Bank Manager Job: BoB માં બનો બેંક મેનેજર, પગાર 1.77, જાણો લાયકાતથી માંડીને A TO Z માહિતી

Bank of Baroda Recruitment 2024: બેંક ઓફ બરોડાએ મેનેજરના પદ માટે ખાલી જગ્યા માટે વેકેન્સી બહાર પાડી છે, જેના માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પોસ્ટ પર પસંદ કરાયેલા ઉમેદવારને 1 લાખ 77 હજાર રૂપિયાનો પગાર આપવામાં આવશે.

Bank Manager Job: BoB માં બનો બેંક મેનેજર, પગાર 1.77, જાણો લાયકાતથી માંડીને A TO Z માહિતી

Bank of Baroda Manager Recruitment 2024: બેંક ઓફ બરોડાએ મેનેજરની જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો, જેઓ આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે, તેઓ બેંક ઓફ બરોડાની અધિકૃત વેબસાઇટ bankofbaroda.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન દ્વારા સંસ્થામાં મેનેજરની 38 જગ્યાઓ ભરવામાં આવશે.

રજીસ્ટ્રેશન પ્રક્રિયા શુક્રવાર, જાન્યુઆરી 19 થી શરૂ થઈ ગઈ છે અને આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 8 ફેબ્રુઆરી, 2024 નક્કી કરવામાં આવી છે. એલિઝિબિટી, પસંદગી પ્રક્રિયા અને અન્ય વિગતો માટે નીચે વાંચી શકો છો.

Bank of Baroda Manager Recruitment 2024: વેકેન્સી ડિટેલ

1. બિનઅનામત: 18 પોસ્ટ્સ
2. SC: 5 જગ્યાઓ
3. ST: 2 જગ્યાઓ
4. OBC: 10 જગ્યાઓ
5. EWS: 3 જગ્યાઓ

Bank of Baroda Manager Recruitment 2024: યોગ્યતાના માપદંડ
માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. આ સિવાય અરજી કરનાર ઉમેદવારની ઉંમર 25 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

Bank of Baroda Manager Recruitment 2024: સિલેક્શન પ્રોસેસ
પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન ટેસ્ટ, સાયકોમેટ્રિક કસોટી અથવા આગળની પસંદગી પ્રક્રિયા માટે યોગ્ય કોઈપણ અન્ય કસોટીનો સમાવેશ થઈ શકે છે, ત્યારબાદ ઓનલાઈન ટેસ્ટમાં લાયક ઠરેલા ઉમેદવારોની ગ્રુપ ડિસ્કશન અને/અથવા ઈન્ટરવ્યુનો સમાવેશ થાય છે. પસંદ કરાયેલા ઉમેદવાર બેંકમાં જોડાવાની તારીખથી 12 મહિનાના પ્રોબેશન સમયગાળામાં રહેશે.

Bank of Baroda Manager Recruitment 2024: અરજી ફી
જનરલ, EWS અને OBC ઉમેદવારો માટે અરજી ફી રૂ 600 છે, પરંતુ તેમને સાથમાં એપ્લિકેબલ ટેક્સ અને પેમેન્ટ ગેટવે ચાર્જ પણ ચૂકવવા પડશે. એ જ રીતે, SC, ST અને મહિલા ઉમેદવારો માટે અરજી ફી 100 રૂપિયા છે, ત્યારબાદ એપ્લિકેબલ ટેક્સ અને પેમેન્ટ ગેટવે ફી ચૂકવવાની રહેશે. વધુ સંબંધિત માહિતી માટે ઉમેદવારો બેંક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

Bank of Baroda Manager Recruitment 2024: પગાર
બેંક ઓફ બરોડમાં મેનેજરના પદ પર પસંદગી થનાર ઉમેદવારોને 1 લાખ 77 હજાર રૂપિયા પગાર આપવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news