તેલંગાણામાં વિશ્વની સૌથી મોટી લિફ્ટ સિંચાઈ યોજના 'કાલેશ્વરમ'નું લોકાર્પણ
લગભગ 80 હજાર કરોડના આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતાં પહેલાં તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ અને તેમનાં પત્નીએ ગોદાવરી માતાની વિધિસર પૂજા કરી હતી
Trending Photos
નવી દિલ્હીઃ તેલંગાણાના જયશંકર ભુપલપલ્લી જિલ્લાના મેડીગડ્ડામાં વિશ્વની સૌથી મોટી લિફ્ટ સિંચાઈ 'કાલેશ્વરમ'નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ આયોજન પ્રસંગે ત્રણ રાજ્યના મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. 21 જુનના રોજ યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા. આ ઉપરાંત તેલંગાણા અને આંધ્રપ્રદેશના રાજ્યપાલ શ્રી ઈ.એસ.એલ. નરસિમ્હન પણ સમારોહમાં હાજર રહ્યા હતા.
લગભગ 80 હજાર કરોડના આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતાં પહેલાં તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ અને તેમનાં પત્નીએ ગોદાવરી માતાની વિધિસર પૂજા કરી હતી. અનેક કારણોસર આ પ્રોજેક્ટ અનોખો છે.
మేడిగడ్డ బ్యారేజీ వద్ద నిర్వహిస్తున్న యాగంలో పాల్గొన్న సీఎం శ్రీ కేసీఆర్ దంపతులు. గోదావరి మాత విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించిన వేదపండితులు. శృంగేరి పీఠం అర్చకుల ఆధ్వర్యంలో జల సంకల్ప మహోత్సవ యాగం జరుగుతున్నది.#KaleshwaramProject pic.twitter.com/OCjW8wTd8T
— Telangana CMO (@TelanganaCMO) June 21, 2019
આ કારણે બનાવાયો લિફ્ટ સિંચાઈનો પ્રોજેક્ટ
લગભગ રૂ.82,000 કરોડના ખર્ચ વાળો આ વિશાળ અને અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (MEIL) અને ભેલ (BHEL)ની (60%-40%) ભાગીદારી સાથે માત્ર 3 વર્ષમાં તૈયાર કરાયો છે. એણઈઆઈએલના નિર્દેશક શ્રીનિવાસ રેડ્ડીના જણાવ્યા અનુસાર, તેલંગાણાની ભૌગોલિક સ્થિતિના કારણે અહીં ગોદાવરી સહિત અનેક વિશાળ નદીઓ હોવા છતાં પણ તેના પાણીનો ફાયદો રાજ્યના મોટાભાગના લોકોને મળતો ન હતો.
વાત એમ છે કે, ગોદાવરી નદી સમુદ્રની સપાટીથી 100 મીટરની ઊંચાઈએ વહે છે તો તેલંગાણા રાજ્ય ગોદાવરી નદીથી લગભગ 650 મીટરની ઊંચાઈએ આવેલું છે. આ જ કારણે તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરે ગોદાવરી નદીના પાણીને લિફ્ટ કરવાની યોજના બનાવી હતી.
વરસાદના પાણીનો કરાશે સંગ્રહ
આ પ્રોજેક્ટમાં વરસાદના પાણીનો જમીનના નીચે બનેલા 20 જળાશયોમાં સંગ્રહ કરવામાં આવશે. ત્યાર પછી જ્યારે જરૂર પડશે ત્યારે પંપ હાઉસ દ્વારા જમીન પર ખેંચીને લાવવામાં આવશે અને તેને સિંચાઈ સહિત અન્ય જરૂરી કામો માટે રાજ્યમાં બનેલી નહેરોની મારફતે જરૂરિયાત ધરાવતા લોકો સુધી પહોંચાડવામાં આવશે.
પ્રોજેક્ટની આ વાત જ તેને અનોખો બનાવે છે. અગાઉ ચોમાસામાં જે પાણી પૂર સ્વરૂપે એમ જ વહીને સમુદ્રમાં સમાઈ જતું હતું, તેને હવે સંગ્રહિત કરવામાં આવશે. આટલા મોટા પ્રોજેક્ટની બીજી વિશેષતા એ છે કે અનેક જિલ્લાઓને આવરી લેનારા આ પ્રોજેક્ટમાં જમીન સંપાદન નામ-માત્રનું કરવામાં આવ્યું છે, કેમ કે પ્રોજેક્ટનો મોટોભાગ અંડરગ્રાઉન્ડ છે.
તેલંગાણાની સાથે-સાથે મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશને પણ થશે ફાયદો
આ પ્રોજેક્ટમાં કુલ 19 પંપ હાઉસમાં કુલ 88 પંપ અને 20 લિફ્ટ લગાવવામાં આવી છે. પ્રોજેક્ટમાં પંપ હાઉસની મદદથી એક દિવસમાં 3-TMC પાણી જમીનની નીચે બનાવાયેલા જળાશયોમાંથી જમીનની ઉપર લિફ્ટ કરવાની ક્ષમતા છે.
પ્રાપ્ત માહિતી મુજબ તેલંગાણાના 13 જિલ્લાની 18 લાખ એકર જમીનમાં સિંચાઈ ઉપરાંત પીવાના પાણીનું સંકટ દૂર થઈ જશે. સાથે જ પડોશમાં આવેલા આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં પાણી પૂરું પાડવામાં આવશે.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે