J&K: IAF અધિકારીની હત્યાના 30 વર્ષ જુના કેસમાં યાસીન વિરુદ્ધ ચાલશે કેસ

યાસીન મલિક અને તેના સાથીઓ પર 25 જાન્યુઆરી 1990 ના દિવસે કાશ્મીરનાં સનત નગર વિસ્તારમાં 4 એરફોર્સ અધિકારીઓને ગોળીઓ મારીને હત્યા અને 22 લોકો ઘાયલ હોવાનાં આોપ લાગ્યા હતા

J&K: IAF અધિકારીની હત્યાના 30 વર્ષ જુના કેસમાં યાસીન વિરુદ્ધ ચાલશે કેસ

શ્રીનગર : હત્યાનાં કોઇ મુદ્દે આરોપી વિરુદ્ધ લગભગ 30 વર્ષ સુધી કોઇ કોર્ટમાં કેસ જ નથી ચાલ્યો એવો કિસ્સો કદાચ દેશનાં ઇતિહાસમાં ક્યારે બન્યો જ નહી હોય. પરંતુ 5 ઓગષ્ટ, 2019 સુધી વિશેષ દરજ્જો ધરાવનારા રાજ્ય જમ્મુ કાશ્મીરમાં આવો જ એક કેસ કોર્ટ અને પોલીસ સ્ટેશનમાં ધુળ ખાધા બાદ હવે સુનવણી માટે સામે આવ્યો છે. આ હાઇપ્રોફાઇલ કેસ જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટના ચેરમેન યાસીન મલિક (Yasin Malik) નો છે. યાસીન મલિક અને તેના સાથીઓ પર 25 જાન્યુઆરી, 1990 ના રોજ કાશ્મીરનાં સનત નગર વિસ્તારમાં 4 એરફોર્સ અધિકારીઓને ગોળીઓ મારીને હત્યા અને 22 લોકોને ઘાયલ કરવાનો આરોપ લાગ્યા હતા. 

ચીન-પાકે. સંયુક્ત નિવેદનમાં કાશ્મીર અંગે ચિંતા વ્યક્ત કરી: ભારતે ઝાટકણી કાઢી
સીબીઆઇએ ઓગષ્ટ 1990માં મલિક અને તેનાં સાથીઓની વિરુદ્ધ જમ્મુની ટાડા કોર્ટમાં આરોપ પત્ર દાખલ કર્યો હતો, જેની સુનવણી અંગે જમ્મુ કાશ્મીર હાઇકોર્ટની સિંગલ બેંચે 1995માં તેને ગ્રાઉન્ડ પર પ્રતિબંધ લગાવી દીધો હતો જો કે કાશ્મીરમાં ટાડા કોર્ટ નહી હોવાનાં કારણે આ મુદ્દે સુનવણી જમ્મુમાં થઇ શકી નહોતી. 

ઉર્મિલા માતોંડકરે આપ્યું કોંગ્રેસમાંથી રાજીનામુ, નોર્થ મુંબઇથી લડી હતી લોકસભા ચૂંટણી
ત્રણ વર્ષ બાદ હવે આ મુદ્દે સુનવણી કરવાની પરવાનગી મળી છે. યાસીન મલિક હાલ ટેરર ફંડિગ મુદ્દે NIAની કસ્ટડીમાં છે તિહાડ જેલમાં બંધ છે. મલિકને 11 સપ્ટેમ્બરે જમ્મુની ટાડા કોર્ટમાં રજુ કરવા માટે કોર્ટે આદેશ આપ્યો છે. કોર્ટે સીબીઆઇનાં વકીલને પણ ગત સુનવણી સમયે તેને હાજર રાખવા માટે આદેશ આપ્યો હતો.

ચંદ્રયાન 2 : વિક્રમ લેન્ડર અંગે ISRO એ કહી મહત્વપૂર્ણ વાત, જાણો
સ્કવોર્ડન લીડર રવિ ખન્ના આ આતંકવાદી હુમલામાં પોતાનાં 3 સાથીઓ સાથે શહીદ થયા હતા. રવિ ખન્નાની પત્ની શાલિની ખન્નાને 30 વર્ષ બાદ ફરી એકવાર આ મુદ્દે ન્યાયની આશા જાગી છે. શાલિની ખન્નાએ પોતાનાં પતિને ન્યાય મળે તે માટે છેલ્લા ત્રીસ વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news