#DeshKaZee: ZEEL-INVESCO વિવાદ શું છે? ડો. સુભાષ ચંદ્રાએ આપ્યા તમામ સવાલોના જવાબ, તમે પણ જાણો

ZEEL-Invesco Matter: ઝી એન્ટરટેઇનમેન્ટ (ZEEL) સાથે સોની પિક્ચર્સ (SPNI) ના વિલીનીકરણની જાહેરાત થઈ ત્યારથી ઇન્વેસ્કો અવરોધક બની રહ્યું છે. શું ચીન ઝીલ વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચી રહ્યું છે.  શું કોઈ કોર્પોરેટ હાઉસના ઈશારે બધું થઈ રહ્યું છે? દેશની જનતા અને શેરધારકોને આ તમામ સવાલોના જવાબ ઝીના ફાઉન્ડર ડો. સુભાષ ચંદ્રાએ આપ્યા છે.
 

#DeshKaZee: ZEEL-INVESCO વિવાદ શું છે? ડો. સુભાષ ચંદ્રાએ આપ્યા તમામ સવાલોના જવાબ, તમે પણ જાણો

નવી દિલ્હીઃ ઝી ન્યૂઝના એડિટર ઇન ચીફ સુધીર ચૌધરીની સાથે ZEEL ફાઉન્ડર ડો. સુભાષ ચંદ્રાએ સૌથી મોટા ઈન્ટરવ્યૂમાં તમામ મોટા સવાલોનો જવાબ આપ્યો છે, જેના વિશે દેશની જનતા અને કંપનીના શેરહોલ્ડર પણ જાણવા ઈચ્છે છે. આ સવાલ એટલા માટે પણ મહત્વનો છે કારણ કે ઝી એન્ટરટેઈનમેન્ટ  (ZEEL) ની સાથે સોની પિક્ચર્સ (SPNI) ના મર્જરની જાહેરાત બાદ ઇન્વેસ્કોના ઈરાદા પર સવાલ ઉઠી રહ્યાં છે. સવાલ તે પણ છે તેની પાછળ કોનો હાથ છે? ઇન્વેસ્કો આ સવાલોથી કેમ ભાગી રહ્યું છે?

સવાલઃ તમે વર્ષ 1992માં  Zee TV લોન્ચ કરી હતી ત્યારબાદ ભારતની અનેક પેઢીઓ  Zee TV જોતા મોટી થઈ પરંતુ આજે તે  Zee TV ની ઉપર એક વિદેશી કંપનીના રૂપમાં ખતરો આવ્યો છે, તમે આ ખતરાને કેટલો ગંભીર માનો છો?
જવાબઃ  Zee TV એક એવા સમયમાં લોન્ચ થયું જ્યારે દેશમાં દૂરદર્શન માત્ર એક ચેનક હતી. દૂરદર્શનની પોતાની મર્દાયા રહેતી હતી. તેને પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટરનું કામ કરવું પડતું હતું તેથી તે એન્ટરટેઈનમેન્ટ પ્રોગ્રામ વધુ દેખાડી શકતું નહોતું. જગ્યા ખાલી હતી તેથી ઝી 1992માં આવ્યું અને આ જગ્યા ભરાય ગઈ. આજે કોઈ 10 લાખ કરોડ રૂપિયા પણ ખર્ચ કરે તો તે ફરી રી-ક્રિએટ ન થઈ શકે. કારણ કે આ નેટવર્કને જોઈને દેશની 3-4 જનરેશન મોટી થઈ છે. બધાએ તેને પ્રેમ કર્યો છે. આજે પણ બોમ્બેમાં અમારૂ એક ગોડાઉન છે, ત્યાં આજે પણ 10 કરોડ પત્રો 1992થી લઈને 1996 સુધીની પડી છે. આ ચેનલ મારી ચેનલ નથી, આ ચેનલ ઇન્વેસ્કોની નથી, આ દેશના 2.5 લાખ શેરહોલ્ડરની ચેનલ છે. તેના ઉપર વિદેશીઓનો એટેક 1994માં પણ થયો હતો, તે સમયે મને એક વિદેશી કંપની દ્વારા 500 મિલિયન ડોલર ઓફર થયા હતા. મેં તે સમયે પણ કંપનીને કહ્યું હતું 'india Is not For Sale.' આજે આવી સ્થિતિ બનતી જોવા મળી રહી છે તો હું તે કહું છું કે ઇન્વેસ્કો એક શેર હોલ્ડર છે, તે માલિક નથી. તે શેરહોલ્ડરની જેમ વ્યવહાર કરે ન કે માલિકની જેમ. જે માલિક છે 2.5 લાખ લોકો તેમને નિર્ણય કરવા દો.

