EXCLUSIVE: રામ મંદિર મુદ્દે ઉતાવળ યોગ્ય નહી, હાલ કેસ કોર્ટમાં છે: અમિત શાહ
2019માં યોજાનારી ચૂંટણીઓની રણનીતિ અંગે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ZEE NEWSના એડિટર સુધીર ચૌધરી સાથે EXCLUSIVE ચર્ચા કરી હતી
Trending Photos
નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, અમે રાજસ્થાનમાં સરકાર બનાવવા જઇ રહ્યા છીએ. આ વાતમાં ખુબ જ ભરોસા સાથે કહી શકું છું. અહીં કેન્દ્ર અને રાજ્ય સરકારે મળીને ઘણુ સારૂ કામ કર્યું છે. આ વાતો અમિત શાહે ZEE NEWSના એડિટર સુધીર ચૌધરી સાથે EXCLUSIVE વાતચીતમાં કહી. મહાગઠબંધનના સવાલનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે, તમે લખીને લઇ લો અમે 2019માં 23 સીટો જીતીશું.
જમ્મુ અને કાશ્મીરમાં સરકાર બનાવવા અંગેના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે, ત્યાં રાજ્યપાલે જે કર્યું તે યોગ્ય છે. અમારી તોડફોડની કોઇ મંશા નહોતી. મહાગઠબંધન મુદ્દે ચાલી રહેલી અટકળો અંગે કહ્યું કે, ગત્ત ચૂંટણીમાં અમારી સામે હારનારા લોકો મહાગઠબંધન બનાવવાની વાત કરી રહ્યા છે જે પણ છત્રપ છે, તેઓ માત્ર પોતાનાં રાજ્યમાં જ મજબુત છે, બહાર તેમનો કોઇ જ જનાધાર નથી. અમિત શાહે કહ્યું કે, મહાગઠબંધનને ફરીથી હરાવીશું. તેમણે કહ્યું કે, 1+1+1 હંમેશા 11 નથી થતા.
રાફેલ ડીલ અંગે ઉઠેલા સવાલો અને વિવાદો અંગે અમિત શાહે કહ્યું કે, આ ડીલમાં એક પણ કોડી વધારે નથી આપવામાં આવી. જો કોંગ્રેસ પાસે કોઇ મજબુત પુરાવા હોય તો તે અત્યાર સુધી સુપ્રીમ કોર્ટમાં શા માટે નહોતી ગઇ.
એક ઇંટ મુકવાની નથી પરંતુ સંપુર્ણ રામ મંદિર બનાવવાનું છે.
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ મુદ્દે તેમણે કહ્યું કે, અમે રામ મંદિર માટે એક ઇંટ નથી મુકવા માંગતા, પરંતુ અમે સંપુર્ણ રામ મંદિર બનાવવા માંગીએ છીએ. મંદિર નિર્માણ મુદ્દે અધ્યાદેશ લાવવા અને તે અંગે જોડાયેલા સવાલોનાં જવાબ અંગે ભાજપ અધ્યક્ષે આ ટિપ્પણી કરી હતી. ભાજપ અધ્યક્ષે કહ્યું કે, રામ મંદિર માટે એક ઇંટ નથી મુકવી, પરંતુ સંપુર્ણ મંદિર બનાવવાનું છે. કોર્ટે આ મુદ્દે વિચાર કરી રહી છે. તે મેટર પર આ પ્રકારની ઉતાવળ પણ યોગ્ય નથી. અમે જનતાની સંવેદનાઓને પણ સમજી રહ્યા છીએ અને તેમને યોગ્ય જવાબ પણ આપી રહ્યા છીએ.
અમે વિકાસનાં મુદ્દે ચૂંટણી જીતીએ છીએ
અમિત શાહે કહ્યું કે, અમે ચૂંટણી વિકાસનાં મુદ્દાઓ પર જીતીએ છીએ. ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ આ વાતનું ઉદાહરણ છે. એટલા માટે તે કહેવું ખોટુ ગણાશે કે વિકાસ પર ચૂંટણી જીતી શકાય નહી. તમારૂ કરેલુ કામ લોકોને દેખાય તો તેઓ મત આપવાનાં જ છે.
સીબીઆઇ મુદ્દે રાહુલ ગાંધીના આરોપો અસ્થાને
સીબીઆઇ મુદ્દે કોઇ ડર નહોતો. બે અધિકારીઓએ એક બીજા પર આરોપ લગાવ્યા હતા. જ્યા સુધી તપાસ થાય ત્યાં સુધી જરૂરી હતું કે બંન્નેને ફરજથી દુર રાખવામાં આવે. જ્યારે આલોક વર્મા પર ફરિયાદ થઇ ત્યારે સુપ્રીમ કોર્ટમાં રાફેલ અરજી દાખલ થઇ ચુકી હતી. એવામાં રાહુલ ગાંધીનું તેમ કહેવું કે આલોક વર્મા આ મુદ્દે કોઇ ફરિયાદ દાખલ કરાવવાનાં હતા, આ વાત જડમુળથી ખોટી છે.
નોટબંધી અને જીએસટી સરકારનાં સાહસી નિર્ણય
નોટબંધી અને જીએસટી બંન્ને મોટા પગલા હતા. જીએસટી 2 વર્ષ બાદ મોટુ પરિવર્તન લાવશે. આ બંન્ને મોટા પગલા છે. પરંતુ તેની અસર તત્કાલ નહી લાંબા સમયે દેખાશે. તે અર્થતંત્ર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે. આ બંન્ને નિર્ણય સરકારનાં સાહસી નિર્ણયો પૈકીનાં એક છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે