ઓર્ડર લેવાની ના પાડી તો Zomato ડિલિવરી બોયને આવ્યો ગુસ્સો, યુવતીને મોઢા પર માર્યો ઢીકો, જુઓ Video

બેંગલુરુની એક મહિલાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે. ફૂડ ડિલિવરી સ્ટાર્ટ-અપ ઝોમેટોએ આ વીડિયો સામે આવ્યા બાદ નિવેદન આપ્યું છે. 

ઓર્ડર લેવાની ના પાડી તો Zomato ડિલિવરી બોયને આવ્યો ગુસ્સો, યુવતીને મોઢા પર માર્યો ઢીકો, જુઓ Video

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. બુધવારે 10 માર્ચે શેર કરવામાં આવેલા આ વીડિયોમાં બેંગલુરૂની બ્યૂટી ઇંફ્લૂએન્સર હિતેશા ચંદ્રાણીએ ઝોમેટો ડિલિવરી બોય પર ફિઝિકલી અબ્યૂઝ કરવાનો આરોપ લગાવ્યો છે. વીડિયોમાં હિતેશા સતત રોઈ રહી છે અને તેના નાકમાંથી લોહી નિકળી રહ્યું છે. 

વીડિયો શેર કરી જણાવી કહાની
હિતેશા આ વીડિયોમાં ઘટના વિશે જણાવી રહી છે કે કઈ રીતે ઝોમેટો ડિલિવરી બોયે તેના પર હુમલો કર્યો. હિતેશાએ આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે અને કલાકોમાં લાખો વ્યૂ મળી ચુક્યા છે. 

હિતેશા ચંદ્રાણી પ્રમાણે આ બધુ એક ફૂડ ઓર્ડરથી શરૂ થયું. કારણ કે તેનો ઝોમેટો ઓર્ડર મોડો પહોંચ્યો હતો, તો તેણે ઝોમેટોને કહ્યું કે, તે આ ઓર્ડરને રદ્દ કરે કે પછી તેને કોમ્પ્લીમેન્ટ્રી આપે. 

હિતેશાએ જણાવ્યું કે, તેણે 9 માર્ચે સાંજે 3.30 કલાકે ઓર્ડર આપ્યો પરંતુ આ ઓર્ડર 4.30 કલાકે મળ્યો. ઓર્ડર સમય પર ન મળવા તેણે કસ્ટમર સપોર્ટને ફોન કર્યો અને કહ્યું કે, પૈસા પરત કરો અને ઓર્ડરને રદ્દ કરી દો. 

હિતેશાએ કહ્યું કે, જ્યારે તેણે ડિલિવરી બોયને કહ્યું કે, ઓર્ડર કેન્સલ કરવાનો છે કે કોમ્પ્લીમેન્ટ્રી કરવાનો છે અને તે તેના કન્ફર્મેશનની રાહ જોઈ રહી હતી, તો ડિલિવરી બોય તેના પર રોષે ભરાયો અને ઓર્ડર પરત લેવાની ના પાડી દીધી. હિતેશાએ કહ્યું કે, ડિલિવરી બોયને રાહ જોવાનું કહ્યું તો તે ગુસ્સે થયો અને રાડો પાડવા લાગ્યો. 

ઘરમાં ઘુસી કર્યો હુમલો
હિતેશા પ્રમાણે તે ડરી ગઈ અને દરવાજો બંધ કરવાનો પ્રયાસ કર્યો. એટલામાં ડિલિવરી બોય તેના ઘરમાં ઘુસી ગયો અને તેના ચહેરા પર એક પંચ માર્યો. ત્યારબાદ તે ઓર્ડર લઈને ભાગી ગયો હતો. ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં ચંદ્રાણીએ જણાવ્યું કે, તેણે રાડો પાડી પણ પાડોશી મદદ માટે ન આવ્યા. 

સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ લોકો તેને સમર્થન આપી રહ્યાં છે. ઘણા લોકોએ વીડિયો પર કોમેન્ટ કરી અને લખ્યું કે, આ શોકિંગ છે. તમે ચિંતા ન કરો અને પોતાનું ધ્યાન રાખો. અમે તમારી સાથે છીએ. 

— Hitesha Chandranee (@HChandranee) March 10, 2021

ઝોમેટોનું નિવેદન આવ્યું સામે
ફૂડ ડિલિવરી સ્ટાર્ટ-અપ ઝોમેટોએ આ આરોપો પર જવાબ આપ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ ઝોમેટોએ કહ્યું કે, આ અનુભબ ખુબ ખરાબ છે. અમારી ડિલિવરી આવી વાતો માટે આપવામાં આવતી નથી. અમારા સ્થાનિક પ્રતિનિધિ જલદી તમારો સંપર્ક કરશે. અમે પોલીસ તપાસથી લઈ મેડિકલ કેર સુધી તમામ વાતોમાં તમારી મદદ માટે સાથે છીએ. સાથે ઝોમેટોએ કહ્યું કે, અમે જણાવી નથી શકતા કે અમને કેટલો અફસોસ છે. તમે નિશ્ચિત રહો, અમે એવા દરેક પગલા ભરીશું જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન થાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news