Yoga Day 2019 : યોગમાં પણ છે શાનદાર કારકિર્દીની તકો, લાખોમાં કરી શકો છો કમાણી

ભારત જ નહીં પરંતુ આખી દુનિયામાં યોગ પાછળ દિવાનગી ચાલી રહી છે, આ જ કારણ છે કે યોગ કારકિર્દીનું એક શ્રેષ્ઠ ઓપ્શન બની ગયું છે, યોગમાં કારકિર્દી બનાવવા સાથે સારો પગાર પણ મળે છે, છેલ્લા કેટાલક વર્ષથી પ્રાઈવેટ યોગ ઈન્સ્ટ્રક્ટરથી માંડીને મોટી મલ્ટીનેશનલ કંપનીઓમાં યોગ એક્સપર્ટની માગ વધી ગઈ છે

Yoga Day 2019 : યોગમાં પણ છે શાનદાર કારકિર્દીની તકો, લાખોમાં કરી શકો છો કમાણી

નવી દિલ્હીઃ ભારત જ નહીં પરંતુ આખી દુનિયામાં યોગ પાછળ દિવાનગી ચાલી રહી છે, આ જ કારણ છે કે યોગ કારકિર્દીનું એક શ્રેષ્ઠ ઓપ્શન બની ગયું છે, યોગમાં કારકિર્દી બનાવવા સાથે સારો પગાર પણ મળે છે, છેલ્લા કેટાલક વર્ષથી પ્રાઈવેટ યોગ ઈન્સ્ટ્રક્ટરથી માંડીને મોટી મલ્ટીનેશનલ કંપનીઓમાં યોગ એક્સપર્ટની માગ વધી ગઈ છે. 

અમેરિકનો યોગ પાછળ ખર્ચે છે 16 બિલિયન ડોલર
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટમાં યોગ જર્નલના તાજેતરના જ એક સર્વેનો ઉલ્લેખ કરાયો છે. આ સર્વે અનુસાર અમેરિકામાં યોગ કરતા લોકોમાં 72 ટકા મહિલાઓ છે. આટલું જ અમેરિકામાં 6000 યોગ સ્ટૂડિયો ખુલી ગયા છે. એક અમેરિકન એક વર્ષમાં યોગા ક્લાસિસ, તેને સંબંધિત એક્સેસરીઝ, સાધનો અને કપડા પાછળ દર વર્ષે લગભગ રૂ.16 બિલિયન ડોલરનો ખર્ચ કરે છે. 

યોગમાં કારકિર્દી બનાવવા આટલું જરૂરી
યોગમાં કારકિર્દી બનાવવા માટે તમે એક સારા સ્પીકર હોવા જરૂરી છો. તમે એક વ્યક્તિથી માંડીને ગ્રુપ સુધી તમારી વાતને યોગ દ્વારા સમજાવાની ક્ષમતા હોવી જોઈએ. આ ઉપરાંત તમે તમારી ભાષા ઉપરાંત અંગ્રેજી ભાષા ઉપર પણ સારું પ્રભુત્વ ધરાવતા હોવા જોઈએ. જો યોગની સાથે-સાથે તમે કોઈ અન્ય વિદેશી ભાષા પર પ્રભુત્વ મેળવી લો તો તમને વિદેશમાં સારામાં સારા નાણા કમાવાની તક મળી શકે છે. 

સારી યોગ સંસ્થામાંથી તાલીમ મેળવવી જરૂરી
યોગ શિક્ષક બનતાં પહેલાં તમારે ખુદ પણ યોગ અંગે વિસ્તૃત માહિતી મેળવી લેવી જોઈએ. ત્યાર પછી કોઈ સારી શિક્ષણ સંસ્થામાંથી તાલીમ લઈને સતત પ્રેક્ટિસ ચાલુ રાખવી જોઈએ. સાચી પ્રેક્ટિસ ન હોય તો તમે યોગમાં પુસ્તકિયા જ્ઞાન સાથે સફળ થઈ શકો નહીં. 

યોગમાં બની શકો છો ઉદ્યોગ સાહસિક
યોગ એક વિજ્ઞાન છે, જેને શીખવા માટે યોગ્ય અને તાલીમપ્રાપ્ત શિક્ષકની જરૂર હોય છે. યોગ શિક્ષક પોતાનું કામ પણ સરૂ કરી શકે છે. અનેક યોગ શિક્ષણ સંસ્થાઓમાં યોગ શિક્ષક માટે અસંખ્ય જગ્યાઓ ખાલી છે. 

નોકરીની અનેક તક
યોગની તાલીમ લીધા પછી રિસર્ચ સેક્ટરમાં તમે સ્થાન બનાવી શકો છો. દેશની અનેક જાણીતી સંસ્થાઓમાં રિસર્ચ કર્યા બાદ તમે વિદોશમાં પણ નોકરી મેળવી શકો છો. દેશ-વિદેશના જાણીતા રિસોર્ટ અને ફાઈવ સ્ટાર હોટલમાં પણ યોગ ઈન્સ્ટ્રક્ટરની પોસ્ટ હોય છે. આ ઉપરાંત, જાણીતી હોસ્પિટલોમાં પણ યોગ શિક્ષકની જગ્યાઓ હવે રાખવામાંઆવે છે. અહીં દર્દીઓનો બીમારીની સાથે-સાથે માનસિક સ્વાસ્થ્ય સુધારવામાં યોગ મદદ કરે છે. 

આ ઉપરાંત, યોગ શિક્ષણ મેળવીને તમે જિમ, સ્કૂલ અને હાઉસિંગ સોસાયટીઝમાં પણ નોકરી મેળવી શકો છો. હાઉસિંગ સોસાયટીઓમાં તમે પર્સનલ ટ્રેનિંગ આપવાનું શરૂ કરીને પોતાનું કામ પણ શરૂ કરી શકો છો. 

યોગની તાલીમ મેળવીને તમે યોગ એરોબિક્સ ઈન્સ્ટ્રક્ટર, યોગ થેરાપિસ્ટ, યોગ ઈન્સ્ટ્રક્ટર, યોગ શિક્ષક, થેરાપિસ્ટ એન્ડ નેચરોપેથિસ્ટ, રિસર્ચ અધિકારી તરીકે પણ કામ કરી શકો છો. 

કંપનીઓ પણ રાખે છે યોગ ઈન્સ્ટ્રક્ટર
કેટલીક કંપનીઓ પણ પોતાના કર્મચારીઓ માટે સ્ટ્રેસ મેનેજમેન્ટના ક્લાસ લગાવતી હોય છે. આ ક્લાસ લેનારા યોગ ગુરૂ જ હોય છે. જો તમે મોટી મલ્ટીનેશનલ કંપનીઓ, કોર્પોરેટ હાઉસિસમાં સેવાઓ આપી રહ્યા છો તો સારામાં સારી કમાણી કરી શકો છો. 

નીચેની સંસ્થાઓમાંથી તમે કરી શકો છો યોગના કોર્સ 
મોરારજી દેસાઈ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ યોગ, દિલ્હી (વેબસાઈટઃ www.yogamdniy.nic.in) - ગ્રેજ્યુએશન કર્યા પછી અહીં ત્રણ વર્ષનો બીએસસી યોગા સાયન્સ, 1 વર્ષનો ડિપ્લોમા અને કેટલાક પાર્ટ ટાઈમ યોગ કોર્સ પણ ચાલી રહ્યા છે. 

બિહાર યોગ ભારતી, મુંગેર (વેબસાઈટઃ www.biharyoga.nit/bihar-yoga-bharti/byb-courses)- અહીં 4 મહિના અને 1 વર્ષનો કોર્સ ચાલે છે. 

ભારતીય વિદ્યા ભવન, દિલ્હી (વેબસાઈટઃ bvbdelhi.org)- અહીં 6 મહિનાથી માંડીને 1 વર્ષના જુદા-જુદા કોર્સ ચાલે છે. 

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ યોગા એન્ડ નેચરોપથી, નવી દિલ્હી. (ડિપ્લોમા કોર્સ)

અય્યંગર યોગ સેન્ટર, પુણે (વેબસાઈટઃ iyengaryogakshema.org)

કૈવલ્યધામ યોગ ઈન્સ્ટીટ્યુટ, પુણે (વેબસાઈટઃ kdham.com/college/) - (અહીં સર્ટિફિકેટ કોર્સ ઈન યોગ, પીજી ડિપ્લોમા ઈન યોગ એજ્યુકેશન, પીજી ડિપ્લોમા ઈન યોગ થેરાપી, ફાઉન્ડેશન કોર્સ ઈન યોગ, એડવાન્સ યોગ ટીચર્સ ટ્રેનિંગ, બીએ-યોગ ફિલોસોફી, માસ્ટર ક્લાસ ફોર યોગ ટીચર્સ વગેરે અભ્યાસક્રમ ચાલે છે.)

સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થાન, બેંગલુરુ (વેબસાઈટઃ www.svyasa.org) - આ ડીમ્ડ યુનિવર્સિટી છે. અહીં રેગ્યુલર અને ડિસ્ટન્સ યોગા કોર્સ કરી શકો છો. 

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ યોગિક સાયન્સ એન્ડ રિસર્ચ (વેબસાઈટઃ www.iiysar.co.in) - અહીં યોગમાં ટૂંકા ગાળાથી માંડીને માસ્ટર ડિગ્રી સુધીના અભ્યાસક્રમ ચાલે છે. 

દેવ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, હરિદ્વાર, ઉત્તરાખંડ (વેબસાઈટઃ www.dsvv.ac.in) - અહીં તમે યોગમાં બીએસસીથી માંડીને પીએચડી સુધીના કોર્સ કરી શકો છો. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news