કોરોનિલ પર હવે કોઈ વિવાદ નથી, સમગ્ર દેશમાં મળશે, મારા વિરુદ્ધ દુષ્પ્રચાર થયો: બાબા રામદેવ

યોગગુરુ બાબા રામદેવે આજે મીડિયા સામે કોરોનિલ પર પતંજલિનો પક્ષ રજુ કર્યો. તેમણે કહ્યું કે મારા વિરુદ્ધ દુષ્પ્રચાર કરવામાં આવ્યો. કેટલાક લોકોએ એ પ્રકારે હોબાળો મચાવી રાખ્યો છે. કેટલાક લોકોએ મારી જાત અને ધર્મને લઈને કોઈ દેશદ્રોહી આતંકી વિરુદ્ધ થાય છે તેમ ગંદુ વાતાવરણ બનાવવાની કોશિશ કરી. મારા વિરુદ્ધ દેશભરમાં એફઆઈઆર નોંધાવવામાં આવી. આ માનસિકતા આપણને ક્યાં લઈ જશે. 

કોરોનિલ પર હવે કોઈ વિવાદ નથી, સમગ્ર દેશમાં મળશે, મારા વિરુદ્ધ દુષ્પ્રચાર થયો: બાબા રામદેવ

હરિદ્વાર: યોગગુરુ બાબા રામદેવે આજે મીડિયા સામે કોરોનિલ પર પતંજલિનો પક્ષ રજુ કર્યો. તેમણે કહ્યું કે મારા વિરુદ્ધ દુષ્પ્રચાર કરવામાં આવ્યો. કેટલાક લોકોએ એ પ્રકારે હોબાળો મચાવી રાખ્યો છે. તેમણે કહ્યું કે કોરોનિલ પર નિયમ અને કાયદા મુજબ કામ થયું. આયુષ મંત્રાલયે અમારી કોશિશોના વખાણ કર્યા છે. કોરોનિલ પર હવે કોઈ વિવાદ નથી. 

તેમણે કહ્યું કે "રિસર્ચ સંબંધિત પ્રમાણ આયુષ મંત્રાલયને સોંપી દીધા છે. આયુષ મંત્રાલયે અમારા વખાણ કર્યા છે. કોરોનિલ પર હવે કોઈ વિવાદ નથી. 7 દિવસમાં કોરોનાના 100 ટકા દર્દીઓ સાજા થયા. દેશભરમાં કોરોનિલ દવા મળશે. કોરોનિલ શ્વાસરિનું લાઈસન્સ લીધુ છે. રોગમુક્ત સમાજ બનાવવો ગુનો છે તો હું કરીશ. મારી જાત અને ધર્મને લઈને ગંદુ વાતાવરણ બનાવવાની કોશિશ થઈ. મારા વિરુદ્ધ દેશભરમાં એફઆઈઆર દાખલ કરાઈ."

રામદેવે કહ્યું કે "અમે આખી ટ્રાયલમાં જોયું કે સૌથી મોટું જોખમ ત્યારે હોય છે જ્યારે કોરોના શરીરમાં ફેફસામાં ઘર બનાવી લે છે અને વાયરસ શરીરમાં લાખો કોપી તૈયાર કરી લે છે. અમે જોયું કે દવાથી ખુબ સારો રિસ્પોન્સ મળ્યો. સમગ્ર સાયન્ટિફિક ડોક્યુમેન્ટેશન છે. જે પ્રોટોકોલ્સ નક્કી કર્યા છે તે મુજબ અમે રિસર્ચ કર્યું છે." 

તેમણે વધુમાં કહ્યું કે "હાલ કોરોના ઉપર ક્લિનિકલ ટ્રાયલ થઈ છે. એ જ રીતે 10થી વધુ બીમારીના 3 લેવલના ટ્રાયલ અમે પાર કરી ચૂક્યા છીએ. અમારી પાસે 500 વૈજ્ઞાનિકોની ટીમ છે. એક કોરોના ટ્રાયલનું રિઝલ્ટ શું રજૂ કર્યું કે તોફાન આવી ગયું. આ ટાઈ પહેરનારા લોકો માનવા તૈયાર નથી કે લંગોટ પહેરનારો આ કેવી રીતે કરી શકે? તેમના જ રિસર્ચ પેરામીટર્સ મુજબ અમે આ કાર્ય આગળ વધાર્યું છે અને આગળ વધારવાનું છે."

વધુ વિગતો માટે જુઓ VIDEO

સ્વામી રામદેવે વધુમાં કહ્યું કે "અમારી પાસે આયુર્વેદ ડ્રગ લાઈસન્સ છે અને કેટલાક લોકો તેના પર કોહરામ મચાવી રહ્યાં છે. કે તમે લાઈસન્સ ક્યા લીધુ છે અને ડ્રગ શું બનાવો છો. અમે જે તત્વોને લઈને કોરોનિલ અને શ્વસારી બનાવી છે તેને જોડે જોડે આપવામાં આવી છે. રજિસ્ટ્રેશન માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ ફોલો કરી છે અને રિસર્ચ માટે અમે રિસર્ચ પ્રોસેસ ફોલો કરી છે. અમે લાખો બ્લડપ્રેશર એવી રીતે ઠીક કર્યા છે કે દવા લેવાની જરૂર નથી."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news