બીસીસીઆઈએ મહિલા ટીમના પ્રદર્શન વિશ્લેષક માટે અરજી મગાવી

બોર્ડમાં વિશ્લેષકનું કામ નાનાથી નાના ડેટા એકત્રિત કરવાનું હશે. તેણે આ કામને સીનિયર ટીમ દ્વારા ઉપયોગ કરવામાં આવતી સિસ્ટમ મુજબ કરવું પડશે.

બીસીસીઆઈએ મહિલા ટીમના પ્રદર્શન વિશ્લેષક માટે અરજી મગાવી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ મહિલા ક્રિકેટ ટીમના પ્રદર્શન વિશ્લેષક (પરફોર્મંસ એનાલિસ્ટ)ના પદ માટે અરજી મગાવી છે. ટીમ મેનેજમેન્ટે પ્રદર્શન વિશ્લેષકની જરૂરીયાત વિશે જણાવ્યું હતું. પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર છે. આ પદ માટે અરજી કરનારની ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઈએ. 

બીસીસીઆઈએ કહ્યું, 'બોર્ડમાં વિશ્લેષકનું કામ નાનાથી નાના ડેટા એકત્રિત કરવાનું હશે. તેણે આ કામને સીનિયર ટીમ દ્વારા ઉપયોગ કરવામાં આવતી સિસ્ટમ મુજબ કરવું પડશે.' બોર્ડે કહ્યું, 'આ સાથે વિશ્લેષક કોચિંગ અને ટેકનિકલ સભ્યોની રમતની રણનીતિઓની તૈયારીમાં મદદ કરશે. તેણે વિરોધી ટીમના મજબૂત અને નબળી પાસા પર ધ્યાન રાખવું પડશે.'

અરજી કરનાર ઉમેદવારની પાસે રાજ્ય સ્તરની સીનિયર ટીમ અથવા તેનાથી ઉંચા સ્તરની ટીમની સાથે કામ કરવાનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ. પ્રદર્શન વિશ્લેષક 24 સપ્ટેમ્બરથી ટીમ સાથે જોડાઇ શકે છે. ભારતીય મહિલા ટીમની સાથે કામ કરનારી પ્રથમ વિશ્લેષક આરતી નાગલે હતી જે 2014થી 2018 સુધી આ પદ પર રહી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news