Womens T20 WC: ફાઇનલ માટે PM મોદીએ ખાસ અંદાજમાં ભારતીય ટીમને શુભકામનાઓ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે ક્રિકેટમાં એક મહત્વની મેચ થવા જઇ રહી છે. આ દિવસે મહિલા ટી20 વર્લ્ડ કપની (Womens T20 Wrold Cup) ફાઇનલની તુલનાએ ભારત અને ઓસ્ટ્રેલિયાની મહત્વની મેચ થવાની છે. તો બીજી તરફ સમગ્ર વિશ્વનાં રમતપ્રેમીઓની નજર આ મેચ પર છે. તેનાથી ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) અને ઓસ્ટ્રેલિયન પીએમ સ્કોટ મૈરિસન (Scott Morrison) પણ પોતાની જાતને દુર નથી રાખી શક્યાં.
Womens T20 WC: ફાઇનલ માટે PM મોદીએ ખાસ અંદાજમાં ભારતીય ટીમને શુભકામનાઓ

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે ક્રિકેટમાં એક મહત્વની મેચ થવા જઇ રહી છે. આ દિવસે મહિલા ટી20 વર્લ્ડ કપની (Womens T20 Wrold Cup) ફાઇનલની તુલનાએ ભારત અને ઓસ્ટ્રેલિયાની મહત્વની મેચ થવાની છે. તો બીજી તરફ સમગ્ર વિશ્વનાં રમતપ્રેમીઓની નજર આ મેચ પર છે. તેનાથી ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) અને ઓસ્ટ્રેલિયન પીએમ સ્કોટ મૈરિસન (Scott Morrison) પણ પોતાની જાતને દુર નથી રાખી શક્યાં.

It doesn't get bigger than the India vs Australia Final in Women's @T20WorldCup tomorrow.

Best wishes to both @BCCIWomen and @AusWomenCricket and greetings on Women’s Day.

May the best team win. Like the Blue Mountains, MCG will also be Blue tomorrow! https://t.co/CRElLibcSg

— Narendra Modi (@narendramodi) March 7, 2020

વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન મૈરિસને ફાઇનલ પહેલા પોત પોતાની ટીમોને શુભકામનાઓ પાઠવીહ તી. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી આ મેચમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. ભારત પહેલીવાર મહિલા ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યા છે. મૈરિસને ટ્વીટ કરતા લખ્યું કે, નરેન્દ્ર મોદી... કાલે થનારી મહિલા ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા એક બીજાની સામે રમશે. એમસીજીમાં દર્શકોની ભીડની સામે બે સર્વશ્રેષ્ઠ ટીમ રમશે અને એક ખુબ જ ઉત્કૃષ્ટ મેચ થશે.

— Scott Morrison (@ScottMorrisonMP) March 7, 2020

મોદીએ આ ટ્વીટને રિટ્વીટ કર્યું અને લખ્યું કે, ભારત અને ઓસ્ટ્રેલિાય વચ્ચે મહિલા વર્લ્ડ કપની ફાઇનલથી વધારે સારુ કંઇ જ ન હોઇ શકે. મહિલા દિવસ પ્રસંગે બંન્ને ટીમોને શુભકામનાઓ. સર્વશ્રેષ્ઠ ટીમ જીતે. નીલા આસમાનની જેમ, એમસીજી પણ નીલીમાથી છવાઇ જશે. આ મેચ માટે ટિકિટોની રેકોર્ડ વેચાણ છે. આ ટુર્નામેન્ટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંન્ને જ ટીમો એક જ ગ્રુપમાં હતી. ટૂર્નામેન્ટ પહેલા આ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાની હરાવી દીધું હતું. ત્યાર બાદથી જ ભારતે ટૂર્નામેન્ટમાં એક પણ મેચ નથી ગુમાવી. જ્યાં સેમીફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ વરસાદમાં ધોવાઇ ગયા હતા. બીજી તરફ વરસાદનાં કારણે અટકી ગયેલી સેમી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રીકાને પરાજીત કરી દીધું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news