સવાલઃ તમારા પ્રમાણે આજે Zee TV ના માલિક કોણ છે?
જવાબઃ
2.5 લાખ શેરહોલ્ડર, પબ્લિક. આ નેટવર્કનું માલિક કોઈ એક વ્યક્તિ નથી. આ દેશના 90 કરોડ વ્યૂઅર દરરોજ Zee TV ને જુએ છે તે માલિક છે. 90 કરોડ ભારતમાં અને 60 કરોડ લોકો વિદેશામાં તેને જુએ છે, તે 150 કરોડ લોકો તેના માલિક છે. કોઈ એક વ્યક્તિ તેનો માલિક નથી, હું પણ તેનો માલિક નથી. 

સવાલઃ તમે સતત કહી રહ્યા છે તો ઇન્વેસ્કોએ પોતાનો ઇરાદો સ્પષ્ટ કરવો જોઈએ, તેનાથી તમારો અર્થ શું છે?
જવાબઃ
મારૂ તે કહેવુ છે કે ઇન્વેસ્કો એક.. મને પહેલા તો તેની ખબર નથી, સ્ટ્રક્ચર શું છે? ઓપન હાઇમર જેના લોકોએ શરૂમાં વાત કરી હતી, તે તો અમને સમજમાં આવે છે કે આ અમેરિકન ફંડ છે. આ જે ફંડ છે, જેમાં ઓવરસીઝ, ચાઇના, Fund LLC.. આવા કેટલાક નામ છે, અમને તેનું પહેલા તો તે સમજાતું નથી કે આ ચાઇનાનું ફંડ છે કે ક્યાનું ફંડ છે. બીજુ તે તો ચલાવવાના નથી. આટલું મોટું નેટવર્ક એક પ્રાઇવેટ ઇક્વિટીનો વ્યક્તિ ન ચલાવી શકે. જરૂર તેની પાછળ કોઈ છે. તમે કાર્યક્રમમાં કહ્યુ કે તે બોર્ડ ઓફ ડાયરેક્ટર પુનીત ગોયનકાને બદલવા ઈચ્છે છે, તે નથી. તે આ કંપનીને ટેકઓવર કરવા ઈચ્છે છે. તે દેશના કાયદાના વિરોધમાં તેને ટેકઓવર કરવા ઈચ્છે છે. તે સીધા રસ્તે ન આવી, એક ગુપ્ત રૂપે, ગેરકાયદેસર રીતે ટેક ઓવર કોડને બચાવતા I&B મિનિસ્ટ્રીની સિક્યોરિટી ક્લિયરન્સને પણ બચાવતા ન માત્ર એક કંપનીના લોની એક જોગવાઈની પાછળ છુપાય કંપનીને હડપવા ઈચ્છે છે. 

સવાલઃ ZEELનું જે બોર્ડ છે તેના પર આજે કોનો કંટ્રોલ છે?
જવાબઃ આ બોર્ડ પર કોઈનો કંટ્રોલ નથી. આજે 6 બોર્ડ મેમ્બર છે, 7માં પુનીત ગોયનકા છે. તે આ વિષયમાં પાર્ટિસિપેટ પણ ન કરી શકે. 6ના 6 મોટા ઇજ્જતદાર ડાયરેક્ટર છે તે સ્વતંત્ર નિર્ણય લે છે. આજે એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે EGM બોર્ડ કેમ થવા દેતું નથી? તે બોર્ડને પૂછો, બોર્ડ સ્વતંત્ર છે. તેણે પોતાના લીગલ એડવાઇઝર અપોઇન્ટ કરી રાખ્યા છે. તેમણે સુપ્રીમ કોર્ટના જજો પાસેથી મત લીધો છે. તેમને તે જણાવવામાં આવ્યું કે ઇન્વેસ્કો તરફથી આવેલ રીક્વીજેશન ગેરકાયદેસર છે. ગેરકાયદેસર રીક્વીજેશન બોર્ડની ડ્યૂટી બની જાય છે કે ખોટુ છે તો તેને શેરહોલ્ડરની સામે પ્રસ્તુત ન કરો પરંતુ તેને એક્સપોઝ કરો. પુનીત ગોયનકા કે મારો કોઈનો કોઈ અધિકાર નથી. 

