Zee Sammelan 2022: દેશ બુલડોઝરથી નહીં ચાલે, બંધારણથી ચાલશે: અસદુદ્દીન ઓવૈસી

Zee Sammelan 2022: ઝી સંમેલન-2022 સંવાદ જરૂરી માં હૈદરાબાદના સાંસદ અને AIMIM ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ભાગ લીધો અને આ દરમિયાન કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું.

Zee Sammelan 2022: દેશ બુલડોઝરથી નહીં ચાલે, બંધારણથી ચાલશે: અસદુદ્દીન ઓવૈસી

Zee Sammelan 2022: ઝી સંમેલન-2022 સંવાદ જરૂરી માં હૈદરાબાદના સાંસદ અને AIMIM ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ભાગ લીધો અને આ દરમિયાન કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર મુસલમાનોને નિશાન બનાવી રહી છે. તે મુસલમાનો વિરુદ્ધ એલાન એ જંગ કરી ચૂકી છે. છેલ્લા 8 વર્ષમાં મોદી સરકારના કાર્યો પર બોલતા ઓવૈસીએ કહ્યું કે ભાજપ પાસે હાલ એક પણ મુસ્લિમ સાંસદ નથી. 11 રાજ્યોમાં તેમની સરકાર છે અને ફક્ત એક મુસ્લિમ મંત્રી છે. જે કઈ પણ અલ્પસંખ્યક મંત્રાલયનું બજેટ છે તેનું અમલીકરણ ઝીરો છે. 

તેમણે કહ્યું કે 8 વર્ષમાં મોબ લિંચિંગના નામ પર શું તમાશો થયો તે બધાએ જોયો છે. આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કે રૂલ ઓફ લોને બરબાદ કરવામાં આવી રહ્યો છે. નોટિસ વગર ઘર તોડવામાં આવે છે. ઓવૈસીએ કહ્યું કે ભાજપે છેલ્લા 8 વર્ષમાં ભારતના મુસલમાનો વિરુદ્ધ એલાન એ જંગ કરી છે અને આ જ આપણે જોઈ રહ્યા છીએ. 

'મુસલમાન સરકાર વિરુદ્ધ બોલશે તો તેમને દેશદ્રોહી કહેવાશે'
ઓવૈસીએ કહ્યું કે જો મુસલમાન સરકાર વિરુદ્ધ બોલશે તો તેમને દેશદ્રોહી કહેવામાં આવશે. દેશમાં શું થઈ રહ્યું છે તે બધા જોઈ રહ્યા છે. અમે જે કહીએ છે તેના પર પ્રધાનમંત્રી રિએક્ટ કરતા નથી. તેમણે કહ્યું કે ખરગોન અને પ્રયાગરાજમાં નોટિસ વગર લોકોના ઘર તોડ્યા. સરકારે મોબ લિંચિંગ પર કશું કર્યું નથી. 

બુલડોઝરની કાર્યવાહી પર તેમણે કહ્યું કે દેશ બુલડોઝરથી નહીં ચાલે. દેશ બંધારણથી ચાલશે. પ્રદેશના મુખ્યમંત્રી ચીફ જસ્ટિસ બનીને ચુકાદો આપી શકે નહીં. એ ફક્ત મહેસૂસ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે તમે ચીન પર બુલડોઝર ચલાવો. દેશના પીએમ ચીનનું નામ લેતા ડરે છે. આપણે આપણી જમીન પર પેટ્રોલિંગ કરી શકતા નથી. તેમણે કહ્યું કે બુલડોઝરની કાર્યવાહી પહેલા નોટિસ આપવી પડશે. દિલ્હીમાં કેટલા ગેરકાયદેસર નિર્માણ છે તમે તેને નહીં તોડો. તમે દલિત અને મુસલમાનોને નિશાન બનાવી રહ્યા છો. સરકાર બદલાની ભાવનાથી કાર્યવાહી કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news