ગાંધીનગર: બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા સરકારે કરી રદ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવાતી બિનસચિવલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા સરકાર દ્વારા રદ્દ કરવામાં આવી છે. આ પરીક્ષા 20 ઑક્ટોબરના રોજ યોજાવવાની હતી. જોકે અગમ્ય કારણોસર આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાયો છે. પરીક્ષા શા માટે રદ કરી તે વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવાતી બિનસચિવલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા સરકાર દ્વારા રદ્દ કરવામાં આવી છે. આ પરીક્ષા 20 ઑક્ટોબરના રોજ યોજાવવાની હતી. જોકે અગમ્ય કારણોસર આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાયો છે. પરીક્ષા શા માટે રદ કરી તે વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 20/10/2019ના રોજ યોજાનાર બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની પરીક્ષા હાલ પુરતી રદ કરવામાં આવે છે. જેની સંબંધિત ઉમેદવારોને જાણ માટે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. આ પરીક્ષા ક્યાં કારણોથી રદ્દ કરવામાં આવી તે અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી.
અમદાવાદ: કિસ કરવાનું કહી પતિએ પત્નીની જીભ પર છરી મારી
ગુજરાત સરકાર દ્વારા 3738 જેટવી જગ્યાઓ માટે ભરતી પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 10 લાખ 45 હજાર જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. અને આગમી 20મીએ પરીક્ષા આપવામાં આવી હતી. 12 પાસ તમામ ઉમેદવારોએ આ પરીક્ષા માટે અરજી કરી હતી. મળતી માહિતી અનુસાર આ પરીક્ષા રદ્દ કરવા પાછળ સરકાર ની વિચારણા છે કે લાયકાત સ્નeતક કક્ષાની કરવામાં આવી શકે છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે