નડિયાદના સંતરામ મંદિરે દેવ દિવાળીના દિવસે 1 લાખ 21 હજાર દિવડાનો શણગાર કરાયો

તેલ અને ઘીનો ઉપયોગ કરીને પ્રગટાવાય છે દિવડા, હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા 

નડિયાદના સંતરામ મંદિરે દેવ દિવાળીના દિવસે 1 લાખ 21 હજાર દિવડાનો શણગાર કરાયો

નડિયાદઃ નડિયાદના સુપ્રસિધ્ધ સંતરામ મંદિરે દેવ દિવાળીના દિવસે 1 લાખ 21 હજાર દિવડાનો શણગાર કરાયો છે. ભક્તો દ્વારા સમગ્ર મંદિર પરિસરને દિવડાથી સજાવવામાં આવ્યું હતું, આ દિવ્ય નજારો જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. એક લાખ એકવીસ હજાર દીવડાઓના આ પ્રકાશથી સમગ્ર મંદિર ઝળહળી ઉઠ્યું હતું. આ સાથે જ આકાશમાં આતશબાજી કરવામાં આવી હતી. 

મંદિરના મહંતના જણાવ્યા મુજબ તેલ અને ઘીથી આ દિવા કરવામાં આવતા હોય છે. હિન્દુ સંસ્કૃતિમાં દિવા અને પ્રકાશનું અનેરૂ મહત્વ રહેલું છે. કેહવાય છે કે આ દિવડાનું અજવાળું મનુષ્યના જીવનમાં દુખના અંધકાર દુર કરી સુખનો પ્રકાશ ફેલાવતું હોય છે.  છે. 

મંદિરના મહંત નિર્ગુણદાસજી મહારાજે આ પ્રસંગે જણાવ્યું કે, ભારતીય પ્રજા ઉત્સવ પ્રિય છે, ઉત્સવ ઉત્સાહ પુર્વક ઉજવાય. યોગીરાજ મહારાજ જ્યોત સ્વરૂપે છે. જેમની જ્યોત સ્વરૂપે અહીં હાજરી છે. દેવ દિવાળીએ છેલ્લા ઘણા વર્ષોથી અગણીત તેલ અને ઘીના દિવાઓથી અહીં રોશની કરવામાં આવે છે, આ વિશેષતા તેલ અને ઘીના દિવાઓની હોય છે. દેવ દિવાળીના દિવસે મોટી સંખ્યામાં ભક્તો આશિર્વાદ લેવા માટે ઉમટી પડતા હોય છે. 

સંતરામ મંદિરના સેવક આશિષભાઇ દવેએ જણાવ્યું કે, યોગીરાજ શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના સાનીધ્યમાં હિન્દુ વૈદીક સંસ્કૃતી મુજબ દર વર્ષે આ દેવ દિવાળીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. 1.21 લાખ દિવડાઓ ભક્તો દ્વારા પ્રગટાવવામાં આવે છે અને સમગ્ર મંદિર દિવડાઓથી ઝળહળી ઉઠે છે, જેના અજવાળામાં ભક્તો અનેરો આનંદ માણે છે, આ પ્રકાશમાં ભક્તો પોતાના જીવનના ઉજાસને જુએ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news