સવાલઃ રિસર્ચથી જાણવા મળ્યું, ઇન્વેસ્કો કોઈ આજનું ઇન્વેસ્ટર નથી, ખુબ જૂનું ઇન્વેસ્ટર છે. આ પહેલા પુનીત ગોયનકાના નેતૃત્વ કરવાની ક્ષમતામાં સંપૂર્ણ વિશ્વાસ હતો. બધુ બરાબર ચાલી રહ્યું હતું પછી અચાનક તેણે પલટી મારી અને અચાનક તેનો મત કેમ બદલાય ગયો?
જવાબઃ મારો અંગત મત છે, હું ન કંપનીનો મત કહુ છું ન પુનીત ગોયનકાનો મત કહુ છું. હું આજે ZEEL નો ડાયરેક્ટર પણ નથી, એક ઇન્પિડેન્ડેટ વ્યક્તિના રૂપમાં કહુ છું કે કોઈને કોઈ વ્યક્તિ ઇન્વેસ્કોમાં અપ્રામાણિકતા દાખવી રહ્યો છે. તે લગભગ પોતાના મોટા અધિકારીઓને પણ વ્યવસ્થિત વાત જણાવી રહ્યો નથી અને જો જણાવી રહ્યો છે તો તે રૂપમાં જણાવી રહ્યો છે તેમાં તે (અધિકારી) પણ તેનો સાથ આવે. તો શું કંઈક બદલાય ગયું છે ઇન્વેસ્કોમાં, તે ઇન્વેસ્કો નથી. આ ગેરકાયદેસર કામ કરનારી કંપની કે ચાઇનાની કંપની છે, જેને કોઈનો ડર નથી. મને ખ્યાલ નથી કે શું છે પરંતુ મેં એક બે કાયદાના જાણકાર લોકોને પૂછ્યુ તો તેણે કહ્યું કે, આ ગેરકાયદેસર કામ કરી રહ્યા છે. જો તેણે પહેલાથી કોઈ ડીલ કરી રાખી છે તો તે એકતરફ છે. ટેક ઓવર છે. સેબી અને મિનિસ્ટ્રી ઓપ કોર્પોરેટ અફેયર્સે તેને ધ્યાનમાં લેવું જોઈએ. હું તો ZEEL ના બોર્ડને પણ કહીશ કે તમે ઇન્વેસ્કો સાથે વાત કરો. તેને કહો કે અમે  EGM કરવા તૈયાર છીએ પરંતુ તમારી ડીલ સામે લાવો અમને જણાવી દો, અમે શેરહોલ્ડરની સામે રાખીશું કે આ ઇન્વેસ્કોની ડીલ છે આ સોનીની ડીલ છે. જો શેરહોલ્ડર ઈચ્છે કે પુનીત ગોયનકાએ હટવું પડશે તો હટવું પડશે, તેમને પાછલા વર્ષે શેરહોલ્ડરની મીટિંગમાં 5 વર્ષ માટે એમડી નિયુક્ત કરવામાં આવ્યા હતા. 

સવાલઃ ઇન્વેસ્કો તે કહે છે કે હું 18 ટકાનો શેરહોલ્ડર છું. લાર્જેસ્ટ શેરહોલ્ડર છું, જેને તે અધિકાર છે કે હું EGM બોલાવું અને  ZEEL નું જે બોર્ડ છે તે વચ્ચે આવી રહ્યું છે, તે ઈજીએમ બોલાવવા દેતું નથી. આ ઇંપ્રેશન ક્રિએટ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે?
જવાબઃ આ ખોટી ઇમ્પ્રેશન ક્રિએટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. લગભગ બની શકે કે આ કારણે મારે મીડિયાને સામે આવવું પડ્યું. કારણ કે ઇમ્પ્રેશન તો ક્રિએટ કરી શકાય છે, કારણ કે ઇન્વેસ્કો ડોલરમાં ડીલ કરે છે અમે રૂપિયામાં ડીલ કરીએ છીએ. એક ડોલર 74 રૂપિયાનો છે, આપણે રૂપિયામાં છીએ તો તે અમારાથી 74 ગણો મોટો તો થઈ ગયો. તેની પાસે પાવર છે. તેની પાસે પૈસાની તાકાત છે. પૈસાના દમ પર તે ઇમ્પ્રેશન ક્રિએટ કરી શકે છે. સત્ય છે કે એક કંપનીને ખોટી રીતે ટેક ઓવર કરવાનો ક્લિયર કટ કેસ છે આ. જેને આ દેશનો કાયદો મંજૂરી આપતો નથી પરંતુ તે છુપાયેલા છે ઇન્વેસ્કોના એક.. જે તમે કહ્યુ કે, 18 ટકા શેરહોલ્ડર છે પરંતુ શેરહોલ્ડર છે માલિક નથી. તે તમારે માનવુ પડશે. આ દેશના કાયદાનું પાલન કરો. તેના પ્રમાણે નિર્ણય કરો. તમે 75 ટકા શેરહોલ્ડરને ઓપન ઓફર કરો, લઈ લો કંપની. કોણ રોકી શકે છે? 

