6 મહિના પહેલા બની શકો છો CA, 10th બાદ કરી શકશો ફાઉન્ડેશન કોર્સમાં રજિસ્ટ્રેશન
Trending Photos
નવી દિલ્હી: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (Chartered Accountant) બનવાનું સપનું જોતા અને તેની તૈયારી કરી રહેલા સ્ટૂડન્ટ્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે તેઓ વર્તમાન સમય કરતા 6 મહિના પહેલા જ સીએ બની શકે છે. સાથે જ સ્ટૂડેન્ટ્સ 10th પાસ કર્યા બાદ સીએ ફાઉન્ડેશન કોર્સમાં રજિસ્ટ્રેશન કરી શકે છે.
વિદ્યાર્થીઓ નવા નિયમો અનુસાર હવે ધોરણ 10ની પરીક્ષા પાસ કર્યા બાદ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ના ફાઉન્ડેશન કોર્સ (CA foundation course)માં અસ્થાયી રીતે એડમિશન લઈ શકશે.
જો કે, અસ્થાયી એડમિશન ઉમેદવાર દ્વારા ધોરણ 12ની પરીક્ષા પાસ કર્યા બાદ રેગ્યુલર કરવામાં આવશે. નવા નિયમ વિદ્યાર્થીઓને વર્તમાન સમય કરતા 6 મહિના પહેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (Chartered Accountant) બનાવવામાં સક્ષમ બનાવવામાં આવ્યા.
આઇસીએઆઇ (ICAI)ના અધ્યક્ષ અતુલ કુમાર ગુપ્તાના જણાવ્યા અનુસાર, સંસ્થાએ હાલમાં જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રેગ્યુલેશન્સ, 1988ના નિયમ 25 ઈ, 25 એફ અને 28 એફમાં સુધારા માટે સરકારની મંજૂરી મળી છે. આ સુધારા ધોરણ 10ની પરીક્ષા કર્યા બાદ વિદ્યાર્થીઓને આઇસીએઆઇના ફાઉન્ડેશન કોર્સમાં અસ્થાઈ રીતે રજિસ્ટ્રેશન કરવામાં સક્ષમ બનાવે છે. જો કે, અભ્યાસક્રમ માટે અસ્થાયી એડમિશન ઉમેદવારને ધોરણ 12ની પરીક્ષા પાસ કર્યાના આધાર પર જ નિયમિત થશે.
તેમણે કહ્યું કે, આ પ્રસ્તાવ પાછળનો ઉદેશ્ય વિદ્યાર્થીઓને ધોરણ 10ની પરીક્ષા પાસ કર્યા બાદ ફાઉન્ડેશન કોર્સમાં અસ્થાયી રીતે રજિસ્ટ્રેશન કરાવવાની મંજૂરી આપવાનો છે.
આ વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12ની સાથે ફાઉન્ડેશન કોર્સની તૈયારી કરવામાં મદદ મળશે. આ રીતે વિદ્યાર્થીની પાસે પોતાની જાતને અપડેટ કરવા અને સીએ ફાઉન્ડેશન કોર્સમાં બેસવા અને તેમાં પાસ થવા માટે જરૂરી ટેકનિક પ્રાપ્ત કરવાનો યોગ્ય સમય મળશે.
આ પણ વાંચો:- બટાટાનો સંગ્રહ કરનારા વેપારી-ખેડૂતો માટે સોનાનું વર્ષ સાબિત થયું, પહેલીવાર આવી આટલી તેજી
આઈસીએઆઇ ફાઉન્ડેશનના વિદ્યાર્થી માટે મફત ઓનલાઇન ક્લાસ પણ આપવામાં આવશે, જેને ક્યારે પણ, કોઇપણ જગ્યાએ મેળવી શકાય છે.
સીએ ફાઉન્ડેશન કોર્સ
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનતા પહેલા સ્ટેપ સીએ ફાઉન્ડેશન હોય છે. અત્યાર સુધી ફાઉન્ડેશનમાં ધોરણ 12 પાસ કર્યા બાદ જ એડમિશન મળતું હતું, પરંતુ હવે સ્ટૂડન્ટ્સ ધોરણ 10 પાસ કર્યા બાદ ફાઉન્ડેશન કોર્સ માટે તેમનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ફાઉન્ડેશન કોર્સ માટે પ્રવેશ પરીક્ષા 12 પાસ કર્યા બાદ જ આપી શકાય છે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનો સંપૂર્ણ કોર્સમાં ઘણા સ્ટેજ હોય છે. સીએ ફાઉન્ડેશન, ઇન્ટરમીડિએટ, આર્ટિકલશિપ અને પછી ફાઈનલ. આ તમામ સ્ટેજને પૂરા કરવામાં લગભગ 5 વર્ષનો સમય લાગે છે. પરંતુ યોગ્ય તૈયારી અને રણનીતિના દમ પર તેને 4 વર્ષમાં જ પૂરો કરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે