હવે સેનામાં મહિલા ઓફિસર પણ મેળવી શકશે સ્થાયી કમિશન, રક્ષા મંત્રાલયે આપી મંજૂરી


ભારતીય સેનામાં મહિલાઓને સમાન અવસર આપવા માટે સરકાર તરફથી મોટું પગલું ભરવામાં આવ્યું છે. હવે સેનામાં મહિલાઓના સ્થાયી કમિશનને મંજૂરી આપવામાં આવી છે. 
 

 હવે સેનામાં મહિલા ઓફિસર પણ મેળવી શકશે સ્થાયી કમિશન, રક્ષા મંત્રાલયે આપી મંજૂરી

નવી દિલ્હીઃ ભારતીય સેનામાં મહિલાઓના સ્થાયી કમિશનને કેન્દ્રીય રક્ષા મંત્રાલય તરફથી સત્તાવાર રીતે મંજૂરી આપી દેવામાં આવી છે. ગુરૂવારે સરકાર તરફથી જારી કરવામાં આવેલા સ્વીકૃતિ પત્ર બાદ હવે સેનામાં વિભિન્ન સર્વોચ્ચ પદો પર મહિલાઓની તૈનાતી થઈ શકશે. 

આ આદેશ પ્રમાણે શોર્ટ સર્વિસ કમિશન  (SSC)ની મહિલા અધિકારીઓને ભારતીય સેનાના બધા દસ ભાગમાં સ્થાયી કમિશનની મંજૂરી આપવામાં આવી છે. 

એટલે કે હવે આર્મી એયર ડિફેન્સ, સિગ્નલ, એન્જિનિયર, આર્મી એવિ એશન, ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ એન્જિનિયર, આર્મી સર્વિસ કોર્પ્સ, આર્મી ઓર્ડિનેન્સ કોર્પ્સ અને ગુપ્તચર કોર્પ્સમાં સ્થાયી કમિશન મળી શકશે. આ સાથે-સાથે જજ એન્ડ એડવોકેટ જનરલ, આર્મી એજ્યુકેશનલ કોર્પ્સમાં પણ આ સુવિધા મળશે. 

આ આદેશ બાદ હવે જલદી કાયમી કમિશન સિલેક્શન બોર્ડ તરફથી મહિલા ઓફિસરોની તૈનાતી થઈ શકશે. આ માટે સેના મુખ્યાલયે ઘણા અન્ય પગલાં ભર્યાં છે. સિલેક્શન બોર્ડ તરફથી બધી  SSC મહિલાઓ તરફથી ઓપ્શન અને દસ્તાવેજની કાર્યવાહી પૂરી થવા પર એક્શન શરૂ કરવામાં આવશે. પરંતુ આ નિમણૂક કોમ્બેક્ટ ઓપરેશનમાં થશે નહીં, સુપ્રીમ કોર્ટે પણ પોતાના ચુકાદામાં તેને અલગ રાખ્યું હતું. 

COVID-19 Vaccine: મુંબઈ અને પુણેના 5,000 લોકોથી શરૂ થશે કોરોના વેક્સિનની ટ્રાયલ

સેના તરફથી નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે ભારતીય સેના બધા મહિલા અધિકારીઓને દેશની સેવા કરવાની તક આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તમને જણાવી દઈએ કે આ સ્થાયી કમિશનને લઈને ઘણા સમયથી માગ ચાલી રહી હતી. 

સુપ્રીમ કોર્ટે પણ આ મામલાની સુનાવણી કરી હતી, જ્યાં કોર્ટ તરફથી કેન્દ્રને ફટકાર લાગી હતી. સુપ્રીમ કોર્ટે આ કમિશનને બનાવવા માટે કેન્દ્રને ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. કોર્ટ તરફથી ફેબ્રુઆરી મહિનામાં આ ઐતિહાસિક નિર્ણય આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે બધા નાગરિકોને અવસરની સમાનતા, લૈંગિક ન્યાય સેનામાં મહિલાઓની ભાગીદારીનું માર્ગદર્શન કરશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news