સવાલઃ તમે કહી રહ્યાં છો કે આ ગેરકાયદેસર છે. હવે આપણા દેશમાં I&B છે, સેબી છે, મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેયર્સ છે, NCELT પણ છે તો તમે શું ઈચ્છશો કે જેટલી સંસ્થાઓ છે તે તેમાં હસ્તક્ષેપ કરે અને કેમ કરી રહી નથી?
જવાબઃ જો તમે પોતાનું કામ ઈમાનદારીથી કરશો તો જે કાગળ પર દેખાઈ રહ્યું છે તેની પાછળ જવું પડશે. તે માટે 10 પ્રશ્નો પૂછવા પડશે. તે કેમ પૂછવા ઈચ્છી રહ્યાં નથી, આ તો સરકારનું કામ છે. સરકાર તેને પૂછે, કેમ પૂછી રહી નથી? ZEE કોઈ વેપાર નથી આ દેશના 90 કરોડ લોકોની મિલકત છે જે રોજ તેને જુએ છે. જે પોતાના ઘરમાં ZEE આવવા દે છે. તેની સાથે બેસે છે. તેની સાથે હસે છે, રડે છે, મોટા થાય છે. તે શું તે આજે OTT પર જે પ્રોગ્રામ આવે છે તે જોશે. તે નજોઈ શકે. માતા-પુત્રની સાથે બેસી ન જોઈ શકે. પિતા-પુત્રીની સાથે બેસી ન જોઈ શકે, તે પ્રકારનું કન્ટેન્ટ આવે છે. આજે દેશ એન્ટરટેઈનમેન્ટનો કોઈપણ ભાષામાં કાર્યક્રમ પરિવારની સાથે બેસી જોઈ શકો તો તે ZEE નેટવર્ક છે અન્ય કોઈ નથી. આ હું દાવાની સાથે કહી શકુ છું. 

સવાલઃ થોડા સમય પહેલા અમે એક ક્લિપ ચલાવી અને તે ક્લિપને જોઈને દર્શક તો જરૂર ઇમોશનલ થયા હશે, હું ખુદ ખુબ ઇમોશનલ થઈ ગયો કારણ કે અમે બાળપણથી તે વસ્તુને જોતા આવ્યા છીએ. આ દેશને તમે આટલા મોટા-મોટા ફિલ્મ સ્ટાર આપ્યા છે. આટલા મોટા-મોટા ગાયક આપ્યા છે અને જે આટલા મોટા ઉદ્યોગને આપણે મોટો કર્યો છે, તેથી તમને તે પૂછી રહ્યો છું કે 1992માં જે તમે સફર શરૂ કરી અને આ શાનદાર સફર છે. એક જીવન ચક્રમાં તમે આ પૂરો સમય જોયો. આજે તમે 71 વર્ષના થઈ ચુક્યા છો અને વધુ એક યુદ્ધની તૈયારીમાં છો?
જવાબઃ
આ વાતને આપણે વધુ ન કરીએ તો સારૂ છું. આ ભાવુકતાનો વિષય છે. પરતું હું તે કહીશ કે એક વસ્તુ ક્રિએટ થઈ ગઈ. એક સમય હતો, તક હતી, જગ્યા ખાલી હતી બની ગયું. આજે હું પણ ઈચ્છું તો આ ક્રિએટ ન કરી શકું કારણ કે આટલા કરોડો પોસ્ટકાર્ડ  ZEE ને લખવામાં આવતા હતા... ZEE ના નામનો અર્થ શું છે તે લોકોએ આપ્યો છે. લોકોએ પોતાના લોહીથી પત્રો લખ્યા ઝીને. એપ્રિશિએટ પણ કર્યું છે. જ્યારે અમે કોઈ ભૂલ કરી તો લોકોએ જૂતાનો હાર પણ મારા માટે મોકલ્યો છે. મેં તેને દિલથી સ્વીકાર કર્યો છે. હું ક્યાંય જતો તો લોકોએ એરપોર્ટ પર કાળા ઝંડા દેખાડ્યા છે. તે માટે કે હું હિન્દી ભાષાને શુદ્ધ રૂપથી દેખાડી શકતો નથી. મેં તેનો પણ નમન કરીને સ્વીકાર કર્યો છે. આ વાત ફરી ક્યારેક.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news