Parliament special session: મહિલા અનામત બિલ પાસ, લોકસભાએ ઐતિહાસિક બિલને મંજૂરી આપી

મહિલા અનામત બિલને લોકસભાથી મંજૂરી મળી ગઈ છે. તેના પર ચર્ચામાં અમિત શાહ, સ્મૃતિ ઈરાની, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સુપ્રિયા સુલે, મહુઆ મોઇત્રા અને હરસિમરત કૌર સહિત ઘણા સાંસદોએ પોતાની વાત રજૂ કરી હતી.

Parliament special session: મહિલા અનામત બિલ પાસ, લોકસભાએ ઐતિહાસિક બિલને મંજૂરી આપી

નવી દિલ્હીઃ Women Reservation Bill Passed: મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ બિલ) લોકસભા દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. બિલ પર મતદાન સ્લિપ દ્વારા કરવામાં આવ્યું હતું. બિલની તરફેણમાં 454 વોટ પડ્યા જ્યારે તેની વિરુદ્ધ બે વોટ પડ્યા. વોટિંગ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. હવે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. બુધવારે (20 સપ્ટેમ્બર) સંસદના વિશેષ સત્રમાં લગભગ 60 સાંસદોએ મહિલા અનામત બિલ પર ચર્ચામાં ભાગ લીધો હતો.

આ દરમિયાન મોટા ભાગની વિપક્ષી પાર્ટીઓએ બિલનું સમર્થન કર્યું હતું. સાથે તેને જલ્દી લાગૂ કરવા અને ઓબીસી કોટા સામેલ કરવાની માંગ કરી હતી. તો સરકારે તેને મોટું પગલું જણાવતા કહ્યું કે વસ્તી ગણતરી અને પરિસીમન જરૂરી છે. 

454 MPs vote in favour of the bill, 2 MPs vote against it pic.twitter.com/NTJz449MRX

— ANI (@ANI) September 20, 2023

બિલ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સ્મૃતિ ઈરાની, અર્જુન મેઘવાલ અને અન્ય નેતાઓએ વિપક્ષના દાવાઓનો જવાબ આપ્યો. વિપક્ષના પક્ષે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચર્ચા શરૂ કરી હતી. આ પછી NCP સાંસદ સુપ્રિયા સુલે, સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ, DMK સાંસદ કનિમોઝી અને TMC સાંસદ મહુઆ મોઇત્રા સહિત અનેક મહિલા વિપક્ષી સાંસદોએ સરકાર પર નિશાન સાધ્યું.

કાયદા મંત્રીનું નિવેદન
મહિલા અનામત બિલના અમલીકરણમાં વિલંબ અંગે વિપક્ષના આક્ષેપો પર કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે કહ્યું કે સીમાંકનને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. સીમાંકનની કલમ 8 અને 9 માં કહેવાયું છે કે નિર્ધારણ ફક્ત સંખ્યાઓ આપીને જ થાય છે. જો આપણે આ તકનીકી બાબતોમાં જઈએ તો તમે ઇચ્છો છો કે આ બિલ અટકી જાય. પરંતુ અમે આ બિલને અટકવા નહીં દઈએ. સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો છે કે મહિલા અનામતનો વિષય આડો અને ઊભો બંને છે. હવે સીમાંકન અને વસ્તી ગણતરી તાત્કાલિક થઈ શકશે નહીં. તમે તરત જ આપવાનું કહો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news