2024: દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન એન્જનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરેલા ઉમેદવારો માટે ભરતી નીકળી છે. લાયક અરજદારોની ભરતી માટે કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 8મી નવેમ્બર સુધી જ અરજી કરી શકે છે.

મેટ્રોમાં પરીક્ષા વગર નોકરીની સુવર્ણ તક, 72600 રૂપિયા સુધી મળશે સેલેરી

DMRC Delhi Metro Rail Recruitment 2024: દિલ્હી મેટ્રો રેલમાં નોકરી મેળવવાની સારી તક છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ મુંબઈ પ્રોજેક્ટ માટે સુપરવાઈઝર (S&T), જુનિયર એન્જિનિયર (JE), આસિસ્ટન્ટ સેક્શન એન્જિનિયર (ASE), સેક્શન એન્જિનિયર (SE) અને સિનિયર સેક્શન એન્જિનિયર (SSE) સહિતની વિવિધ જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે.

આ ભરતી અભિયાન દ્વારા કુલ નવ જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો DMRCની સત્તાવાર વેબસાઇટ https://delhimetrorail.com/ મારફતે અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 8મી નવેમ્બર છે.

કોણ કરી શકે છે અરજી?
અરજદારોની પાસે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રોનિક્સ અને સંચાર એન્જિનિયરિંગ, આઈટી યા કોમ્પ્યુટર સાઈંસ, ઈન્સ્ટ્રૂમેન્ટેશન અને કંટ્રોલ એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રોનિક્સ અને દૂરસંચાર એન્જિનિયરિંગમાં ન્યૂનતમ 60 ટકા અંક યા સમકક્ષ CGPA ની સાથે ત્રણ વર્ષનું રેગુલર ડિગ્રી યા ડિપ્લોમાં હોવું જોઈએ. અરજદારોની ઉંમર 55થી 62 વર્ષની વચ્ચે હોવી જોઈએ.  

પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે અરજદારોએ કોઈપણ લેખિત પરીક્ષામાં હાજરી આપવાની રહેશે નહીં. પાત્રતા ધરાવતા અરજદારોને ઇન્ટરવ્યુ દ્વારા પસંદ કરવામાં આવશે. ઇન્ટરવ્યુમાં લાયક ઠરેલા ઉમેદવારો માટે મેડિકલ ફિટનેસ ટેસ્ટ થશે. પસંદગી પામેલા ઉમેદવારો ઇન્ટરવ્યુ પછી સીધા આગળના તબક્કામાં આગળ વધશે.

કેવી રીતે અરજી કરવી?
ઉમેદવારોએ DMRCની અધિકૃત વેબસાઇટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો. એપ્લીકેશન ફોર્મને career@dmrc.org ઈમેલ આઈડી પર અરજી ફોર્મ ભરો અથવા 'એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (એચઆર), દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ, મેટ્રો ભવન, ફાયર બ્રિગેડ લેન, બારાખંબા રોડ, નવી દિલ્હીને પોસ્ટ દ્વારા મોકલો. વધુ વિગતો માટે અને અરજી કરવા માટે જુઓ દિલ્હી મેટ્રો ભરતી સૂચના 2024.

આટલો મળશે પગાર 
દિલ્હી મેટ્રો રેલ ભરતીની સૂચના અનુસાર પસંદ કરેલા ઉમેદવારોને પોસ્ટના આધારે રૂ. 50,000થી રૂ. 72,600 વચ્ચે માસિક પગાર મળશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news